android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Wankaner : કૃશો સિરામિકમાં તોડફોડની ઘટનામાં 10ની ધરપકડ, તોડફોડ કરી સમાન ભરી ગયા હોવાની પોલીસ ફરિયાદ

calendar_todayJanuary 14, 2026

Wankaner : કૃશો સિરામિકમાં તોડફોડની ઘટનામાં 10ની ધરપકડ, તોડફોડ કરી સમાન ભરી ગયા હોવાની પોલીસ ફરિયાદ

વાંકાનેર નજીક કૃશો સિરામિક ફેક્ટરીમાં 26 ડિસેમ્બરે બનેલી તોડફોડની ઘટના સંબંધિત કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કારખાનામાં કામ કરતા મજૂરોએ તોડફોડ કરીને સામાન લઈ ગયા હતા.

ફેક્ટરીમાં અંદાજિત 75 લાખના નુકશાનનો અંદાજ

કારખાનાના માલિક આનંદ વાધડિયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ફેક્ટરીમાં અંદાજિત 75 લાખના નુકશાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

મજૂરોએ તોડફોડ કરી અને સામાન લઈ ગયા

પોલીસના જણાવ્યા પ્રમાણે, તોડફોડનું મુખ્ય કારણ એ હતું કે કારખાનામાં કોન્ટ્રાક્ટરે મજૂરોને પગાર ચુકવવામાં વિલંબ કર્યો હતો. આ કારણે મજૂરોએ તોડફોડ કરી અને સામાન લઈ ગયા.

અત્યાર સુધીમાં 10ની ધરપકડ થઈ

પોલીસ ફરિયાદ પ્રમાણે, ભીષ્મ પાંડે, પ્રકાશ ભરવાડ, આનંદ કૈલા સહિત 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 10ની ધરપકડ થઈ ચૂકી છે.


આ પણ વાંચો----   Uttarayan : પતંગોત્સવની રંગેચંગે ઉજવણી શરુ, પવન સારો હોવાથી લોકોમાં ઉત્સાહ, આજે દિવસભર સારો પવન રહેવાની શક્યતા