android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
West Bengal : EVM વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, વધુ 165 મતગણતરી કેન્દ્ર અને 77 પોલીસ નિરીક્ષકોની નિમણૂક

calendar_todayMay 2, 2026

West Bengal : EVM વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, વધુ 165 મતગણતરી કેન્દ્ર અને 77 પોલીસ નિરીક્ષકોની નિમણૂક

પશ્ચિમ બંગાળમાં મતગણતરી પહેલાં સ્ટ્રોંગ રૂમ અને ઈવીએમને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે મોટું પગલું લીધું છે. ચૂંટણી પંચે રાજ્યમાં વધારાના 165 મતગણતરી કેન્દ્રો અને 77 પોલીસ નિરીક્ષકોની નિમણૂક કરી છે.


પોલીસે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની દેખરેખ રાખશે

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, આ નિમણૂકનો મુખ્ય હેતુ મતગણતરી પ્રક્રિયા સુરક્ષિત, શાંતિપૂર્ણ, ભયમુક્ત અને પારદર્શક રીતે થાય તે સુનિશ્ચિત કરવો છે. આ કાર્યવાહી ભારતના બંધારણના આર્ટિકલ 324 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં એકથી વધુ કાઉન્ટિંગ હોલ છે, ત્યાં વધારાના કાઉન્ટિંગ કેન્દ્રની પણ નિમણૂક કરવામાં આવી છે. પોલીસ નિરીક્ષક સંબંધિત મતવિસ્તારના કાઉન્ટિંગ સેન્ટર આસપાસ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની દેખરેખ રાખશે, પરંતુ તેઓ મતગણતરી હોલમાં પ્રવેશ કરી શકશે નહીં.

માઈક્રો-ઓબ્ઝર્વર પણ પ્રક્રિયાની દેખરેખ રાખશે

ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે કાઉન્ટિંગ સેન્ટરમાં પ્રવેશ માત્ર QR કોડ આધારિત ફોટો આઈડી દ્વારા જ આપવામાં આવશે. સાથે જ કાઉન્ટિંગ હોલમાં મોબાઈલ ફોન લઈ જવા પર કડક પ્રતિબંધ રહેશે. મતગણતરી દરમિયાન દરેક રાઉન્ડના પરિણામો કાઉન્ટિંગ એજન્ટોની હાજરીમાં નોંધવામાં આવશે અને પારદર્શિતા જાળવવા માટે માઈક્રો-ઓબ્ઝર્વર પણ પ્રક્રિયાની દેખરેખ રાખશે. આ તમામ પગલાંનો હેતુ મતગણતરી પ્રક્રિયામાં શાંતિ અને વિશ્વસનીયતા જાળવવાનો છે.

આ પણ વાંચો : Chhattisgarh : કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, DRGના 3 જવાન શહીદ