calendar_todayMarch 15, 2026
World News : ભારત પાસેથી એપ્રિલ મહિના સુધી 45,000 ટન ડીઝલ ઈમ્પોર્ટ કરશે બાંગ્લાદેશ
બાંગ્લાદેશ ટૂંક સમયમાં ભારત પાસેથી 45,000 ટન ડીઝલ આયાત કરશે. આ અંગે બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનના કોમર્શિયલ અને ઓપરેશન્સ વિભાગના જનરલ મેનેજરે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં ભારતમાંથી 5,000 ટન ડીઝલ બાંગ્લાદેશ પહોંચ્યું છે, જ્યારે વધુ 5,000 ટન ડીઝલ 18 અથવા 19 માર્ચ આસપાસ બાંગ્લાદેશ પહોંચવાની સંભાવના છે.
પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડીઝલનો પુરવઠો ટ્રેન વેગનો દ્વારા કરવામાં આવતો
વધુમાં જણાવ્યું કે ભારતમાંથી વધારાના 40,000 ટન ડીઝલ આયાત કરવાની દરખાસ્ત પણ મળી છે. જરૂરી પ્રક્રિયા જેમ કે લેટર ઓફ ક્રેડિટ (LC) ખોલવી અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી આ ડીઝલ પણ એપ્રિલ સુધી બાંગ્લાદેશ પહોંચશે. આ પહેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડીઝલનો પુરવઠો ટ્રેન વેગનો દ્વારા કરવામાં આવતો હતો. પરંતુ માર્ચ 2023માં બંને દેશો વચ્ચે ઊર્જા સહકારને વધુ મજબૂત બનાવવા માટે બાંગ્લાદેશ-ભારત ફ્રેન્ડશીપ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પાઈપલાઈન શરૂ થયા બાદ પરિવહન ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થયો
આ પાઈપલાઈનનું ઉદ્ઘાટન તે સમયના બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રીતે કર્યું હતું. આ પાઈપલાઈન શરૂ થયા પછીથી બાંગ્લાદેશમાં ડીઝલનો પુરવઠો સીધો પાઈપલાઈન મારફતે થવા લાગ્યો છે, જેના કારણે પરિવહન ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થયો છે. ઊર્જા ક્ષેત્રમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો આ સહકાર બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
આ પણ વાંચો : PM Benjamin Netanyahuએ કોફી પીતા-પીતા મોતની અફવાઓની ઉડાવી મજાક, જુઓ VIDEO