android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાને લઈ FSL, ગાંધીનગર વિજિલન્સ, માંડવી DYSP સ્થળે પહોંચ્યા
calendar_today January 21, 2026

Gujarat Latest News Live : સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાને લઈ FSL, ગાંધીનગર વિજિલન્સ, માંડવી DYSP સ્થળે પહોંચ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anar Patel on Patidar: શું ખરેખર દેડકા ભેગા કરી શકાય પણ પટેલો નહી ? અનાર પટેલે કોના નામે આપ્યું નિવેદન
calendar_today January 21, 2026

Anar Patel on Patidar: શું ખરેખર દેડકા ભેગા કરી શકાય પણ પટેલો નહી ? અનાર પટેલે કોના નામે આપ્યું નિવેદન

ખોડલધામ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલે સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. ભાઇ તમે એ કરી બતાવ્યું અનાર પટેલે જણાવ્યું હતું કે આ ભાઇના શબ્દો હતા, જે દેડકાની વાત કરી હતી ને.. દેડકાને ભેગા કરી શકાય પરંતુ પટેલોને નહીં..તે ભાઇ બોલતા પણ અમે કહ્યું કે ભાઇ તમે એ કરી બતાવ્યું સંસ્થાની ઓળખથી આપણે ઓળખાઇએ છીએ અનાર પટેલે કહ્યું કે મનભેદ ના હોવો જોઇએ, આપણે તત્વ પકડવું જોઇએ..શબ્દ નહી પણ કાર્ય કરવું જોઇએ. વ્યક્તિ નહી પણ સમાજ મોટો છે..આપણે નહી. આપણે માટે ખોડલધામ મહત્વનું છે. સંસ્થાની ઓળખથી આપણે ઓળખાઇએ છીએ.  મારી ઉપરનો વિશ્વાસ ક્યારેય ડગવા નહીં દઉ તેમણે વધુમાં જણાવ્યું કે મારી ઉપરનો વિશ્વાસ ક્યારેય ડગવા નહીં દઉ અને ખોડલ માતાની ઈચ્છાથી બધું શક્ય બને છે. અનાર પટેલે નરેશ પટેલના નેતૃત્વને વખાણતા કહ્યું કે, તેમણે હંમેશા માતાજીને આગળ રાખ્યા છે. નરેશ પટેલને ટેકો આપવો જોઈએ, ટીકા નહીં અનાર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે નરેશ પટેલને ટેકો આપવો જોઈએ, ટીકા નહીં. વિચાર હોય ત્યાં હોદ્દાની જરૂર નથી આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, વિચાર હોય ત્યાં હોદ્દાની જરૂર નથી અને અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેની બહેન ઠુમ્મરને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાશે નરેશ પટેલે જણાવ્યું કે મેં ક્યારેય એવું નથી કહ્યું કે મારો પુત્ર ચેરમેન બને તેમજ જેની બહેન ઠુમ્મરને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાશે   આ પણ વાંચો ----  Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

Read Full Story arrow_forward
Railway News : વેરાવળથી બાન્દ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે, આવતીકાલથી બુકિંગ થશે શરૂ
calendar_today January 21, 2026

Railway News : વેરાવળથી બાન્દ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે, આવતીકાલથી બુકિંગ થશે શરૂ

ટ્રેન નંબર 09018 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 26 જાન્યુઆરી, 2026થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી દર સોમવારે વેરાવળથી સવારે 11.05 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે પ્રાતઃ 04.55 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન વેરાવળથી 26 જાન્યુઆરી, 02 ફેબ્રુઆરી, 09 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ચલાવવામાં આવશે. સ્પેશિયલ ટ્રેનની વિગત આ પ્રમાણે છે 01-ટ્રેન નંબર 09018/09017 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ટ્રેન નંબર 09017 બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2026થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14.40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી 25 જાન્યુઆરી, 01 ફેબ્રુઆરી, 08 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી, 2026ના રોજ ચલાવવામાં આવશે. 02-આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંકશન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચો રહેશે. ટ્રેન નંબર 09018 અને 09017 માટે ટિકિટોની બુકિંગ 22.01.2026 (ગુરુવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઈને અવલોકન કરી શકે છે. આ પણ વાંચો : Dwarkaના ખંભાળીયમાં કાર અને રીક્ષા વચ્ચે સર્જાયયો અકસ્માત, જુઓ Video

Read Full Story arrow_forward