android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Vyara : ઉચ્છલ તાલુકામાં રૂ.9.35 કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ

calendar_todayOctober 20, 2026

Vyara : ઉચ્છલ તાલુકામાં રૂ.9.35 કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ

ઉચ્છલ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ આપવા માટે પંચાયત(મા.મ.) વિભાગ દ્વારા અંદાજીત રૂ.9.35 કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી ડો.જયરામભાઇ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં રસ્તા, બોક્સ કલ્વર્ટ, લાઇબ્રેરી બિલ્ડીંગ અને આંગણવાડી કેન્દ્રો સહિતનાં 15 જેટલા જનહિતલક્ષી વિકાસકામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે જૂની થૂંટીથી નવી ઉકાઇ તરફ જતા રસ્તાનું રૂ.100 લાખના ખર્ચે, થૂટી ગામે ઉન્નતિ વિદ્યાલય તરફ જતા રસ્તાનું રૂ.22.50 લાખના ખર્ચે તથા આનંદપુર રેલવે સ્ટેશનથી આનંદપુર-2 આંગણવાડી સુધીના રસ્તાનું રૂ.45 લાખના ખર્ચે નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત, ઉપરાંત ભડભુંજા ગામના લોન્જા ફળીયાથી મહારાષ્ટ્ર તરફ જતા રસ્તા પર રૂ.120 લાખના ખર્ચે બોક્સ કલ્વર્ટના નિર્માણકાર્યનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. ઉચ્છલ ગામમાં નવાગામ ફળીયા અને હનુમાન ફળીયાને જોડતા રસ્તાનું રૂ.120 લાખના ખર્ચે, ભીંતખુર્દ ગામે ઢોલીઉમરા ફળીયાથી આંગણવાડી સુધીના રસ્તાનું રૂ.27 લાખના ખર્ચે તથા જુની કાચલી પ્રાથમિક શાળાથી આંગણવાડી સુધીના રસ્તાનું રૂ.27 લાખના ખર્ચે, ચંદાપુર એપ્રોચ રોડ માટે રૂ.205 લાખ, કરોડ પ્રા.શા.થી કરોડ-2 આંગણવાડી સુધીના રસ્તાનું રૂ.45 લાખ, સયાજીગામ પ્રા.શા.થી સબ સેન્ટર સુધીના રસ્તાનું રૂ.39.50 લાખ, ચિત્તપુર એપ્રોચ રોડ રૂ.33.60 લાખના ખર્ચે કામ કરાશે. તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે ભડભુંજામાં રૂ.60 લાખના ખર્ચે નિર્મિત લાઇબ્રેરી, ઉચ્છલ ફુલવાડીથી ઉચ્છલ-નિઝર હાઇવેને જોડતા રૂ.70 લાખના ખર્ચે તૈયાર થયેલ સુવિધાપથ રોડ તથા રૂ.12-12 લાખના ખર્ચે નિર્મિત નુરાબાદ અને સસા ગામનાં આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો