Surat News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, પતંગના ભાવ બાબતે યુવકને માર માર્યાનો આક્ષેપ
સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પતંગની ખરીદીને લઈ મારમારી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, અલ્પેશના ભાઈએ તેને ફોન કર્યો અને બાદમાં અલ્પેશ કથીરિયાએ પહોંચીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સહીત 3 સામે પોલીસ ફરિયાદ અલ્પેશના ભાઈ મિલન કથીરિયા સાથે પતંગના ભાવ બાબતે દુકાન પર ઝગડો થયો હતો અને ત્યારબાદ અલ્પેશ અને અન્ય એક યુવકે ફરિયાદીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સરથાણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, સરથાણાના કિરણ ચોક પાસે આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર આ સમગ્ર ઘટના બની હતી. પતંગના ભાવને લઈને ગ્રાહક અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. આ પણ વાંચો : Rajkot News : રાજકોટના આંગણે 700 વર્ષ જૂની ‘ટાંગલિયા’ કલાનો દબદબો, વિસરાતી જતી હસ્તકલા હવે હોલીવુડના પડદા સુધી પહોંચી
Read Full Story arrow_forward