android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Waghodia: વાઘોડિયા પાલિકાની 24 બેઠક માટે 54 ઉમેદવારે નામાંકન ભર્યા

calendar_todayApril 13, 2026

Waghodia: વાઘોડિયા પાલિકાની 24 બેઠક માટે 54 ઉમેદવારે નામાંકન ભર્યા

વાઘોડિયા : વાઘોડિયા નગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવાનો આજે શનિવારે છેલ્લા દિવસે વાઘોડિયા તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આગેવાનીમાં નગરના વાઘનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય જન સમર્થન સાથે વાઘોડિયા સેવાસદન સુધીની ભાજપના કાર્યકર્તાઓ સાથે રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. આમ તાલુકા પંચાયતની 20 સીટ માટે ભાજપ દ્વારા 22 ફોર્મ ભરાયા હતા. તથા કોંગ્રેસ પક્ષ દ્વારા 22 ફોર્મ ભરાયા હતા. અને અન્યના 22 ફોર્મ ભરાયા હતા. તે જ પ્રમાણે જિલ્લા પંચાયતની 4 સીટ માટે ભાજપ દ્વારા 4 ફોર્મ ભરાયા તેમજ કોંગ્રેસ દ્વારા 4 ફોર્મ અને અપક્ષ તરીકે એક ફોર્મ ભરાયું હતું. વાઘોડિયા નગરપાલિકાની 24 બેઠક માટે ભાજપ દ્વારા 24 ફોર્મ તથા અન્યના 5 ફોર્મ અને અપક્ષના 3 ફેમ તથા કોંગ્રેસ દ્વારા 22 ફોર્મ ભરેલા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ આંકડા અંદાજિત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો