android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : મહામંડલેશ્વર સુખરામ દાસને ધમકી, ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી ખંડણી માગી
calendar_today January 26, 2026

Junagadh : મહામંડલેશ્વર સુખરામ દાસને ધમકી, ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી ખંડણી માગી

જૂનાગઢમાં ખાખી મઢીના મહંત તથા મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુને ધમકી આપવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મહંત પાસે ખંડણીની માંગ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહી ધમકી આપી માહિતી અનુસાર, આરોપીએ મહંત સુખરામ દાસ બાપુના પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહી તેમની સામે ખોટી એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને આ મામલે સમાધાન બદલ ખંડણી માંગવામાં આવી હતી. મહંત સુખરામ દાસ બાપુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ ઘટનાથી વ્યથિત થઈ મહંત સુખરામ દાસ બાપુએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લીધો હોવાનું બાપુએ જણાવ્યું હતું. મેંદરડામાં મે પોલીસ ફરિયાદ કરી છે બાપુએ વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે 16 જાન્યુઆરીએ મને ધમકી ભર્યો ફોન આવ્યો હતો અને તમે પૈસા આપો નહીતર ખોટો કેસ કરી દઇશ તેમ જણાવ્યું હતું. હું કોઇ વિવાદાસ્પદ નિવેદનમ આપતો નથી. સંતો મહંતોને કેટલાક લોકો આ રીતે બ્લેમેઇલ કરે છે. તો બ્લેક મેઇલ કરનારા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઇએ. આ મામલે મે ડીવાયએસપીને લેખીતમાં રજૂઆત કરી હતી જેથી પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ગોતીને ધરપકડ કરી છે. મેંદરડામાં મે પોલીસ ફરિયાદ કરી છે. આ પણ વાંચો-----     Rajkotમાં બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો, આરોપીએ બદ ઇરાદે બાળકીનું આપહરણ કર્યુ હતું

Read Full Story arrow_forward
Botad News : મતદાર જાગૃતિમાં નવીન ટેકનોલોજી આધારિત પહેલ માટે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ
calendar_today January 26, 2026

Botad News : મતદાર જાગૃતિમાં નવીન ટેકનોલોજી આધારિત પહેલ માટે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

આ શ્રેણીમાં ગુજરાત રાજ્યમાંથી માત્ર બોટાદ જિલ્લાને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પુરસ્કાર બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. જિન્સી રોયએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સમારંભ દરમિયાન સ્વીકાર્યો. રોબોટિક્સના સમન્વયથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મતદારને વધુ શિક્ષિત કરવાનો આ રાષ્ટ્રીય સન્માન દ્વારા ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં રોબોટિક્સના પ્રથમ સુવ્યવસ્થિત અને સંરચિત ઉપયોગને માન્યતા આપવામાં આવી છે. આ પહેલનું વિચાર, આયોજન, અમલ તથા સતત દેખરેખ બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું. બોટાદ કલેક્ટર જીન્સી રોયનો ઉદેશ્ય ડિજિટલ અને રોબોટિક્સના સમન્વયથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મતદારને વધુ શિક્ષિત કરવાનો તથા અસરકારક અને રસપ્રદ પધ્ધતિથી સર્વસામાન્ય નાગરિકો સુધી પહોંચાવાનો હતો. જાહેર સ્થળોએ વ્યૂહાત્મક રીતે બોટ્રોનની રજૂઆત કરવામાં આવી હતી મતદાર સંબંધિત માહિતી ચોક્કસ પૂર્વગ્રહમુક્ત અને એકરૂપ રીતે જનમાનસ સુધી પહોંચે તે માટે રોબોટિક્સને યોગ્ય માધ્યમ તરીકે અપનાવીને BOTRON ને બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રચાર પ્રસાર માટે મૂકવામાં આવ્યો. કલેક્ટર જીન્સી રોયના સીધા માર્ગદર્શન હેઠળ બોટ્રોનનું ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ક્ષેત્રીય સ્તરે તેનું અમલીકરણ કરવામાં આવ્યું. રોબોટમાં ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત અને મંજૂર કરાયેલા સંદેશાઓ જેમ કે મતદાર નોંધણી, મતદાર યાદી સુધારણા, નૈતિક મતદાન અને ચૂંટણી કાર્યક્રમ અંગેની માહિતી સમાવિષ્ટ કરવામાં આવી. વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચ સુનિશ્ચિત થાય તે માટે ઉચ્ચ અવર જવરવાળા જાહેર સ્થળોએ વ્યૂહાત્મક રીતે બોટ્રોનની રજૂઆત કરવામાં આવી હતી. ટેકનોલોજી આધારિત મતદાર જાગૃતિ માટે અનુસરણ યોગ્ય શ્રેષ્ઠ પ્રથા તરીકે સ્થાપિત થશે આ તકે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કલેક્ટર દ્વારા બોટ્રોનની ક્ષેત્રસ્તરની કામગીરી તથા નાગરિક પ્રતિસાદની નિયમિત સમીક્ષા કરવામાં આવતી હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર મતદારો, યુવાનો અને શહેરી વિસ્તારના નાગરિકોમાં આ પહેલે નોંધપાત્ર જાગૃતિ અને રસ પેદા કર્યો હતો. પરિણામે પરંપરાગત માનવ સંસાધન આધારિત જાગૃતિ ફેલાવનાર પ્રવૃત્તિઓ પરનો આધાર ઘટ્યો હતો અને મતદાન પ્રત્યે જન ભાગીદારીમાં વધારો થયો.ચૂંટણી સત્તાવાળાઓએ નોંધ્યું છે કે, બોટ્રોન પહેલ એનું ઉત્તમ ઉદાહરણ છે કે જિલ્લા સ્તરે વહીવટી નેતૃત્વ અને આધુનિક ટેકનોલોજીનું સંયોજન લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી શકે છે. આ રાષ્ટ્રીય પુરસ્કારથી બોટાદ જિલ્લાનું મોડલ સમગ્ર દેશમાં ટેકનોલોજી આધારિત મતદાર જાગૃતિ માટે અનુસરણ યોગ્ય શ્રેષ્ઠ પ્રથા તરીકે સ્થાપિત થશે. આ પણ વાંચો : Republic Day 2026 : સુરેન્દ્રનગર જિલ્લામાં પરેડ ગ્રાઉન્ડ ખાતે "પ્રજાસત્તાક પર્વ"ની શાનદાર ઉજવણી કરાઈ

Read Full Story arrow_forward
Surat: ઘરકંકાસનો લોહીયાળ અંજામ, પત્નીએ કરી પતિની નિર્મમ હત્યા
calendar_today January 26, 2026

Surat: ઘરકંકાસનો લોહીયાળ અંજામ, પત્નીએ કરી પતિની નિર્મમ હત્યા

સુરતના લીંબાયત વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં પવિત્ર ગણાતા પતિ-પત્નીના સંબંધો લજવાયા છે. ઘરકંકાસથી કંટાળેલી એક પત્નીએ પોતાના જ પતિની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ મામલે લીંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પતિને પીવાના દૂધમાં ઝેરી દવા ભેળવીને આપી હતીમળતી માહિતી પ્રમાણે પત્ની અને પતિ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા રહેતા હતા. આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા પત્નીએ ખતરનાક કાવતરૂં ઘડ્યું હતું. સૌપ્રથમ તેણે પતિને પીવાના દૂધમાં ઝેરી દવા ભેળવીને આપી હતી. પત્નીનો ઇરાદો પતિને ઝેર આપીને પતાવી દેવાનો હતો. જોકે, ઝેર આપ્યા બાદ પણ જ્યારે પતિનું મૃત્યુ ન થયું. ત્યારે તે વધુ હિંસક બની ગઇ હતી. ઠંડા કલેજે કરેલી હત્યા ઝેરની અસર ઓછી થતી જોઈ પત્નીએ મન મક્કમ કરી પતિ પર હુમલો કર્યો હતો. તેણે પોતાના જ હાથે પતિનું ગળું દબાવી દીધું હતું. ગળું ટૂંપાવાને કારણે શ્વાસ રુંધાતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ કાફલો તરત જ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને શંકાના આધારે પોલીસે પત્નીની કડક પૂછપરછ કરી હતી, જેમાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. હાલમાં પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સતત થતા ઘરકંકાસ ક્યારેક ભયાનક અપરાધનું સ્વરૂપ ધારણ કરી લે છે.આ પણ વાંચોઃ Kutch: નડાબેટ ઝીરો પોઈન્ટ પર 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

Read Full Story arrow_forward