Rajkot ના હેમુ ગઢવી હોલ પાસેની 'ખાવ ગલી'માં ગેસ પાઇપલાઇનમાં લાગી ભીષણ આગ: વિકરાળ લપટો જોઈ મચી દોડધામ!
રાજકોટ શહેરના જાણીતા હેમુ ગઢવી હોલ પાસે આવેલી લોકપ્રિય 'ખાવ ગલી' વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ ફાટી નીકળવાના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયઈ ગયો હતો. આ વિસ્તારમાં ગેસની લાઇનનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું અથવા નવી લાઇન નાખવામાં આવી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. થોડી જ પળોમાં ગેસ લીકેજના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને જોઈને આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આસપાસના વેપારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાગેસની પાઇપલાઇનમાં આગ લાગવાની આ અચાનક બનેલી ઘટનામાં એક વ્યક્તિ સામાન્ય રીતે દાઝી ગયો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે. આગની લપટો ઊંચે ઉડતા જ જીવના જોખમે આસપાસના દુકાનદારો અને વેપારીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોતાના સ્તરે પ્રયાસો શરૂ કર્યા હતા. આ બનાવના કારણે ખાણીપીણી માટે જાણીતી આ ગલીમાં થોડા સમય માટે ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું.આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરાઈઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિટનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જવા માટે રવાના થઈ ગઈ હતી. તંત્ર દ્વારા તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરીને આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બનાવ પાછળ કોઈ બેદરકારી હતી કે કેમ તે અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward