android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વાંસદામાં 11 લાખનાં વિકાસકાર્યોનો પ્રારંભ થતાં રહીશોમાં ખુશીનો માહોલ
calendar_today October 18, 2026

વાંસદામાં 11 લાખનાં વિકાસકાર્યોનો પ્રારંભ થતાં રહીશોમાં ખુશીનો માહોલ

વાંસદા ગામમાં પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા તથા સ્થાનિક નાગરિકોને સુવિધાજનક માળખાકીય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગ્રામ પંચાયત દ્વારા રૂ. 11 લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.વાંસદા ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિકાસકાર્યોમાં કૃષ્ણાકુંજ સોસાયટીમાં રૂ. 3 લાખના ખર્ચે સી.સી. રોડ બનાવવાની કામગીરી તેમજ કંસારા લાઇનમાં બેન્ચા પાસે રૂ. 8 લાખના ખર્ચે નાળા સાથે સંકળાયેલી ગટર બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. આમ, બંને વિકાસકાર્યો પાછળ કુલ રૂ. 11 લાખની રકમ ફાળવવામાં આવી છે.કૃષ્ણાકુંજ સોસાયટીમાં સી.સી. રોડની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક રહેવાસીઓને અવરજવરમાં વધુ સુવિધા મળવાની અપેક્ષા છે. ખાસ કરીને રહેણાક વિસ્તારોમાં પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થવાથી વાહનચાલકો, રાહદારીઓ તથા સ્થાનિક રહીશોને રોજિંદી અવરજવરમાં સરળતા રહે છે.આ પ્રસંગે સરપંચ ગુલાબ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા, તાલુકા પંચાયતના સભ્યો પંકજ પટેલ અને ધર્મેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વોર્ડના સભ્યો નૈનાબેન, હસમુખ શર્મા, મેહુલ પટેલ, હિતેશ મોહિતે, રામ મોહિતે અને મહેશ પટેલ વગેરે હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
અંબિકા કેળવણી મંડળના પ્રમુખપદેથી 40 વર્ષ બાદ અમૃત નાયકની નિવૃત્તિ
calendar_today October 18, 2026

અંબિકા કેળવણી મંડળના પ્રમુખપદેથી 40 વર્ષ બાદ અમૃત નાયકની નિવૃત્તિ

ગણદેવી તાલુકાના ગડત ગામે અંબિકા ગ્રામ કેળવણી મંડળ સંચાલિત અંબિકા હાઈસ્કૂલના મંત્રી અને પ્રમુખપદે રહીને સતત 40 વર્ષ સુધી નિઃસ્વાર્થ અને સમર્પિત ભાવનાથી સેવા આપનાર અમૃત ખંડુભાઈ નાયકે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં રવિવાર સવારે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.અમૃતભાઈ નાયકે ચાર દાયકા સુધી સંસ્થાનું નેતૃત્વ સંભાળીને અંબિકા કેળવણી મંડળ અને અંબિકા હાઈસ્કૂલના શૈક્ષણિક તથા માળખાકીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દત્તક લેવડાવી તેમના શિક્ષણની વ્યવસ્થા કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સમારોહના પ્રારંભે મંડળના મંત્રી પરિમલ નાયકે સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આચાર્ય જિગ્નેશ ટેલરે મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટના હોદ્દેદારોએ અમૃત નાયકને શાલ ઓઢાડી અને સ્મૃતિભેટ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. અંબિકા શાળા પરિવાર દ્વારા પણ તેમનું સન્માન કરી સંસ્થા પ્રત્યેની તેમની સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્ય વક્તા પરબના ટ્રસ્ટી ડૉ. જય વશીએ અમૃતભાઈના જીવનપ્રવાસ, સરળ વ્યક્તિત્વ, શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સંસ્થાના વિકાસ માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સન્માનના પ્રત્યુત્તરમાં અમૃતભાઈ નાયકે ચાર દાયકાની સફરના સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમણે સંસ્થા સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ, દાતાઓ, શિક્ષકો, કર્મચારીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.મંડળના નવનિયુક્ત પ્રમુખ સંદીપ નાયકે અમૃતભાઈના આદર્શો, સેવાભાવના અને માર્ગદર્શનને અનુસરીને સંસ્થાને વધુ પ્રગતિના પંથે લઈ જવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે દેવાંગ નાયક, નરેન્દ્ર ઉર્ફે મોંઘાભાઈ નાયક, યોગેશ નાયક, હાર્દિક નાયક, વિક્રમ નાયક, ફલ્ગુની નાયક, અલ્પેશ નાયક, જગદીશ નાયક, કિશોર પટેલ, અમરત પટેલ, આસપાસની શાળાઓના આચાર્યો, નિવૃત્ત આચાર્યો અને શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Chhota Udepur: નર્મદા જિલ્લાના ખેડૂતો જ નર્મદા સિંચાઇ યોજનાના લાભથી વંચિત
calendar_today October 18, 2026

Chhota Udepur: નર્મદા જિલ્લાના ખેડૂતો જ નર્મદા સિંચાઇ યોજનાના લાભથી વંચિત

છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના જળાશયો તથા તળાવોમાં નર્મદા નદીનું પાણી પહોંચાડવા માટે રૂપિયા 5,497 કરોડની નર્મદા લિફ્ટિંગ યોજનાને મંજૂરી મળતાં ખાસ કરીને નબળા ચોમાસા અને સિંચાઈના પાણીની અછતનો સામનો કરતા વિસ્તારોમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવી રહ્યો છે. આ યોજનાના કારણે ત્રણ જિલ્લાઓના જળાશયો અને તળાવોમાં નર્મદાનું પાણી પહોંચશે, જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થવાની શક્યતા વધશે. છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આ ખુશીના સમાચાર છે પરંતુ નર્મદા જિલ્લા માટે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવો ઘાટ ઘડાયો છે. નર્મદા જિલ્લામાં નર્મદા નદી અને જળાશયની નજીક જ અસ્તિત્વ ધરાવતા દેડિયાપાડા, ચિકદા અને સાગબારા તાલુકાના ખેડૂતોને નર્મદા જળનું ટીપુ પણ મળતુ નથી. હવે ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે અન્ય જિલ્લાઓને જો નર્મદા નદીના જળનો લાભ મળી રહ્યો છે તો નર્મદા જિલ્લામાં લિફ્ટિંગ દ્વારા સિંચાઈના પાણી કયારે મળશે, નર્મદા જિલ્લાના ધારાસભ્ય અને બે સાંસદો કેમ આ બાબતે મૌન છે.? અગત્યની વાત એ છે કે નર્મદા જિલ્લો નર્મદા નદીના કાંઠે આવેલો હોવા છતાં દેડિયાપાડા, ચિકદા અને સાગબારા તાલુકાના ખેડૂતો આજે પણ સિંચાઈના પૂરતા પાણી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતોની લાંબા સમયથી માંગ છે કે નર્મદા નદીના પાણીનો સિંચાઈ માટે મહત્તમ ઉપયોગ થાય અને સ્થાનિક જળાશયો, તળાવો તથા ચેકડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે.નબળા ચોમાસાની સ્થિતિમાં ખેડૂતોને વરસાદ આધારિત ખેતી પર નિર્ભર રહેવું પડે છે. જો નર્મદા નદીનું પાણી લિફ્ટિંગ યોજનાઓ મારફ્તે આ દેડિયાપાડા ચિકદા અને સાગબારા તાલુકાના જળાશયો સુધી પહોંચાડવામાં આવે તો ખેતીને મોટો આધાર મળી શકે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward