android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: વડોદરાના ગોત્રી-હરિનગર બ્રિજ પર બેકાબૂ કારે 5 વાહનોને અડફેટે લીધા, રિક્ષાચાલકનું મોત
calendar_today October 23, 2026

Gujarat Latest News Live: વડોદરાના ગોત્રી-હરિનગર બ્રિજ પર બેકાબૂ કારે 5 વાહનોને અડફેટે લીધા, રિક્ષાચાલકનું મોત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Ahmedabad Book Fairમાં મનપાનું સુરક્ષા કવચ, રૂ.227 કરોડનો વીમો લેવાયો, એકસાથે લાખો મુલાકાતીઓ સુરક્ષિત
calendar_today October 23, 2026

Ahmedabad Book Fairમાં મનપાનું સુરક્ષા કવચ, રૂ.227 કરોડનો વીમો લેવાયો, એકસાથે લાખો મુલાકાતીઓ સુરક્ષિત

અમદાવાદમાં આયોજિત થનારા ભવ્ય બુક ફેરને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓની સુરક્ષા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં આવનારા નાગરિકો અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મનપા દ્વારા ખાસ વીમા કવચ લેવામાં આવ્યું છે, જેથી કોઈપણ અપ્રિય ઘટના સામે પૂરતી સુરક્ષા મળી રહે.રૂ.227 કરોડનું વિશાળ વીમા કવચ અને પ્રીમિયમ વિગતોઆ આયોજન અંતર્ગત મનપા દ્વારા કુલ 227 કરોડ રૂપિયાનું જંગી વીમા કવચ લેવામાં આવ્યું છે. આ વીમા માટે મનપા દ્વારા પ્રીમિયમ પેટે કુલ 3.01 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ અકસ્માત અને જનરલ વીમા એમ બંને પ્રકારના જોખમોને આવરી લેવામાં આવ્યા છે.એકસાથે 2.27 લાખ લોકોને મળશે કવરેજઆ વીમા પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક જ સમયે એકસાથે 2.27 લાખ લોકોને કવરેજ પૂરું પાડશે. આ વીમા કવચનો લાભ માત્ર મુલાકાતીઓ જ નહીં, પરંતુ મેળા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અને એજન્સીના સ્ટાફને પણ મળવાપાત્ર રહેશે.કોનો-કોનો વીમામાં થશે સમાવેશ?અમદાવાદ મનપા દ્વારા લેવાયેલા આ વીમા કવચમાં મેળામાં હાજરી આપનાર દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વીમા સુરક્ષા હેઠળ મુખ્યત્વે નીચે મુજબના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.મુલાકાતીઓ: બુક ફેરની મુલાકાતે આવનાર તમામ સામાન્ય નાગરિકો અને પુસ્તક પ્રેમીઓ.કર્મચારીઓ: મનપાના વિવિધ વિભાગોના ડ્યુટી પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ.એજન્સી સ્ટાફ: મેળાના સંચાલન અને વ્યવસ્થા સાથે સંકળાયેલા એજન્સીના કામદારો અને સુરક્ષાકર્મીઓ.આ પણ વાંચો: Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટના નવીનીકરણ બાદ પ્રથમવાર જાહેર ગરબાનું આયોજન

Read Full Story arrow_forward
Ahmedabad News: વટવામાં ફી મુદ્દે ખેલ, રાજારામ વિદ્યાવિહાર શાળાએ ધોરણ-5ની વિદ્યાર્થિનીને પરીક્ષાથી રોકતા DEOએ ફટકારી નોટિસ
calendar_today October 23, 2026

Ahmedabad News: વટવામાં ફી મુદ્દે ખેલ, રાજારામ વિદ્યાવિહાર શાળાએ ધોરણ-5ની વિદ્યાર્થિનીને પરીક્ષાથી રોકતા DEOએ ફટકારી નોટિસ

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી રાજારામ વિદ્યાવિહાર શાળા સામે ગંભીર વિવાદ સામે આવ્યો છે. શાળાની ફી અને બસની ફી સમયસર ન ભરી શકાતા શાળા સંચાલકો દ્વારા ધોરણ-5માં અભ્યાસ કરતી એક માસૂમ વિદ્યાર્થિનીને પ્રથમ સત્રની પરીક્ષામાં બેસવા ન દેવાની ધમકી આપવામાં આવી હતી. આ અમાનવીય વલણને કારણે વિદ્યાર્થિનીના શૈક્ષણિક હિતને ગંભીર નુકસાન પહોંચ્યાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે.વાલીની વ્યાજબી ફરિયાદ અને DEOની સત્વરે કાર્યવાહીઆ સમગ્ર મામલે નારાજ વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈને અમદાવાદ DEO તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા છે. વટવાની રાજારામ વિદ્યાવિહાર શાળાને સત્તાવાર રીતે કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.24 કલાકમાં ખુલાસો રજૂ કરવાનો આદેશDEO દ્વારા શાળાસંચાલકોને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ આ ગંભીર બાબતે આગામી 24 કલાકની અંદર પોતાનો લેખિત ખુલાસો રજૂ કરે. જો નિર્ધારિત સમયમાં સંતોષકારક ખુલાસો આપવામાં નહીં આવે, તો શાળા સામે નિયમોનુસાર કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.આ પણ વાંચો: Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટના નવીનીકરણ બાદ પ્રથમવાર જાહેર ગરબાનું આયોજન

Read Full Story arrow_forward