android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Narsinh Mehta Sarovar: જૂનાગઢવાસીઓની આતુરતાનો અંત, 28 જાન્યુઆરીએ નરસિંહ મહેતા સરોવરનું ભવ્ય લોકાર્પણ
calendar_today January 24, 2026

Narsinh Mehta Sarovar: જૂનાગઢવાસીઓની આતુરતાનો અંત, 28 જાન્યુઆરીએ નરસિંહ મહેતા સરોવરનું ભવ્ય લોકાર્પણ

જૂનાગઢવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરના ઐતિહાસિક અને પ્રવાસન માટે મહત્વના એવા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે. આગામી 28 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સરોવરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. આશરે 68 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓ માટે વોકિંગ ટ્રેક, લાઈટિંગ, અને બેઠક વ્યવસ્થા સહિતની અનેક આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ત્રણ વર્ષ સુધી ચાલેલી મહેનત બાદ હવે આ સરોવર નવા રંગરૂપમાં જનતા માટે ખુલ્લું મુકાશે.જૂનાગઢવાસીઓ માટે ગુડ ન્યુઝ લોકાર્પણ પૂર્વે જૂનાગઢ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ સરોવરની મુલાકાત લઈ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે, જેથી ઉદ્ઘાટન સમયે કોઈ કચાશ ન રહે. આ સરોવર ખુલવાથી માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ ગિરનારની મુલાકાતે આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે પણ એક આકર્ષક સ્થળ બની રહેશે. લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓને લઈને મનપા તંત્ર દ્વારા અત્યારથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પણ વાંચો : Jamnagar News : પ્રેમલગ્નની અદાવતમાં સાળાએ જ બનેવીને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, પોલીસે બે આરોપીની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Surat News: અમરોલીમાં ઓનલાઈન સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા
calendar_today January 24, 2026

Surat News: અમરોલીમાં ઓનલાઈન સટ્ટો રમતા બે ઈસમો ઝડપાયા

સુરત જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં ઓનલાઇન સટ્ટો રમતા બે ઈસમોને પોલીસે જેલના હવાલે કર્યા છે. આ આરોપીઓ એપ્લિકેશનના મારફતે લોકોને સટ્ટો રમાડતા હતા. આ હાઈટેક સટ્ટોડિયા પોલીસના હાથે ચડ્યા બાદ ઓનલાઈન બેટિંગનું મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે. હાલ પોલીસ દ્વારા આ બે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની વિસ્તારમાંથી પોલીસે ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી લીધા છે. આ બંને આરોપીઓ એપ્લિકેશન મારફતે ચાલતું સટ્ટા બેટિંગનું રેકેટ ચલાવતા હતા. આ બંને આરોપીઓ આઇડી અને પાસવર્ડ આપીને ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. આ બંને આરોપીઓ પાસેથી પોલીસે મોબાઇલ અને રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન બેટિંગ રેકેટ અંગે પોલીસ તપાસ આરોપીઓ શૈલેષ માલવિયા અને વિપુલ ગઢિયાની પોલીસે ધરપકડ કરી છે. આ ઓનલાઈન બેટિંગ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે, એ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વધુ તપાસ બાદ ઘણા મોટા નામો ખુલે તેવી શક્યતા છે. આ સાથે પોલીસ તપાસ બાદ ઓનલાઈન બેટિંગ રેકેટમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. આ રેકેટના છેડા અન્ય ઘણા શહેરોમાં હોય તેવી શંકા પોલીસને છે. આ પણ વાંચો - Surat માં સ્કૂલ ફંક્શન બન્યું અખાડો, પાલ વિસ્તારમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન મિસ-મેનેજમેન્ટને લઈ ભારે મારામારી

Read Full Story arrow_forward
Gandhinagar News : ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ગુજરાત લોકભવન ખાતે ભવ્ય ઉજવણી
calendar_today January 24, 2026

Gandhinagar News : ઉત્તર પ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ગુજરાત લોકભવન ખાતે ભવ્ય ઉજવણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ​​લોકભવન, ગાંધીનગર ખાતે ઉત્તરપ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયપાલે વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ભારત હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરનારો દેશ રહ્યો છે રાજ્યપાલે આ તકે પ્રસ્તુત થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરતા કહ્યું કે, ગુજરાતમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અહીં વસતા નાગરિકોએ જે કલાનું પ્રદર્શન કર્યું છે તે ભારતની એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો 'વસુધૈવ કુટુંબકમ' અને 'સર્વે ભવન્તુ સુખિનઃ'નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ભારત હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરનારો દેશ રહ્યો છે. રાજ્યપાલે ઉમેર્યું કે, આ કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક ઉજવણી જ નહીં પરંતુ એક શક્તિશાળી સંદેશ પણ છે કે એકતા એ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે. 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સહયોગી થવા આહવાન કર્યું રાજ્યપાલે કહ્યું કે, છેલ્લા ૧૧ વર્ષમાં ભારતે માળખાગત સુવિધાઓમાં ક્રાંતિ કરી છે. વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ ભારતની નવી ઓળખ બની છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા ૮ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, જે ભારતના આર્થિક ઉત્થાનનો પુરાવો છે. રાજ્યપાલે સૌને આહવાન કર્યું કે, આપણે રાષ્ટ્ર નિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરીએ અને ભારતના કૌશલ્યને વિશ્વ સમક્ષ લાવીએ. તેમણે 'આત્મનિર્ભર ભારત' અને 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સહયોગી થવા આહવાન કર્યું હતું. ગુજરાતને પોતાનું ઘર બનાવીને રહેતા વિભિન્ન રાજ્યોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉત્તરપ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી એ. કે. શર્માએ તેમના સંબોધનમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચેના વિકાસના સંબંધો અને પ્રધાનશ્રીમંત્રીના વિઝન વિશે વાત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સૌએ અસમ અને મણિપુર રાજ્યના રાજયપાલશ્રીઓના વીડિયો સંદેશ નિહાળ્યા હતા. વિભિન્ન રાજ્યોના સંગઠનોના પ્રતિનિધિઓએ રાજયપાલનું સન્માન કર્યું હતું. "એક ભારત શ્રેષ્ઠ ભારત" ની ભાવનાને મૂર્તિમંત કરતી કૃતિઓના મનમોહક પ્રદર્શન રજૂ કરવામાં આવતા હતા. આ કાર્યક્રમમાં બાપુનગરના ધારાસભ્ય દીનેશસિંહ કુશવાહા, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, વડોદરાના અધિક મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ ધીરેન્દ્રસિંહ રાજપૂત, ગુજરાત હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશ રવિ ત્રિપાઠી, વિવિધ રાજ્યોના અગ્રણીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષાદળો તેમજ ગુજરાતને પોતાનું ઘર બનાવીને રહેતા વિભિન્ન રાજ્યોના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Botad News : પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદની DLSS ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન 

Read Full Story arrow_forward