android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Weather Update: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ તીવ્ર બન્યું, 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા

calendar_todayOctober 26, 2026

Weather Update: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ તીવ્ર બન્યું, 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા

બંગાળની ખાડીમાં સર્જાયેલા નીચા દબાણના ક્ષેત્રે રવિવારે તીવ્ર ચક્રવાતી તોફાન 'અર્નબ'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, 28 ઓક્ટોબરે આ ચક્રવાત 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવનની ગતિ સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાવાની શક્યતા છે. આ વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષેપની સંયુક્ત અસરને કારણે દેશના 15 થી વધુ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

ચક્રવાતી વાવાઝોડું "અર્નબ" વધુ તીવ્ર બન્યું

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું "અર્નબ" હાલ ૧૫ કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તેની વર્તમાન ગતિ ૬૫ થી ૮૫ કિમી/કલાકની જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મધ્યરાત્રિ સુધીમાં આ વાવાઝોડું વધુ તીવ્ર બનીને ૧૪૦ કિમી/કલાકની મહત્તમ ઝડપે પહોંચી શકે છે. આ ચક્રવાત ૨૮ ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે, જેના પગલે તમામ દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વાવાઝોડાની વ્યાપક અસરને કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર સુધીના રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

કેરળ અને આંધ્રપ્રદેશમાં 'રેડ એલર્ટ'

હવામાન વિભાગે 26 અને 27 ઓક્ટોબર દરમિયાન કેરળ અને આંધ્રપ્રદેશ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, તમિલનાડુ અને પુડુચેરીમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કર્ણાટક અને રાયલસીમા વિસ્તારમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પુડુચેરીમાં શનિવાર રાતથી જ સતત વરસાદ ચાલુ છે, જ્યારે તમિલનાડુના ઇરોડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કોડીવેરી ડેમ બંધ કરવાની નોબત આવી છે.

=" target="_blank">

=

ઓડિશામાં વહીવટીતંત્ર એલર્ટ પર, શાળાઓ બંધ

વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લામાં ૨૮ અને ૨૯ ઓક્ટોબરે તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સ્થિતિ પર નજર રાખવા સંવેદનશીલ જિલ્લાઓમાં 8 મંત્રીઓને તૈનાત કર્યા છે. આ સાથે જ સરકારી અધિકારીઓની રજાઓ રદ કરીને મુખ્યાલયે પરત ફરવા જણાવાયું છે. રાહત અને બચાવ કાર્ય માટે ODRAF ની 60 અને NDRF ની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.

=" target="_blank">

=

હરિયાણા: વરસાદથી 810 કરોડ રૂપિયાનું ડાંગર પલળ્યું

બીજી તરફ, પશ્ચિમી વિક્ષેપના કારણે હરિયાણાના જીટી બેલ્ટ સહિત કૈથલ, કુરુક્ષેત્ર અને કરનાલમાં ભારે વાવાઝોડું, કરા અને વરસાદ પડ્યો છે. વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થવાથી પુરવઠો ખોરવાયો છે. મંડીઓમાં શેડની બહાર ખુલ્લામાં રાખેલું આશરે 3.32 લાખ મેટ્રિક ટન (રૂપિયા 810 કરોડની કિંમતનું) ડાંગર (ચોખાનો પાક) પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના

અર્ણબ વાવાઝોડાની અસર હેઠળ આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કેરળ ઉપરાંત ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, પંજાબ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ગોવા જેવા રાજ્યોમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ 26 October Top News: રાહુલ ગાંધીનો કોર્ટ કેસ, વાવાઝોડાનું એલર્ટ સહિતના મુખ્ય અપડેટ્સ