android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ
calendar_today January 1, 2026

Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ

આ કમોસમી વરસાદને કારણે ખેતીપાકોને નુકસાન થવાની શક્યતા હોવાથી રાજ્યનાં ખેડૂત મિત્રોને આગોતરી સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાદળછાયા વાતાવરણ અને અચાનક પડતાં વરસાદને ધ્યાને લઈ ખેતરમાં કાપણી કરેલ અથવા તૈયાર હાલતમાં રહેલાં પાક જો ખુલ્લા સ્થળે રાખેલા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રી વડે યોગ્ય રીતે ઢાંકી દેવાની સૂચના આપવામાં આવી છે. કૃષિ ઉપજ બજાર સમિતિના વેપારીઓએ વિશેષ કાળજી રાખવી ઉપરાંત પાકનાં ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવી જરૂરી છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ તથા ખાતરનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે તેમજ ખાતર અને બિયારણનો જથ્થો ભીનો ન થાય તે રીતે સુરક્ષિત સ્થળે સંગ્રહિત રાખવા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે કૃષિ ઉપજ બજાર સમિતિ (એ.પી.એમ.સી.) માં વેપારી તથા ખેડૂત મિત્રોએ વિશેષ કાળજી રાખવી જરૂરી છે.ખેડૂતો ખેતીવાડી અધિકારીનો પણ સંપર્ક કરી શકશે માર્કેટ યાર્ડમાં અનાજ અને ખેત પેદાશોને શેડ હેઠળ અથવા યોગ્ય રીતે ઢાંકીને સુરક્ષિત રાખવા તેમજ આ દિવસો દરમિયાન શક્ય તેટલું વેચાણ અર્થે પેદાશો લાવવાનું ટાળવા અથવા પૂરતી સુરક્ષા સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોને વધુ માહિતી અથવા માર્ગદર્શનની જરૂર હોય તો પોતાનાં વિસ્તારનાં ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો : Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો

Read Full Story arrow_forward
નવા વર્ષની સવાર ઝેરી હવા સાથે, દિલ્હી-NCRમાં હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
calendar_today January 1, 2026

નવા વર્ષની સવાર ઝેરી હવા સાથે, દિલ્હી-NCRમાં હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

નવા વર્ષની સવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે મુશ્કેલીઓ લઈને આવી છે. શહેરમાં કડકડતી ઠંડી, ગાઢ ધુમ્મસ અને ગંભીર વાયુ પ્રદૂષણ જોવા મળ્યું. ગુરુવારે સવારે દિલ્હીની એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 382 નોંધાઈ, જે ખૂબ જ ખરાબ ગણવામાં આવે છે. ઠંડી અને પ્રદૂષણની સંયુક્ત અસરને કારણે સવારના સમયે રસ્તાઓ પર દૃશ્યતા ઓછી રહી અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી. હવામાનની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દિવસ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે. રાજધાનીના કેટલાક વિસ્તારોમાં હળવો અથવા ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે સવાર દરમિયાન ઘણા વિસ્તારોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં “ઠંડા દિવસ” જેવી સ્થિતિ બની રહેવાની સંભાવના છે. 2019 પછી સૌથી વધુ ઠંડી નોંધાય બુધવારે દિલ્હીમાં 2019 પછીનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. મહત્તમ તાપમાન માત્ર 14.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતા 6 ડિગ્રીથી વધુ ઓછું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠંડી અને પવનની ઓછી ગતિને કારણે પ્રદૂષક તત્વો વાતાવરણમાં ફસાઈ જાય છે. પરિણામે હવાની ગુણવત્તામાં તરત કોઈ સુધારો થવાની શક્યતા નથી. દિલ્હીમાં હવાની સ્થિતિ વધુ ચિંતાજનક દિલ્હી-NCRના અલગ-અલગ વિસ્તારોમાં હવાની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. અલીપુર વિસ્તારમાં AQI 474 નોંધાયો, જે ગંભીર શ્રેણીમાં આવે છે. દ્વારકામાં AQI 395 રહ્યો, જ્યારે સોનિયા વિહાર અને આનંદ વિહાર જેવા વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ખૂબ જ નબળી નોંધાઈ છે. ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને ખાસ સાવધાની રાખવી પડી. NCRના અન્ય શહેરોમાં પણ પ્રદૂષણની અસર સ્પષ્ટ રીતે જોવા મળી. ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં AQI 247 નોંધાયો, જ્યારે નોઈડાના સેક્ટર-116માં AQI 228 રહ્યો. આ આંકડા દર્શાવે છે કે સમગ્ર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે છે. આરોગ્ય નિષ્ણાત દ્વારા ચેતવણી પ્રદૂષણ અને ઠંડીની અસર વચ્ચે, આરોગ્ય નિષ્ણાતોએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસનતંત્ર સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે. અનાવશ્યક બહાર નીકળવાનું ટાળવું, માસ્ક પહેરવું અને ગરમ કપડાંનો ઉપયોગ કરવો જરૂરી છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, આગામી કેટલાક દિવસો સુધી લોકોને ખાસ કાળજી રાખવાની જરૂર રહેશે. આ પણ વાંચો : LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Petrol Diesel Price Today: 2026ના પ્રથમ દિવસે સસ્તુ થયુ પેટ્રોલ ડીઝલ? જાણો તમારા શહેરમાં શું છે રેટ
calendar_today January 1, 2026

Petrol Diesel Price Today: 2026ના પ્રથમ દિવસે સસ્તુ થયુ પેટ્રોલ ડીઝલ? જાણો તમારા શહેરમાં શું છે રેટ

આજે 1 જાન્યુઆરી 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવા વર્ષના પહેલા દિવસે, તેલ કંપનીઓએ કેટલાક શહેરોમાં ભાવમાં નાના ફેરફાર કર્યા છે, જ્યારે મહાનગરોમાં ભાવ મોટાભાગે સ્થિર રહ્યા છે.ક્રૂડ ઓઇલનો આજનો ભાવ આજે  ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો, જેમાં યુએસ ટેરિફ અને OPEC+ ઉત્પાદન વધારાની ચિંતાને કારણે બ્રેન્ટ ક્રૂડ $69.36  અને WTI ક્રૂડ $67.66 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું, જે 2020 પછીનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો છે; ભારતમાં MCX પર ક્રૂડ ઓઇલ ₹5238ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, અને વિશ્લેષકો ૨૦૨૬ માં ભાવમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા રાખે છે.દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.75 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.34 રૂપિયા પ્રતિ લિટર છે. ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર) શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)અમદાવાદ 94.63 90.30ભાવનગર 96.10 91.78ગાંધીનગર 94.70 90.38રાજકોટ 94.26 89.95વડોદરા 94.52 90.20સુરત 94.57 90.26એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો. આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ

Read Full Story arrow_forward