android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
West Bengalમાં રાજકીય માહોલ ગરમાયો, હાવડામાં બોમ્બ વિસ્ફોટમાં ભાજપના 2 કાર્યકરો ઘાયલ

calendar_todayMay 7, 2026

West Bengalમાં રાજકીય માહોલ ગરમાયો, હાવડામાં બોમ્બ વિસ્ફોટમાં ભાજપના 2 કાર્યકરો ઘાયલ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ રાજકીય હિંસાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાવડા જિલ્લાના શિવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચૌરાબસ્તી વિસ્તારમાં ગુરુવારે બપોરે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં ભાજપના બે કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે.


ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી

માહિતી મુજબ આ ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી. ભાજપે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક તૃણમૂલ નેતા શમીમ અહમદના સમર્થકો દ્વારા ભાજપ કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દળ અને કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સાથે જ ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) પણ તૈનાત કરવામાં આવી હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી.

પોલીસે સમયસર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી

ઘટનાના વિરોધમાં ભાજપ કાર્યકરોએ શિવપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને પ્રદર્શન કર્યું હતું. હાલ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે. હાવડા સિટી પોલીસ કમિશનર અખિલેશ ચતુર્વેદીએ જણાવ્યું કે આ એક રાજકીય અથડામણ છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ દળ સમયસર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને ઘટનામાં સંડોવાયેલા લોકોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે.

TMC નેતાના ઘરે બોમ્બ હુમલાની ઘટના

બીજી તરફ કાંથી વિસ્તારમાં પણ તૃણમૂલ કોંગ્રેસના નેતા ઉસ્માન ગનીના ઘરે બોમ્બ હુમલાની ઘટના સામે આવી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ હુમલાનો કોઈ રાજકીય સંબંધ છે કે નહીં. ચૂંટણી બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે, જેના કારણે રાજકીય તણાવ સતત વધતો જાય છે.

આ પણ વાંચો : Bangladesh:ભારતમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓને કેવી રીતે પાછા મોકલશે? વિદેશ મંત્રાલયનો માસ્ટર પ્લાન જાહેર