android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Whatsapp યુઝર્સ માટે મોટા સમાચાર, 1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચલાવી શકાય એપ્લિકેશન

calendar_todayFebruary 26, 2026

Whatsapp યુઝર્સ માટે મોટા સમાચાર, 1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચલાવી શકાય એપ્લિકેશન

1 માર્ચ, 2026થી એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જે હેઠળ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સિમ-બાઈન્ડિંગ નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. નવેમ્બરના અંતમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગે વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ જેવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ માટે 'સિમ બાઈન્ડિંગ' લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સને તેને લાગુ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહી છે.

શું છે સિમ બાઈન્ડિંગ?

1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમ લાગુ કરવાનો સમય આવી ગયો છે. આ નિયમ 1 માર્ચથી અમલમાં આવી રહ્યો છે અને કંપનીઓને આ નિયમો પર કોઈ વધારો આપવામાં આવી રહ્યો નથી, જેનો અર્થ છે કે તેમને 1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમનું પાલન કરવું પડશે. સિમ બાઈન્ડિંગનો અર્થ એ છે કે તમે WhatsApp અને Snapchat જેવી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ માટે જે નંબરનો ઉપયોગ કરો છો તેની સાથે સંકળાયેલું સિમ કાર્ડ ડિવાઈસમાં હોવું જોઈએ. જો સિમ કાઢી નાખવામાં આવે, ક્ષતિગ્રસ્ત થઈ જાય અથવા નિષ્ક્રિય થઈ જાય તો WhatsApp, Telegram, Signal અને Snapchat જેવી મેસેજિંગ એપ્સ પણ અક્ષમ થઈ જશે. આનો અર્થ એ છે કે જો તમે WhatsAppનો ઉપયોગ કરવા માગતા હોય તો ફોનમાં તે સિમ કાર્ડ હોવું જોઈએ જેના પર તમે તમારો WhatsApp નંબર એક્ટિવ કર્યો હતો.

સિમ એક્ટિવ હોવું જરૂરી

અત્યાર સુધી WhatsAppમાં એક સુવિધા હતી જે તમને 6-અંકનો કોડ અથવા OTP દાખલ કરીને એકવાર લોગ ઈન કરવાની મંજૂરી આપતી હતી અને તે જ સિમ સક્રિય છે કે નહીં તે વારંવાર તપાસવાની જરૂર નહોતી. સિમ દૂર કર્યા પછી પણ જો તમે Wi-Fi અથવા ઈન્ટરનેટ દ્વારા WhatsAppનો ઉપયોગ કરવા માગતા હોય તો તે ઉપકરણ પર WhatsApp ચાલી શકતું હતું. નવા નિયમો સાથે, સિમ એક્ટિવ હોવું જોઈએ અને તે જ ઉપકરણ પર હોવું જોઈએ જેના પર તમે WhatsApp વાપરી રહ્યા છો.

જો તમારા મોબાઈલ ડિવાઈસમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવે છે તો તમે હવે તે નંબર સાથે ઉપયોગમાં લેવાતી WhatsApp, Snapchat અને Telegram જેવી એપ્સનો ઉપયોગ કરી શકશો નહીં. વધુમાં આ એપ્સના વેબ વર્ઝનમાં દર 6 કલાકે ઓટોમેટિક એકાઉન્ટ લોગ આઉટ થવાની જોગવાઈ પણ છે. વેબ પર એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે તમે QR કોડ સ્કેન કરીને 6 કલાક પછી ફરીથી લોગ ઈન કરી શકો છો.

નાણાકીય છેતરપિંડીને રોકવા માટે આ નિર્ણય લેવાયો

જો તમે જે ફોનમાં WhatsApp વાપરો છો તે જ ફોનમાં સિમ કાર્ડ નાખ્યું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તમારું WhatsApp કાર્યરત રહેશે. જોકે, જો તમે સિમ કાર્ડ કાઢી નાખો છો તો WhatsApp થોડા સમય માટે નિષ્ક્રિય થઈ શકે છે, અને તમારે સિમ કાર્ડ ફરીથી દાખલ કરીને લોગિન પ્રક્રિયા ફરી શરૂ કરવાની જરૂર પડશે. ઝડપથી વધી રહેલી નાણાકીય છેતરપિંડીને રોકવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સ માટે સિમ બાઈન્ડિંગ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરના સમયમાં સાયબર ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીમાં ઝડપથી વધારો થયો છે. સિમ બાઈન્ડિંગ હેકર્સ સિમ સ્વેપ દ્વારા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સને ઍક્સેસ કરવાથી અટકાવશે, જેનાથી છેતરપિંડી પર કાબુ મળશે.

આ પણ વાંચો : Indiaમાં AI યુવાનોની કારકિર્દી પર સંકટ ઉભુ કરશે કે નોકરીની તકો વધારશે?