android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat માં 17 IAS અધિકારીઓની બદલી, અનેક જિલ્લાઓના કલેક્ટર અને DDO બદલાયા
calendar_today October 23, 2026

Gujarat માં 17 IAS અધિકારીઓની બદલી, અનેક જિલ્લાઓના કલેક્ટર અને DDO બદલાયા

ગુજરાત સરકારે 23 ઓક્ટોબર, 2026ના રોજ ભારતીય વહીવટી સેવા (IAS)ના 17 અધિકારીઓની બદલી અને નવી નિમણૂક અંગેનો આદેશ જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં અનેક જિલ્લાઓના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાદી વાંચવા અહીં ક્લિક કરો     મહેસાણા અને આણંદમાં નવા કલેક્ટરહર્ષિત પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિને ગાંધીનગરમાં વધારાના ગ્રામ વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીની બદલી કરીને તેમને ધોળેરા એસઆઈઆર અને માંડલ-બેચરાજી એસઆઈઆર પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમને આણંદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.વાવ-થરાદ અને બનાસકાંઠામાં ફેરફારબનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવેને વાવ-થરાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ તાપીના જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની બદલી કરીને તેમને કચ્છ-ભુજના જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મસિયાગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.અન્ય જિલ્લાઓમાં પણ નવી નિમણૂકછોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને ગૃહ વિભાગમાં કાયદા અને વ્યવસ્થા સંબંધિત નાયબ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ છોટાઉદેપુરના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ઓમકાર રાજેન્દ્ર શિંદેને જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. તાપીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવસારી જિલ્લાના વાંસદાના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સ્વપ્નિલ મહાદેવ સિસલેની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તાપીના સોંગઢના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યને જવાબદારી સોંપવામાં આવી છે.સચિવાલય અને અન્ય વિભાગોમાં ફેરફારઆલોક કુમાર પાંડેને રાહત કમિશનર અને મહેસૂલ વિભાગના સરકારના પદાધિકારીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જી. ટી. પંડ્યાને માહિતી નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૌરાંગભાઈ એચ. મકવાણાને ઇન્ડેક્સ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપાયો છે. સી. સી. કોટકને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાના વિશેષ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બી. એન. પટેલને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં રમતગમત સત્તામંડળના નિયામક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ આદેશથી વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં વહીવટી જવાબદારીઓમાં ફેરફાર થયો છે.  આ પણ વાંચો    :   Surat : તહેવારો ટાણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ, 900 કિલો નકલી ઘી ઝડપાયું

Read Full Story arrow_forward
Junagadhમાં આચાર્ય સંઘમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, સર્વસંમતિના અભાવે જૂનાગઢે રાજ્ય સંઘમાં ગુમાવ્યું મહત્વનું પદ!
calendar_today October 23, 2026

Junagadhમાં આચાર્ય સંઘમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, સર્વસંમતિના અભાવે જૂનાગઢે રાજ્ય સંઘમાં ગુમાવ્યું મહત્વનું પદ!

શૈક્ષણિક આખીય સિસ્ટમ અને આચાર્યોના હિત માટે કાર્ય કરતી સંસ્થાઓમાં કેટલીકવાર આંતરિક અસંતોષ કેવું સ્વરૂપ ધારણ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ જૂનાગઢથી સામે આવ્યું છે. જૂનાગઢ આચાર્ય સંઘની અંદર ચાલી રહેલા આંતરિક વિખવાદ અને ફૂટના કારણે સંઘે રાજ્ય કક્ષાએ પોતાનું એક અત્યંત મહત્ત્વનું પદ ગુમાવવું પડ્યું છે. સંઘના પદાધિકારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ અને સર્વસંમતિના અભાવના કારણે જૂનાગઢ જિલ્લાએ આ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.એકથી વધુ દાવેદારી અને ખેંચતાણને લીધે રાજ્ય સંઘમાં હોદ્દો રહ્યો ખાલીપ્રાપ્ત વિગતો અનુસાર, પદ મેળવવા માટે સંઘની અંદર જ એકથી વધુ દાવેદારો મેદાને આવ્યા હતા. કોઈ એક નામ પર સહમતી સધાઈ ન હોવાને કારણે અને આંતરિક ખેંચતાણ ચાલુ રહેવાને પરિણામે આખી પ્રક્રિયા પર પાણી ફરી વળ્યું હતું. પરિસ્થિતિ એવી સર્જાઈ કે રાજ્ય સંઘની અંદર જૂનાગઢના ફાળે આવતો મહત્ત્વનો હોદ્દો બિલકુલ ખાલી જ રહી ગયો, જે જિલ્લાના શૈક્ષણિક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.પ્રમુખનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલઆ સમગ્ર શરમજનક અને નિરાશાજનક સ્થિતિ બાદ જૂનાગઢ આચાર્ય સંઘના પ્રમુખ દ્વારા સંઘના તમામ હોદ્દેદારોને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં આંતરિક વિખવાદ અને પદ ગુમાવવા પાછળના અસલી કારણોનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પત્ર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ શિક્ષણ ક્ષેત્રે અને આચાર્ય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે તથા જૂથવાદ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ પણ વાંચો : Rajkotમાં શાળાઓમાં અનઅધિકૃત પ્રવેશના પરિપત્રથી મોટો વિવાદ, સામાજિક સંસ્થાઓ અને ટ્રસ્ટો મુશ્કેલીમાં મુકાયા

Read Full Story arrow_forward
Delhi-NCRમાં આઈફોન Duo પ્રત્યે ગ્રાહકોની ઘેલછા, 5 મિનિટમાં મોબાઈલ આઉટ ઓફ સ્ટોક!
calendar_today October 23, 2026

Delhi-NCRમાં આઈફોન Duo પ્રત્યે ગ્રાહકોની ઘેલછા, 5 મિનિટમાં મોબાઈલ આઉટ ઓફ સ્ટોક!

એપલના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo ને લઈને ગ્રાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતમાં ડિલિવરી શરૂ થતાં જ આ ફોનની ડિમાન્ડ એટલી વધી ગઈ કે દિલ્હી-NCRમાં બ્લિંકીટ (Blinkit) પર ઉપલબ્ધ આખો સ્ટોક માત્ર 5 મિનિટમાં જ વેચાઈ ગયો. હવે કંપની વધુ યુનિટ્સ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આગામી અઠવાડિયામાં ગ્રાહકોને તેને ખરીદવાની વધુ એક તક મળી શકે.બ્લિંકીટ પર સવારે 8:15 વાગ્યે આવ્યો ફોન, 5 મિનિટમાં સ્ટોક ખતમબ્લિંકીટની પેરેન્ટ કંપની ઇટરનલના સીઈઓ અલ્બિન્દર ઢીંડસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 23 ઓક્ટોબરે સવારે 8:15 વાગ્યે બ્લિંકીટ પર iPhone Duo ની ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. હાલમાં આ સુવિધા માત્ર દિલ્હી-NCR ના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હતી. ફોનની સેલ શરૂ થયાના થોડીવારમાં જ તમામ યુનિટ્સ વેચાઈ ગયા. ઢીંડસાના જણાવ્યા અનુસાર, સ્ટોક ખતમ થવામાં માત્ર 5 મિનિટ લાગી. તેમણે એ પણ જણાવ્યું કે બ્લિંકીટ આગામી અઠવાડિયામાં ફોનની વધુ યુનિટ્સ ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહી છે. જેથી જે ગ્રાહકોને પહેલી વારમાં ફોન નથી મળી શક્યો, તેમણે આગામી સ્ટોકની રાહ જોવી પડી શકે છે. ભારતમાં પહેલા અઠવાડિયાનો સ્ટોક પણ ખતમiPhone Duo ની ડિમાન્ડ ફક્ત બ્લિંકીટ પૂરતી મર્યાદિત નથી. એક રિપોર્ટ મુજબ, એપલ ભારતમાં iPhone Duo ના પહેલા અઠવાડિયા માટે નક્કી કરેલો સ્ટોક સેલ શરૂ થતા પહેલા જ વેચી ચૂક્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (BKC) અને નવી દિલ્હીના સાકેત સ્થિત એપલ સ્ટોર્સમાં સૌથી વધુ પ્રી-બુકિંગ નોંધાઈ હતી. બંને સ્ટોરમાં બુકિંગની સંખ્યા લગભગ સરખી જણાવવામાં આવી છે. iPhone Duo નું પ્રી-બુકિંગ ભારતમાં 16 ઓક્ટોબરથી શરૂ થયું હતું. શરૂઆતના બુકિંગના આંકડા બતાવે છે કે ફોલ્ડેબલ આઈફોનની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ગ્રાહકોમાં તેને લઈને ભારે ઉત્સુકતા છે.₹2,99,900 થી શરૂ થાય છે કિંમત ભારતમાં iPhone Duo ની કિંમત સ્ટોરેજ વેરિઅન્ટના હિસાબે ₹2,99,900 થી ₹4,49,900 સુધી છે. સ્ટોરેજ મુજબ તમામ વેરિઅન્ટ્સની કિંમતો:• 256GB (બેઝ વેરિઅન્ટ): 2,99,900 રૂપિયા• 512GB વેરિઅન્ટ: 3,24,900 રૂપિયા• 1TB વેરિઅન્ટ: 3,74,900 રૂપિયા• 2TB (ટોપ વેરિઅન્ટ): 4,49,900 રૂપિયાફોનને બંધ કરવા પર તેમાં 5.4-inch ની ડિસ્પ્લે મળે છે, જ્યારે ખોલવા પર સ્ક્રીનનો આકાર 7.6-inch થઈ જાય છે. કાઉન્ટરપૉઇન્ટ રિસર્ચના ડિરેક્ટર તરુણ પાઠકના મતે, ફોનની ફોલ્ડેબલ ડિઝાઇન, મોટી સ્ક્રીન અને યુઝર ઇન્ટરફેસ એપલના વર્તમાન ગ્રાહકોની સાથેસાથે એવા લોકોને પણ આકર્ષિત કરી શકે છે, જેઓ લાંબા સમયથી ફોલ્ડેબલ iPhone ની રાહ જોઈ રહ્યા હતા. તેઓ માને છે કે શરૂઆતમાં iPhone Duo ભારતમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારના ટોટલ રેવેન્યુ વધારવામાં વધુ યોગદાન આપી શકે છે, જ્યારે કુલ વેચાતા ફોનની સંખ્યા પર તેની અસર ધીમે-ધીમે દેખાઈ આવશે. આનાથી ફોલ્ડેબલ ફોનના માર્કેટને પણ વધુ ચર્ચા મળી શકે છે.વેઈટિંગ પીરિયડ લંબાયો- ગ્રાહકોએ જોવી પડશે લાંબી રાહફોનની ડિમાન્ડની અસર ડિલિવરીની તારીખો પર પણ પડી છે. પ્રી-બુકિંગ શરૂ થયાના થોડીવારની અંદર જ એપલે ડિલિવરીનો અંદાજિત સમય વધારીને જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા સુધી કરી દીધો હતો. એટલે કે હવે ફોન બુક કરનારા કેટલાક ગ્રાહકોએ ડિલિવરી માટે લાંબી રાહ જોવી પડી શકે છે. એક રિપોર્ટ મુજબ, એપલે ગ્રાહકોના પ્રતિસાદને અત્યંત શાનદાર ગણાવ્યો છે. હાલમાં, વધુ માંગ અને મર્યાદિત પુરવઠા વચ્ચે કંપની સામે ફોનની ઉપલબ્ધતા વધારવાનો મોટો પડકાર છે. આગામી અઠવાડિયામાં બ્લિંકીટ પર નવો સ્ટોક આવવા અને એપલનો પુરવઠો વધવાથી જ સ્પષ્ટ થશે કે ગ્રાહકોને iPhone Duo કેટલી જલ્દી મળી શકશે.વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d

Read Full Story arrow_forward