android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Weather News : ગુજરાત હવામાન વિભાગે ઉતરાયણ પર્વ પર પવનને લઈ કરી આગાહી, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે

calendar_todayJanuary 12, 2026

Weather News : ગુજરાત હવામાન વિભાગે ઉતરાયણ પર્વ પર પવનને લઈ કરી આગાહી, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ સારી રહેશે

ઉતરાયણના દિવસે પવનની ગતિ 5 થી 15 કિમી પ્રતિ કલાક રહેશે, હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 7 દિવસ વાતાવરણ સુકૂં રહેશે અને આગામી 3 દિવસ લઘુતમ તાપમાન વધશે અને ત્યાર પછી 4 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે સાથે સાથે લઘુતમ તાપમાન 16 ડિગ્રી રહેશે અને નલિયામાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે, અમરેલીમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું અને અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન છે, આગામી 24 કલાકમાં તાપમાન 1 ડિગ્રી ઘટી શકે છે.

ઉત્તર ભારતમાં ઠંડી સતત નિતનવા રેકોર્ડ બનાવી રહી છે

ઘણા પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે તો મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને ઘણા સ્થળોએ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. અહીં બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં 14 જાન્યુઆરીએ પણ ભારે ઠંડી પડશે. જોકે, તે બાદ તેમાં રાહત મળશે અને ઠંડીમાં કમી આવશે.

મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે

આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ, સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત 50 જેટલા દેશોના 1000થી વધુ પતંગબાજોનો જમાવડો