android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News: PI-PSIની સોસાયટીમાં ત્રાટક્યા તસ્કરો
calendar_today January 24, 2026

Kheda News: PI-PSIની સોસાયટીમાં ત્રાટક્યા તસ્કરો

ખેડા જિલ્લામાં કડકડતી ઠંડીનો લાભ ઉઠાવીને તસ્કરો હવે બેફામ બની રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ઉત્તરસંડાની હાઈપ્રોફાઈલ ગણાતી 'શાહી કુટીર સોસાયટી'માં વહેલી પરોઢે તસ્કરોએ ખાતર પાડવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. નવાઈની વાત તો એ છે કે, આ એ જ સોસાયટી છે, જ્યાં વડતાલ પોલીસ મથકના PI અને ખેડા LCBના PSI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વસવાટ કરે છે.ફેન્સિંગ તોડીને સોસાયટીમાં પ્રવેશ્યા ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લાના ઉત્તરસંડા શહેરની શાહી કુટીર સોસાયટીમાં વહેલી સવારે તસ્કરો સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પર લાગેલી સુરક્ષા ફેન્સિંગ તોડીને અંદર ઘૂસ્યા હતા. તસ્કરોએ સોસાયટીના ઘર નંબર 112 અને 125ને નિશાન બનાવ્યા હતા. જોકે, જાગૃત રહીશો અથવા અન્ય કોઈ કારણોસર ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તસ્કરોની હિંમત જોઈને રહીશો ફફડી ઉઠ્યા છે. CCTVમાં કેદ થઈ ચોરોની હિલચાલ ચોરી કરવા આવેલા તસ્કરો સોસાયટીના CCTV કેમેરામાં કેદ થયા છે. ફૂટેજમાં તસ્કરો બિન્દાસ્ત રીતે હિલચાલ કરતા નજરે પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક જ સપ્તાહમાં આ સોસાયટીમાં તસ્કરોએ બીજી વાર પગપેસારો કર્યો છે. પોલીસ અધિકારીઓના નિવાસસ્થાન હોવા છતાં તસ્કરોની આ હિંમત પોલીસ તંત્ર માટે ખુલ્લા પડકાર સમાન છે. રહીશોમાં રોષ અને ડર ચોરીના પ્રયાસો છતાં યોગ્ય પોલીસ ફરિયાદ ન થતી હોવાથી તસ્કરોનો રસ્તો સાફ થઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસના નાક નીચે જ તસ્કરો હાથફેરો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે હવે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ વધારશે કે કેમ તે જોવાનું રહ્યું. આ પણ વાંચો - Kheda: સેવાલિયામાં ખનીજ માફિયાઓ પર ગાંધીનગરથી દરોડો, ગેરકાયદે માઈન્સ પરથી કરોડોના મશીનો જપ્ત

Read Full Story arrow_forward
Ahmedabad : પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી AMCએ પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને સીલ કરી, પરીક્ષા સમયે જ થયેલી કાર્યવાહીથી વિદ્યાર્થીઓ અટવાયા
calendar_today January 24, 2026

Ahmedabad : પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી AMCએ પાલડીની પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને સીલ કરી, પરીક્ષા સમયે જ થયેલી કાર્યવાહીથી વિદ્યાર્થીઓ અટવાયા

અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સ બાકી ધરાવતી મિલકતો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી અંતર્ગત પાલડી વિસ્તારમાં આવેલી સરકાર હસ્તક પ્રભુદાસ ઠક્કર આર્ટ્સ-કોમર્સ કોલેજને પણ AMC દ્વારા સીલ કરવામાં આવી છે.કોલેજનો 11 લાખ 77 હજાર જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી માહિતી મુજબ, કોલેજ પાસે કોર્પોરેશનનો રૂ. 11 લાખ 77 હજાર જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો. પરીક્ષા પૂર્વે જ કોલેજને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાયા AMC દ્વારા પરીક્ષા પૂર્વે જ કોલેજને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. હોલ ટિકિટ વિતરણ પ્રક્રિયા ચાલી રહી છેહાલ યુનિવર્સિટીની હોલ ટિકિટ વિતરણ પ્રક્રિયા ચાલી રહી છે, તે દરમિયાન જ કોલેજ સીલ થવાથી વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. મધ્યસત્ર દરમ્યાન લેવાયેલ આ પગલાંથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. અધ્યાપક મંડળે AMC તંત્ર સમક્ષ રજૂઆત કરી આ મામલે કોલેજના અધ્યાપક મંડળે AMC તંત્ર સમક્ષ રજૂઆત કરી છે અને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક શૈક્ષણિક કોલેજનું સીલ ખોલવાની માંગ કરી છે. શિક્ષણ સંસ્થાને સીલ કરવાના નિર્ણયને લઈને શહેરના શૈક્ષણિક વર્તુળોમાં પણ ચર્ચા જોર પકડી રહી છે.આ પણ વાંચો-----     Ahmedabad : વસ્ત્રાપુર NRI ટાવર ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, યશ ગોહિલ સામે પત્નીની હત્યાની ફરિયાદ, મારી નાખવાના ઇરાદે ગોળી માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

Read Full Story arrow_forward
Jasdan માં માનવતા લજાઈ, સાણથલી રોડ પર બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યું નવજાત શિશુ
calendar_today January 24, 2026

Jasdan માં માનવતા લજાઈ, સાણથલી રોડ પર બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યું નવજાત શિશુ

જસદણ તાલુકાના સાણથલી-વાસાવડ રોડ પર સ્થિત એક પેટ્રોલ પંપ પાસે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. અહીં રોડની બાજુમાં આવેલી બાવળની ઝાડીઓમાંથી અચાનક બાળકનો રડવાનો અવાજ આવતા આસપાસના સ્થાનિક લોકો દોડી ગયા હતા. તપાસ કરતા ઝાડીઓ વચ્ચે એક નવજાત શિશુ મળી આવ્યું હતું. કડકડતી ઠંડી અને ઝાડીઓ વચ્ચે ત્યજી દેવાયેલા આ માસૂમ બાળકને જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જસદણ પોલીસ એક્શનમાં બાળકની હાલતને જોતા તેને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, જસદણ પોલીસે આ ગંભીર મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઘટનાસ્થળની આસપાસના અને પેટ્રોલ પંપના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે જેથી એ જાણી શકાય કે આ ફૂલ જેવા બાળકને કયા પાષાણ હૃદયના વાલીઓ ત્યાં છોડીને ગયા હતા. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Junagadh માં મોબાઇલના વેપારીને માર મારવાનો કેસ, મોબાઇલના વેપારીઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો

Read Full Story arrow_forward