android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar મનપાના નવા મેયર કોણ બનશે? 44માંથી 38 બેઠકો જીત્યા બાદ ભાજપમાં રાજકીય દોડધામ તેજ
calendar_today October 23, 2026

Gandhinagar મનપાના નવા મેયર કોણ બનશે? 44માંથી 38 બેઠકો જીત્યા બાદ ભાજપમાં રાજકીય દોડધામ તેજ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ 44 માંથી 38 બેઠકો પર શાનદાર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. આ પ્રચંડ વિજય બાદ હવે ગાંધીનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર કોણ બનશે તેને લઈને રાજકીય ગલીઓમાં ચર્ચાઓ અને અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. આ વખતે મેયર પદ બક્ષીપંચ સમુદાય માટે અનામત ફાળવવામાં આવ્યું હોવાથી, ભાજપ દ્વારા કયા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે.મેયર પદની રેસમાં અંકિત બારોટ, કનુ દેસાઈ, મહેશ ચૌધરી અને ધર્મેન્દ્ર નાયી મોખરેમેયર પદ માટે ભાજપના વિવિધ જૂથો અને સક્રિય નેતાઓના નામ જોરશોરથી ચર્ચામાં છે. પ્રાપ્ત વિગતો મુજબ, યુવા અને સક્રિય નેતા અંકિત બારોટ તેમજ પીઢ સંગઠન કાર્યકર કનુ દેસાઈ આ રેસમાં પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત, મહેશ ચૌધરી કે જેઓ ઓબીસી હોવા છતાં જનરલ બેઠક પરથી શાનદાર વિજય મેળવીને આવ્યા છે, તેમનું નામ પણ મોખરે છે. સાથે જ વોર્ડ નંબર ૧૦ માંથી ભાજપ પેનલમાંથી વિજેતા બનેલા ધર્મેન્દ્ર નાયીનું નામ પણ મેયર પદની રેસમાં ખૂબ ચર્ચાઈ રહ્યું છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ દાવેદારોની લાઈન લાગીમાત્ર મેયર પદ જ નહીં, પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાના અત્યંત મહત્વપૂર્ણ એવા 'સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન' પદ માટે પણ લોબિંગ અને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ પદ માટે વોર્ડ નંબર ૧૧ ના કોર્પોરેટર જશવંત પટેલ, વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર મહેન્દ્ર પટેલ તેમજ વોર્ડ નંબર ૯ ના જ અન્ય કોર્પોરેટર ગૌરાંગ પટેલના નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. આગામી સમયમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા કયા નામો પર અંતિમ મહોર મારવામાં આવે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકારણીઓની નજર છે.આ પણ વાંચો : Mahisagar News : પાણી નહીં મળે તેવા પત્રથી સળગ્યો હતો વિરોધ, સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દોડતું થયું

Read Full Story arrow_forward
Chhota Udepurની ભારજ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર પ્રાંત અધિકારીના દરોડા, બે ટ્રેક્ટર જપ્ત!
calendar_today October 23, 2026

Chhota Udepurની ભારજ નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર પ્રાંત અધિકારીના દરોડા, બે ટ્રેક્ટર જપ્ત!

છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ સંપત્તિ ગણાતી રેતીના ગેરકાયદે ખનન સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં રેતીની ભારે માંગને કારણે રેતી માફિયાઓ બેફામ બન્યા છે અને જિલ્લાની વિવિધ નદીઓમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘણી બધી રેતીની લીઝો સત્તાવાર રીતે બંધ હોવા છતાં ખાનગીમાં બેરોકટોક ખનન ચાલતું હોવાની બાતમી પ્રાંત અધિકારી (SDM) ને મળી હતી. આ બાતમીના આધારે પ્રાંત અધિકારીએ શીહોદ ગામ પાસેથી પસાર થતી ભારજ નદીના પટમાં અચાનક દરોડો (રેડ) પાડ્યો હતો.ટ્રેક્ટરમાં રેતી ભરી રહેલા તત્વોમાં મચી ગઈ ભાગદોડપ્રાંત અધિકારીની આગેવાનીમાં પોલીસ અને વહીવટી ટીમ અચાનક ભારજ નદી પર ત્રાટકતા જ ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરોમાં રેતી ભરી રહેલા ખનનકર્તાઓ અને માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. અધિકારીએ સ્થળ પર જ તપાસ હાથ ધરીને ગેરકાયદે રેતી ખનન કરતા બે ટ્રેક્ટરોને રંગેહાથ ઝડપી લીધા હતા. અચાનક થયેલી આ સરપ્રાઈઝ વિઝિટના કારણે રેતી ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.એસડીએમ દ્વારા કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરાઈસ્થળ પરથી ગેરકાયદે રેતી ભરેલા અને પરિવહન માટે વપરાતા બે ટ્રેક્ટર જપ્ત કરીને એસડીએમ દ્વારા પોલીસ અને માઇનિંગ વિભાગની મદદથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં હાહાકાર મચી ગયો છે, અને આગામી દિવસોમાં પણ આ પ્રકારે દરોડાની કાર્યવાહી ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jetpur: લગ્નના માંડ 6 મહિનામાં શંકાનું કાળમુખું ઝેર; દારૂડિયા પતિએ માસૂમ પત્નીને રહેંસી નાખી આત્મહત્યામાં ખપાવવાનો રચ્યો ખેલ!
calendar_today October 23, 2026

Jetpur: લગ્નના માંડ 6 મહિનામાં શંકાનું કાળમુખું ઝેર; દારૂડિયા પતિએ માસૂમ પત્નીને રહેંસી નાખી આત્મહત્યામાં ખપાવવાનો રચ્યો ખેલ!

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ-પીઠડીયા રેલવે ટ્રેક પરથી મળી આવેલી અજાણી યુવતીની લાશ પાછળનો અત્યંત સનસનાટીભર્યો અને કમકમાટી ઉપજાવે તેવો ભેદ વીરપુર પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કોઈ આકસ્મિક બનાવ કે આત્મહત્યા નહીં, પરંતુ ચારિત્ર્યની શંકામાં પતિ દ્વારા કરવામાં આવેલો પૂર્વઆયોજિત હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પત્નીનું ગળું દબાવ્યા બાદ પણ શ્વાસ ચાલુ જણાતાં માથામાં પથ્થરોના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશને ટ્રેક પર ફેંકી દેનાર હત્યારા પતિ દીપક સેંગારને વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ટ્રેનના લોકો પાયલટની સતર્કતાથી ષડયંત્રનો પર્દાફાશ થયોમોડી રાત્રિના સુમારે કાગવડ-પીઠડીયા વચ્ચેના રેલવે ટ્રેક પરથી ગાંધીનગર-વેરાવળ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેના લોકો પાયલટ (ડ્રાઈવર) ને ટ્રેક પર કંઈક શંકાસ્પદ વસ્તુ કે માનવશરીર પડ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.ડ્રાઈવરે તાત્કાલિક જેતલસર રેલવે કંટ્રોલ રૂમને એલર્ટ કરતાં પાછળ આવી રહેલી બાંદ્રા-વેરાવળ ટ્રેનના ડ્રાઈવરને ચોક્કસ લોકેશન આપી ગતિ ધીમી રાખવા સૂચના અપાઈ હતી.લોકો પાયલટે સ્થળ પર ટ્રેન રોકી તપાસ કરતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતદેહનો કબજો જેતલસર રેલવે પોલીસ મારફતે હદ વિસ્તાર ધરાવતી વીરપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.ફોરેન્સિક PM રિપોર્ટમાં ગળું દબાવ્યાની પુષ્ટિવીરપુર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સથી તપાસ કરતાં મૃતક મહિલા મૂળ મધ્યપ્રદેશની વતની અને કાગવડની સીમમાં પરિવાર સાથે રહી ખેતમજૂરી કરતી 20 વર્ષીય દક્ષાબેન દીપકભાઈ સેંગાર હોવાનું ખુલ્યું હતું.જેતપુર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ ખાતે કરાવવામાં આવેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL/PM) રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે યુવતીનું મોત ટ્રેનની અડફેટે આવવાથી નહીં, પરંતુ ગળું દબાવીને શ્વાસ રુંધવાથી થયું છે.હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસે મૃતકના પતિ દીપક સેંગારને રાઉન્ડ-અપ કરી આકરી પૂછપરછ શરૂ કરી હતી.'શ્વાસ ચાલતો હતો એટલે માથામાં પથ્થર માર્યા'પોલીસ પૂછપરછમાં આરોપી દીપકે ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું મૃતક દક્ષાના પિતા સમીરભાઈ ભૂરિયાની ફરિયાદ મુજબ, દીકરીના લગ્ન ૬ મહિના પૂર્વે જ દીપક સાથે થયા હતા. દીપક દારૂ પીને દક્ષાના ચારિત્ર્ય પર અવારનવાર શંકા કરી મારઝૂડ કરતો હતો.ગત રાત્રે બોલાચાલી થતાં દીપકે આવેશમાં આવી પત્ની દક્ષાનું ગળું દબાવી દીધું હતું.પત્ની મરી ગઈ હોવાનું માની લાશને આત્મહત્યામાં ખપાવવા તે રેલવે ટ્રેક પર લઈ ગયો હતો. જોકે ટ્રેક પર પહોંચતાં દક્ષાનો શ્વાસ ચાલતો હોવાનું જણાતાં તેણે નિર્દયતાથી માથાના ભાગે પથ્થરો ઝીંકી તેને પતાવી દીધી હતી.ઉતાવળમાં લાશનો માત્ર માથાનો હિસ્સો જ પાટા પર રહ્યો અને બાકીનું શરીર બહાર રહી ગયું હતું, જેના કારણે ટ્રેન નીચે ચગદાઈ જવાનો તેનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.દીપકે આ કરતૂત પોતાના પિતા પ્રતાપભાઈને જણાવી હતી, જેમણે વેવાઈ સમીરભાઈને જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.આ પણ વાંચો: Dahod: ત્રિપલ અકસ્માતમાં જિંદગી સામેનો જંગ હારી ગયો 14 વર્ષનો માસૂમ; મૃત્યુઆંક વધીને 4 પહોંચતા હાહાકાર

Read Full Story arrow_forward