calendar_todayJanuary 9, 2026
World Cheapest Silver Price: અહીં મળે છે સૌથી સસ્તી ચાંદી, 30થી 40 હજાર રૂપિયા ઓછી હોય છે કિંમત
ભારતમાં અત્યારે સોના અને ચાંદીની કિંમત ટોચ પર છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થઇરહ્યો છે. અત્યારે ચાંદી અઢી લાખ રૂપિયા પ્રતિ કિલોને આસપાસ પહોંચી છે. જો કે પહેલા એવુ હતું કે માત્ર સોનાના ભાવમાં જ રેકોર્ડ બ્રેક વધારો થતો હતો જો કે હવે ચાંદી પણ તે દિશામાં જ આગળ વધી રહી છે.
ભારતમાં ચાંદીની કિંમત સૌથી વધારે
મોટાભાગના લોકો એવુ માને છે કે દુબઇમાં સોનું સસ્તુ મળે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દુનિયામાં એવા ઘણા દેશોમાં ચાંદી ભારત કરતા સસ્તી મળે છે. આ લિસ્ટમાં ચિલી સૌથી ઉપર આવે છે. અહીં ચાંદીની કિંમત મામલે ચિલી દુનિયાનો સૌથી સસ્તો દેશ ગણાય છે.
ક્યાં મળે છે ભારત કરતા સસ્તી ચાંદી?
ગોલ્ડ બ્રોકર રિપોર્ટ મુજબ ચિલીમાં ચાંદીની કિંમત ભારત કરતા 30થી 40 હજાર રૂપિયા પ્રતિ કિલોએ ઓછા છે. ચિલી ચાંદીનું ઉત્પાદન કરનારા મોટા કેન્દ્રોમાં સામેલ છે. જેથી ત્યાં ચાંદીના ભાવ ઓછા હોય છે.
ચિલી બાદ બીજા નંબરે રશિયા આવે છે. અહીં ભારતની તુલનાએ ચાંદી 20 થી 30 હજાર રૂપિયા પ્રતિ કિલો સસ્તી મળે છે. સ્થાનિક ઉત્પાદન અને ઓછા ટેક્સ હોવાને કારણે અહીં ચાંદીનો ભાવ ઓછો છે.
ત્રીજા સ્થાને છે ચીન. સિલ્વર પ્રાઇસના રિપોર્ટ અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 2 લાખ 21 હજાર છે. જે ભારત કરત ઘણી ઓછી છે. કારણ કે ચીન પોતે ચાંદીનો મુખ્ય ઉત્પાદક અને ગ્રાહક પણ છે. ભારત આ યાદીમાં ચોથા ક્રમે છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, આર્જેન્ટિના, બોલિવિયા, મેક્સિકો, પોર્ટુગલ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોનો ક્રમ આવે છે.
ચાંદીમાં વધી રહ્યું છે રોકાણ
છેલ્લા કેટલાક વર્ષોમાં, ફુગાવો, વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોલરના મજબૂતીકરણે રોકાણકારોને સુરક્ષિત વિકલ્પો તરફ ધકેલી દીધા છે. પહેલાં, આ વિશ્વાસ ફક્ત સોના પર કેન્દ્રિત હતો, પરંતુ હવે ચાંદી પણ સલામત રોકાણ વિકલ્પ તરીકે ઉભરી રહી છે. આ જ કારણ છે કે ઔદ્યોગિક માંગની સાથે રોકાણની માંગ પણ ઝડપથી વધી છે.
આ પણ વાંચો- Ruchak Rajyog: 7 દિવસ બાદ મંગળ ચમકાવશે આ રાશિની કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ