android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
77મા પ્રજાસત્તાક દિવસ પર અશોકચક્રથી કરાશે સન્માનિત, જાણો કોણ છે શુભાંશુ શુક્લા
calendar_today January 26, 2026

77મા પ્રજાસત્તાક દિવસ પર અશોકચક્રથી કરાશે સન્માનિત, જાણો કોણ છે શુભાંશુ શુક્લા

26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની સમગ્ર ભારતમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર આજે ભારતની સંસ્કૃતિથી લઈને સંરક્ષણ ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિની ઝાંખી જોવા મળશે. ભારતના આ રાષ્ટ્રીય તહેવાર પર દિલ્હીમાં ખાસ મહેમાનો ઉપરાંત વિશેષ મહેમાનમાં ખેડૂતથી લઈને શ્રમિકોને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતના વીર સપૂત અને શૌર્ય દાખવવા બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અવકાશ યાત્રી શુભાંશુ શુકલાનું પણ સન્માન કરવામાં આવશે.

Read Full Story arrow_forward
Gold Silver Rate today: ટ્રમ્પની ચાલથી સોનું થયું મજબૂત, ચાંદીમાં પણ તેજી, જાણો 26 જાન્યુઆરીએ સોના ચાંદીનો લેટેસ્ટ રેટ
calendar_today January 26, 2026

Gold Silver Rate today: ટ્રમ્પની ચાલથી સોનું થયું મજબૂત, ચાંદીમાં પણ તેજી, જાણો 26 જાન્યુઆરીએ સોના ચાંદીનો લેટેસ્ટ રેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી ફેલાયેલી અનિશ્ચિતતા અને તણાવ વચ્ચે સોનાનો ભાવ સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો. સલામત રોકાણ તરીકે ગણવામાં આવતા રવિવારે પહેલીવાર સોનાનો ભાવ $5,000 ને વટાવી ગયો. ટ્રેડિંગ દરમિયાન સોનું વધીને $5,026 પ્રતિ ઔંસ થયું. એક દિવસ પહેલા શુક્રવારે, ચાંદી પણ પહેલીવાર $102 પ્રતિ ઔંસને વટાવી ગઈ. ટ્રમ્પના બીજા કાર્યકાળ પછી સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે.ભારતમાં સોના ચાંદીનો ભાવઆજે પ્રજાસત્તાક દિવસને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ તેમના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ગયા અઠવાડિયે શુક્રવારે, MCX પર સોનાનો ભાવ 1,55963 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ 3,34,600 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો. ગુડ રિટર્ન્સ અનુસાર વાત કરીએ તો આજે સોનાની કિંમત 160300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 24 કેરેટની નોંધાઇ છે. સોના અને ચાંદીના ભાવ શું છે?ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹160,250 પર પહોંચી ગયો છે. વધુમાં, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ₹146,890 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ₹120,180 પર પહોંચી ગયો છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹334,900 પર પહોંચી ગયો છે.મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર) શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ  1,60,300 1,46,940રાજકોટ 1,60,300 1,46,940વડોદરા 1,60,300 1,46,940સુરત  1,60,300 1,46,940દિલ્હી 1,60,400 1,47,040મુંબઈ 1,60,250 1,46,890સોના ચાંદીમાં ભાવ વધારો કેમ ?   ગ્રીનલેન્ડ અંગે ટ્રમ્પના નિવેદન અને યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ પર દબાણથી સોનાના ભાવમાં વધારો થયો છે. જો કે છેલ્લા બે વર્ષમાં, નબળો ડોલર, સેન્ટ્રલ બેંકની જંગી ખરીદી અને વધતી જતી ફુગાવાથી પણ સોનાના ભાવમાં વધારો થયો છે. જાન્યુઆરી 2024માં સોનાનો ભાવ $2,000 પ્રતિ ઔંસ હતો. યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધો ઉપરાંત, વેનેઝુએલામાં યુએસ હસ્તક્ષેપ પણ સોનાના ભાવમાં વધારો કરવામાં ફાળો આપ્યો છે. Forex.com ના બજાર વિશ્લેષક ફવાદ રઝાકઝાદા કહે છે કે તાજેતરના દિવસોમાં સોનાને સલામત રોકાણ તરીકે સ્પષ્ટપણે સ્થાન મળ્યું છે. તેમનું કહેવું છે કે રોકાણકારો હજુ પણ સલામતીને પ્રાથમિકતા આપી રહ્યા છે, જ્યારે ડોલર અને બોન્ડમાં વિશ્વાસ થોડો નબળો પડ્યો છે. ગયા અઠવાડિયે ટ્રમ્પે ખનિજ સમૃદ્ધ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની અમેરિકાની યોજનાનો વિરોધ કરી રહેલા ઘણા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપવાથી પીછેહઠ કરી હતી. જોકે ટ્રમ્પના નિવેદનોથી અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ વધ્યો, જેનાથી વેપાર યુદ્ધ અને અમેરિકાના રોકાણ અંગે અનિશ્ચિતતા ફરી જાગી. આનાથી ડોલર પર પણ અસર પડી જે યુરો સામે ચાર મહિનાના નીચલા સ્તરે આવી ગયો જ્યારે સોનાના ભાવમાં વધુ વધારો થયો. 

Read Full Story arrow_forward
Republic Day 2026 : જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ, પરેડ અને ટેબ્લોનું પ્રદર્શન
calendar_today January 26, 2026

Republic Day 2026 : જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ, પરેડ અને ટેબ્લોનું પ્રદર્શન

 અમદાવાદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી.. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.  પ્રજાસત્તાક પર્વને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા પરેડ અને માર્ચ પાસ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું.સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન પ્રજાસત્તાક પર્વના પ્રસંગે સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હતી, જેનાથી જાહેર જનતા ને યોગ્ય માહિતી સાથે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી DyCM હર્ષ સંઘવીએ જાહેર જનતાને સંબોધન કરતાં મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવા અપીલ કરી. તેમણે જણાવ્યું, અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો કનેક્ટિવિટી છે, જેનાથી મુસાફરી સરળ બને છે. મેટ્રો ટ્રેન સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરો અને મેટ્રો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ યોગ્ય ઉપયોગ કરો. ઉપયોગની સાથે જાળવણી અને સ્વચ્છતાની જવાબદારીનો પણ સંદેશ આપ્યો સંઘવીએ લોકોને ઉપયોગની સાથે જાળવણી અને સ્વચ્છતાની જવાબદારીનો પણ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું, “ઉપયોગ સાથે જાળવણી પણ કરો, સ્વચ્છ રાખો અને અન્ય લોકો ગંદકી ન કરે તે સુનિશ્ચિત કરો.” આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

Read Full Story arrow_forward