android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: ગોત્રી-હરિનગર બ્રિજ પર બેફામ કારે 5 વાહનોને અડફેટે લીધા, રિક્ષાચાલકનું મોત, Video
calendar_today October 23, 2026

Vadodara News: ગોત્રી-હરિનગર બ્રિજ પર બેફામ કારે 5 વાહનોને અડફેટે લીધા, રિક્ષાચાલકનું મોત, Video

વડોદરા શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા ગોત્રી-હરિનગર બ્રિજ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બેફામ કારે એક પછી એક અંદાજે 5 જેટલા વાહનોને પોતાની અડફેટે લીધા હતા, જેના કારણે રસ્તા પર ભારે દોડધામ મચી ગઈ હતી.રિક્ષાચાલકનું ઘટના સ્થળે જ મોતઆ ભયાનક અકસ્માતમાં રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. મૃતક રિક્ષાચાલકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે જ્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. =ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયાલક્ઝુરિયસ કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેની અડફેટમાં આવેલા 4થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ નાગરિકોને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.પોલીસે હાથ ધરી તપાસઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે અકસ્માત કરનાર લક્ઝુરિયસ કારના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને કાર કઈ પરિસ્થિતિમાં બેકાબૂ બની તેની સઘન તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Vadodaraમાં સાંસદ યુસુફ પઠાણના પ્લોટને આખરે મંજૂરી, વિવાદો વચ્ચે મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ લીધો મોટો નિર્ણય!

Read Full Story arrow_forward
Ahmedabad News: શેઠ સીએન વિદ્યાલયમાં બાળક સાથે ક્રૂરતા! શિક્ષકે વિદ્યાર્થીને માર્યા 6 લાફા! Video
calendar_today October 23, 2026

Ahmedabad News: શેઠ સીએન વિદ્યાલયમાં બાળક સાથે ક્રૂરતા! શિક્ષકે વિદ્યાર્થીને માર્યા 6 લાફા! Video

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી જાણીતી શેઠ સીએન વિદ્યાલયમાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા ધોરણ-9ના એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા સામાન્ય બાબતમાં કોઈ અતિશય ગંભીર કારણ વગર સરેઆમ 6 જેટલા લાફા ઝીંકી દેવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અમાનવીય વર્તનને કારણે વાલીઓ અને શૈક્ષણિક જગતમાં ભારે રોષ ફેલાયો છે.વર્ગખંડના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલઆ સમગ્ર ઘટના ક્લાસરૂમની અંદર જ બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને કેવી નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે કે, શાળાઓમાં બાળકો કેટલા સુરક્ષિત છે. =વાલીની DEO કચેરીમાં સત્તાવાર અરજીઘટનાથી આઘાતમાં સરી પડેલા વિદ્યાર્થીના પિતાએ આ મામલે ચૂપ બેસી રહેવાને બદલે તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પહોંચીને લેખિત અરજી કરી હતી. શિક્ષકની આ કાસાઈગીરી સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે વાલીએ ન્યાયની ગુહાર લગાવી છે.DEO દ્વારા શાળા સંચાલકોને નોટિસ અને ખુલાસો માંગ્યોવાલીની અરજી અને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજને ગંભીરતાથી લઈને અમદાવાદ DEO તંત્ર સક્રિય બન્યું છે. DEO દ્વારા શેઠ સીએન વિદ્યાલયના સંચાલકો અને જવાબદાર શિક્ષક સામે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે શાળા પાસેથી તાત્કાલિક ધોરણે સ્પષ્ટ ખુલાસો માંગવામાં આવ્યો છે અને જો કસૂરવાર જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જણાવાયું છે.આ પણ વાંચો: Ahmedabad News: વટવામાં ફી મુદ્દે ખેલ, રાજારામ વિદ્યાવિહાર શાળાએ ધોરણ-5ની વિદ્યાર્થિનીને પરીક્ષાથી રોકતા DEOએ ફટકારી નોટિસ

Read Full Story arrow_forward
Gujarat Home Department: દરિયાઈ સુરક્ષા થશે વધુ મજબૂત, મરીન ટાસ્ક ફોર્સ માટે 3 SP, 9 DySP અને 725 નવી જગ્યાઓ મંજૂર
calendar_today October 23, 2026

Gujarat Home Department: દરિયાઈ સુરક્ષા થશે વધુ મજબૂત, મરીન ટાસ્ક ફોર્સ માટે 3 SP, 9 DySP અને 725 નવી જગ્યાઓ મંજૂર

ભારતની સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાત રાજ્યના દરિયા કિનારાની સુરક્ષાને વધુ સઘન અને અભેદ્ય બનાવવા માટે ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દરિયાઈ સીમા પર ઘુસણખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા માટે 'મરીન ટાસ્ક ફોર્સ'ને વધુ મજબૂત બનાવવામાં આવી છે.મરીન ટાસ્ક ફોર્સનું નવું માળખું અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂકરાજ્ય સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સનું વિગતવાર માળખું આખરી કરવામાં આવ્યું છે. આ સુરક્ષા વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત કુલ 3 SP (પોલીસ અધિક્ષક) અને 9 DySP (નાયબ પોલીસ અધિક્ષક) ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેઓ દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાનું સીધું મોનિટરિંગ કરશે.મરીન અનામત દળની 725 જગ્યાઓ ફાળવાશેદરિયાઈ સીમાઓની ચોકીદારી અને પેટ્રોલિંગને વધુ સક્ષમ બનાવવા માટે મરીન પોલીસ સ્ટેશનોને વધારાનું મહેકમ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મરીન અનામત દળની કુલ 725 જગ્યાઓ મરીન પોલીસ સ્ટેશનોને ફાળવવામાં આવશે. આ વધારાના બળને કારણે તટવર્તી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓની તાકાતમાં મોટો વધારો થશે અને કોઈપણ આપત્તિ કે જોખમનો ત્વરિત સામનો કરી શકાશે.આ પણ વાંચો: Ahmedabad News: વટવામાં ફી મુદ્દે ખેલ, રાજારામ વિદ્યાવિહાર શાળાએ ધોરણ-5ની વિદ્યાર્થિનીને પરીક્ષાથી રોકતા DEOએ ફટકારી નોટિસ

Read Full Story arrow_forward