android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
West Bengal Election 2026 : ફલતામાં TMC નેતાઓની ધમકી પર ચૂંટણી પંચે કરી કાર્યવાહી, FIR કરવાનો આપ્યો આદેશ

calendar_todayMay 2, 2026

West Bengal Election 2026 : ફલતામાં TMC નેતાઓની ધમકી પર ચૂંટણી પંચે કરી કાર્યવાહી, FIR કરવાનો આપ્યો આદેશ

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ફલતા વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાનના નજીકના લોકો સામે FIR નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો આ આદેશનું પાલન નહીં થાય તો સંબંધિત પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસને તાત્કાલિક પગલાં લેવા સૂચના

આ સાથે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનામાં ઈસરાફુલ ચોકડા અને સુજાદીન શેખ સહિત કેટલાક લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપ છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી (BJP) સમર્થકોને ધમકાવી રહ્યા હતા અને તેમને મતદાનથી રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફલતા વિસ્તારમાં બીજા તબક્કાની મતદાન પછીથી જ તણાવની સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યના 15 બૂથ પર પુનઃમતદાન થયું

ઘણા બૂથ પર ફરી મતદાનની માગ પણ ઉઠી છે. શનિવારે રાજ્યના 15 બૂથ પર પુનઃમતદાન થયું, પરંતુ ફલતા તેમાં સામેલ નહોતું. સ્થાનિક લોકોના આરોપ મુજબ, તૃણમૂલ સાથે જોડાયેલા કેટલાક લોકો ઘેર-ઘેર જઈને ધમકી આપી રહ્યા છે અને હુમલાના બનાવો પણ સામે આવ્યા છે. આ મામલે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે અને ફરી ચૂંટણીની માગ જોર પકડતી જઈ રહી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળતા થશે તો પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : West Bengal : EVM વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, વધુ 165 મતગણતરી કેન્દ્ર અને 77 પોલીસ નિરીક્ષકોની નિમણૂક