android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
West Bengal: હાર બાદ મમતા બેનર્જીને મળી વધુ એક જીત, બાર કાઉન્સિલમાં TMCનો ભવ્ય વિજય

calendar_todayAugust 19, 2026

West Bengal: હાર બાદ મમતા બેનર્જીને મળી વધુ એક જીત, બાર કાઉન્સિલમાં TMCનો ભવ્ય વિજય

પશ્ચિમ બંગાળના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર-ચઢાવનો સામનો કરી રહેલી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીએ ફરી એકવાર વકીલ આલમમાં પોતાની તાકાતનો પરચો આપ્યો છે. અગાઉ વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કેટલીક બેઠકો પર થયેલા નુકસાન બાદ, પાર્ટી ધીમે ધીમે પોતાનું નિયંત્રણ ગુમાવી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું હતું. પરંતુ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલની તાજેતરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવીને TMCએ મજબૂત વાપસી કરી છે. 

ચૂંટણી પરિણામો અને પક્ષવાર આંકડા

બાર કાઉન્સિલની કુલ ૨૩ ચૂંટાયેલી બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં TMCએ પોતાનો સ્પષ્ટ દબદબો જાળવી રાખ્યો છે. ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો:

TMC (તૃણમૂલ કોંગ્રેસ): 23 માંથી 15 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે.

ભાજપ (BJP): માત્ર 3 બેઠકો પર સમેટાઈ ગયું છે.

ડાબેરી મોરચો (Left Front): 3 બેઠકો મેળવી છે (જે અગાઉની ચૂંટણીમાં ૪ હતી).

કોંગ્રેસ: 2 બેઠકો બચાવવામાં સફળ રહી છે.

આ ૨૩ બેઠકોનું વિભાજન 18 પુરુષો અને 5 મહિલાઓ માટે અનામત તરીકે કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટેની આ 5 બેઠકોમાંથી 4 બેઠકો પર TMC ના મહિલા વકીલ ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.

ઉમેદવારો અને મતદાનની વિગતો

૯મી માર્ચથી શરૂ થયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં રાજ્યની તમામ જિલ્લા અદાલતોના પ્રેક્ટિસ કરતા વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણી જંગમાં કુલ 75 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં TMC ના 23, ભાજપના 22, ડાબેરી મોરચાના 12 અને 18 અપક્ષ વકીલોનો સમાવેશ થતો હતો.

મમતા બેનર્જીની ખાસ ભલામણથી મેદાનમાં ઉતરેલા TMC લોયર્સ સેલના ઉમેદવારોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તેમાં પણ સુભાષિષ ચક્રવર્તી આ ચૂંટણીમાં સૌથી વધુ માર્જિન સાથે વિજેતા બન્યા છે. આ ઉપરાંત અન્ય અગ્રણી વિજેતાઓમાં બસોનેર ચેટર્જી, અંસાર મંડલ, અશોક દેબ, ઇન્દ્રનીલ બાસુ અને સિદ્ધાર્થ મુખર્જીનું નામ મોખરે છે.

નવા બોર્ડની રચના અને ભવિષ્યની રૂપરેખા

ટીએમસી વકીલ સેલના વરિષ્ઠ સભ્ય સંજય વર્ધનના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ લોકશાહી ઢબે યોજાયેલી આ ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ હવે TMC ટૂંક સમયમાં બાર કાઉન્સિલનું નવું બોર્ડ બનાવવાની સત્તાવાર તૈયારી કરી રહ્યું છે. વધુમાં, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) દ્વારા આગામી દિવસોમાં વધુ ૨ મહિલા ઉમેદવારોને નોમિનેટ કરવામાં આવશે. આથી પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલના સભ્યોની કુલ સંખ્યા વધીને ૨૫ પર પહોંચી જશે.

આ પણ વાંચોઃ Azam Khan પર EDનો સકંજો, જૌહર ટ્રસ્ટ ₹494 કરોડનો હિસાબ આપવામાં નિષ્ફળ