android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh News : 38 દિવસમાં 80 હજાર જેટલા પ્રવાસીઓએ સફેદ રણનો નજારો માણ્યો
calendar_today January 1, 2026

Kachchh News : 38 દિવસમાં 80 હજાર જેટલા પ્રવાસીઓએ સફેદ રણનો નજારો માણ્યો

કચ્છનાં ધોરડો ખાતે શરૂ થયેલો રણોત્સવ હવે દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દર વર્ષે રણોત્સવ દરમિયાન લાખો પ્રવાસીઓ વ્હાઇટ રણનાં સૌંદર્યને માણવા માટે ઉમટી પડે છે.આ ઉપરાતં કાળો ડુંગળ, ધોળાવીરા, રોડ ટુ હેવન, માંડવી બીચ, ભુજનું સ્મૃતિવન, મ્યુઝિયમ, પ્રાગ મહેલ સહિતનાં પ્રવાસન સ્થળો તેમજ નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢ, સ્વામિનારાયણ મંદિર સહિતનાં યાત્રાધામોમાં પણ દર્શનનો લાભ લેતા હોય છે.જેને કારણે નાના - મોટા ધંધાર્થીઓ, હસ્તકલાનાં કારીગરો, હોટલ-રિસોર્ટ, ટ્રાન્સપોર્ટના વ્યવસાયકારોથી લઇને ગાઇડ સહિતનાઓને પ્રવાસનનાં વિકાસનો લાભ મળી રહ્યો છે. 79513 પ્રવાસીઓએ સફેદ રણનાં સૌંદર્યને માણ્યું આ વખતે કચ્છમાં વરસાદની સીઝન લાંબી ચાલી હતી જેને કારણે રણમાં પણ પાણી ભરાઇ જતાં રણોત્સવ દસથી પંદર દિવસ મોડો એટલે કે,23 નવેમ્બરથી પ્રારંભ થયા બાદ પ્રારંભિક દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી રહી હતી.પરંતુ નાતાલના વેકેશન દરમ્યાન કચ્છનાં સફેદ રણ સહિતનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.રણોત્સવ શરૂ થયાને આજ સુધીમાં 38 દિવસમાં 79513 પ્રવાસીઓએ સફેદ રણનાં સૌંદર્યને માણ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ભુજનાં પ્રાંત અધિકારી ડૉ.અનિલ જાદવે જણાવ્યું હતું કે,સફેદ રણ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા પ્રવાસીઓને પરમિટ આપવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર બાદ રણોત્સવનો પ્રારંભ તેમણે વધુમાં કહ્યું હતું કે, આ વખતે દિવાળીના તહેવાર બાદ રણોત્સવનો પ્રારંભ થયો હોઈ શરૂઆતમાં ઓછા પ્રવાસીઓ જોવા મળ્યા હતા.પરંતુ નાતાલનું વેકેશન શરૂ થતાંની સાથે જ રણોત્સવ માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડયા હતા.રણોત્સવ પ્રારંભ થયાને આજ દિવસ સુધીમાં 79513 પ્રવાસીઓ સફેદ રણનો નજારો માણ્યો છે.જેને કારણે તંત્રને રૂ. 8847750ની આવક થવા પામી છે.જેમાં કુલ 7769 પ્રવાસીઓ ઓનલાઇન અને 3824 પ્રવાસીઓએ ઓફલાઇન મળીને કુલ 11693 પ્રવાસીઓએ પરમિટ લીધી હતી. અત્યાર સુધીમાં કુલ 79513 પ્રવાસીઓએ રણોત્સવ માણ્યો તેમાં 123 વિદેશનાં પ્રવાસીઓનો પણ સમાવેશ થતો હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું. રણોત્સવમાં તંત્ર દ્વારા પાર્કિંગ માટે અલગ અલગ વ્યવસ્થા ધોરડોનાં સફેદ રણની નજાકતને માણવા માટે આવતા પ્રવાસીઓએ પોતાનાં વાહનો પાર્ક કરવામાં મુશ્કેલી ન થાય તે માટે તંત્ર દ્વારા ગત વર્ષની જેમ આ વખતે પણ પાંચ જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરાઇ છે. અહીં ખાનગી વાહનો પાર્ક થયા બાદ પ્રવાસીઓને સફેદ રણનાં વોચ ટાવર સુધી લઇ જવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.કાઉન્ટરની પણ સંખ્યા વધારાઇ હોવાને કારણે પ્રવાસીઓને કાઉન્ટર ઉપર લાઇનો લગાડવામાંથી મુક્તિ મળી છે. રોજની ૩૫થી વધુ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત આવતી બસો હાલે સરકારી તેમજ અર્ધ સરકારી સ્કૂલ તેમજ ખાનગી સ્કૂલના બાળકો પણ કચ્છનાં પ્રવાસે આવી રહ્યા છે. હાલે દૈનિક ૩૫થી વધુ શાળાકીય પ્રવાસની બસો ધોરડો સુધી પહોંચી રહી છે, પરિણામે અત્યાર સુધીમાં ૩૫ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ રણોત્સવની મુલાકાત લીધી છે. તો રણોત્સવમાં આ વખતે સફાઇ ઉપર પણ ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. અવિરતપણે સફાઇ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, તંત્ર દ્વારા પહેલાંથી જ સફેદ રણ અને રોડ ટુ હેવનને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં પાંચ વર્ષમાં 6.33 લાખ રેશનકાર્ડ રદ કરાયા, જાણો હાલ કેટલા ચાલુ છે

Read Full Story arrow_forward
Bhavnagar News : બગદાણા કેસમાં મોટી કાર્યવાહી, PI ડી.વી. ડાંગર લિવ રિઝર્વમાં મુકાયા, કોળી સમાજનો વિજય
calendar_today January 1, 2026

Bhavnagar News : બગદાણા કેસમાં મોટી કાર્યવાહી, PI ડી.વી. ડાંગર લિવ રિઝર્વમાં મુકાયા, કોળી સમાજનો વિજય

ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલઘીયા પર થયેલા હુમલાના કેસમાં હવે સરકારી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહેલી ઉગ્ર રજૂઆતો અને આંદોલનની ચીમકી બાદ બગદાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) ડી.વી. ડાંગરને તાત્કાલિક અસરથી 'લિવ રિઝર્વ'માં મુકી દેવામાં આવ્યા છે. કોળી સમાજે આક્ષેપ કર્યો હતો કે પોલીસની તપાસમાં પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે, જેથી ન્યાયી તપાસ માટે પી.આઈ.ની બદલી અનિવાર્ય હતી.બગદાણા પોલીસ બેડામાં ખળભળાટ ઉલ્લેખનીય છે કે, 29 ડિસેમ્બરે થયેલા આ હુમલામાં 8 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં પીડિતે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલો કરાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. સમાજના દબાણ અને કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પી.આઈ. વિરુદ્ધ આ પગલું ભર્યું છે. હવે નવા તપાસ અધિકારીની નિમણૂક સાથે આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કયા નવા ખુલાસા થાય છે અને જયરાજ આહીર સામે કોઈ નક્કર પુરાવા મળે છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે. આ પણ વાંચો : Surendranagar News : ED રેડ કેસમાં મોટી કાર્યવાહી, ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ, કોર્ટે જેલ હવાલે કરવાનો કર્યો આદેશ

Read Full Story arrow_forward
Gir Somnath News : તાલાલામાં ફરી ધારા ધ્રૂજી, 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
calendar_today January 1, 2026

Gir Somnath News : તાલાલામાં ફરી ધારા ધ્રૂજી, 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આજે ફરી એકવાર ધરતી ધ્રૂજવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 3.59 કલાકે તાલાલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.6 નોંધાઈ છે. આંચકો હળવો હોવા છતાં, શાંત વાતાવરણમાં અનુભવાયેલા કંપનને કારણે અનેક લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારના સમયે આવેલા આ આંચકાને કારણે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.તાલાલામાં ભૂકંપ ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી અંદાજે 23 કિલોમીટર દૂર નોંધાયું છે. 2.6ની તીવ્રતાનો આંચકો સામાન્ય રીતે હળવો ગણાય છે, જેના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ અને તાલાલા પંથકમાં અવારનવાર નાના આંચકા અનુભવાતા રહે છે, જેની પાછળ સ્થાનિક ફોલ્ટ લાઈન જવાબદાર હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ પણ વાંચો : Bhavnagar News : બગદાણા કેસમાં મોટી કાર્યવાહી, PI ડી.વી. ડાંગર લિવ રિઝર્વમાં મુકાયા, કોળી સમાજનો વિજય

Read Full Story arrow_forward