android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News: અઢી વર્ષ બાદ ચામઠા ગેંગના બે આરોપી ઝડપાયા
calendar_today January 11, 2026

Dang News: અઢી વર્ષ બાદ ચામઠા ગેંગના બે આરોપી ઝડપાયા

ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. છેલ્લા અઢી વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આંતરરાજ્ય 'ચામઠા ગેંગ'ના બે મુખ્ય આરોપીઓને એલસીબીની ટીમ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને રાજસ્થાનથી દબોચી લેવામાં આવ્યા છે.ફિલ્મી ઢબે પીછો કરી આરોપીઓને ઝડપ્યા ઘટનાની મળતી માહિતી અનુસાર, આ આરોપીઓ સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં વોન્ટેડ હતા. ડાંગ LCBની ટીમે બાતમીના આધારે રાજસ્થાનમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપીઓને પકડવા માટે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરવો પડ્યો હતો, જે બાદ આખરે બંને વોન્ટેડ ગુનેગારો પોલીસના સકંજામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં તેમની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 28,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પાટણ અને ગાંધીનગરમાં પણ કરી હતી ચોરી પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ગેંગ માત્ર ડાંગ જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના પાટણ અને પાટનગર ગાંધીનગર જિલ્લામાં પણ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકી હોવાની કબૂલાત કરી છે. ગુજરાતના અલગ-અલગ ત્રણ પોલીસ સ્ટેશનના અંદાજે પાંચ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં આ આરોપીઓ સંડોવાયેલા છે. હાલમાં, ડાંગ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાપુતારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ગેંગના પકડાવાથી અન્ય કેટલા ગુનાઓના ભેદ ઉકેલાય છે તે જોવાનું રહ્યું. આ પણ વાંચો - Dang News: માનવભક્ષી દીપડી પાંજરે પુરાઈ, વન વિભાગનું એલર્ટ

Read Full Story arrow_forward
Mehsana News : ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ, હાઇકોર્ટે સ્ટે આપતા બીજી વાર ચૂંટણી મોકૂફ
calendar_today January 11, 2026

Mehsana News : ખેરાલુ નાગરિક બેંકની ચૂંટણી પર ફરી ગ્રહણ, હાઇકોર્ટે સ્ટે આપતા બીજી વાર ચૂંટણી મોકૂફ

મહેસાણા જિલ્લાની ખેરાલુ નાગરિક સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે બેંકની ચૂંટણી પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપી દેતા, સતત બીજી વાર ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવાની ફરજ પડી છે. આ ચૂંટણીમાં 'વિકાસ પેનલ' અને 'પરિવર્તન પેનલ' વચ્ચે સીધો અને રસાકસીભર્યો જંગ ખેલાવાનો હતો, પરંતુ કાયદાકીય ગૂંચવણોને કારણે હાલમાં મતદાન અટકી ગયું છે. પૂર્વ ચેરમેન મુકેશ દેસાઈએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે કોર્ટના આદેશને પગલે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી અટકાવવામાં આવી છે.ચૂંટણી મોકૂફ રહેતા સત્તાનો પેચ ફસાયો ચૂંટણી મોકૂફ રહેવાને કારણે હવે બેંકની સત્તા કોણ સંભાળશે તે બાબતે ખેરાલુના સહકારી આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. વર્તમાન બોર્ડની મુદ્દત પૂર્ણ થઈ રહી હોવાથી બેંકમાં વહીવટદારની નિમણૂક થશે કે જૂનું બોર્ડ જ ચાલુ રહેશે, તેને લઈને સભાસદોમાં ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, ખેરાલુના રાજકારણમાં આ બેંકની ચૂંટણીનું વિશેષ મહત્વ હોય છે અને બંને પેનલોએ જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું, ત્યારે હવે હાઇકોર્ટના આગામી ચુકાદા પર સૌની મીટ મંડાયેલી છે. આ પણ વાંચો : Vadodara News : નશાખોર મહિલાનો આતંક, ફૂલ સ્પીડે કાર ચલાવી દીવાલ સાથે ભટકાડી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : શિવભક્તો, સંસ્કૃતિના રક્ષકોએ પ્રાણોની આહૂતિ આપી : PM નરેન્દ્ર મોદી
calendar_today January 11, 2026

Gujarat Latest News Live : શિવભક્તો, સંસ્કૃતિના રક્ષકોએ પ્રાણોની આહૂતિ આપી : PM નરેન્દ્ર મોદી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward