android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News: વલસાડના અતુલની પાર નદીમાં 20 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ
calendar_today January 1, 2026

Valsad News: વલસાડના અતુલની પાર નદીમાં 20 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ

વલસાડ જિલ્લાના અતુલ નજીકથી પસાર થતી પાર નદીમાં એક યુવકે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.યુવકે શા કારણે નદીમાં છલાંગ લગાવી છે. તેની પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.પોલીસે હાલ લાશનો કબજો લઇને વધુ તપાસ હાથ ધરી છે.20 વર્ષીય યુવકે નદીમાં લગાવી છલાંગ મળતી માહિતી મુજબ, વલસાડના અતુલ વિસ્તારમાં આવેલી પાર નદીના પુલ પરથી એક યુવકે અચાનક નદીમાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ યુવકના મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ મૃતકની ઓળખ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક યુવકની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. તે વાપીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આટલી નાની ઉંમરે આશાસ્પદ યુવકે આવું અંતિમ પગલું કેમ ભર્યું, તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. હજુ સુધી આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ કાર્યવાહી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક ક્યાંનો રહેવાસી હતો અને તેણે કયા માનસિક તણાવ કે મુશ્કેલીમાં આવીને આ પગલું ભર્યું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. યુવકના પરિવારજનોની પૂછપરછ બાદ આ મામલે વધુ ખુલાસો થવાની શક્યતા છે. આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના મેથોડિસ્ટ ચર્ચ ખાતે કરાઇ નવા વર્ષની ઉજવણી, આકાશ રંગબેરંગી ફુગ્ગાથી સજ્યું

Read Full Story arrow_forward
Sabarkantha news: પ્રાંતિજના સાદોલિયા બ્રિજ પર ટ્રકો બેફામ
calendar_today January 1, 2026

Sabarkantha news: પ્રાંતિજના સાદોલિયા બ્રિજ પર ટ્રકો બેફામ

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના સાદોલિયા બ્રિજ પર ઓવરલોડ ટ્રકો બેફામ બની રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ટ્રક-ડમ્પર ચાલકોએ સાદોલિયા બ્રિજની સાઇડમાંથી અવરજવર શરૂ કરી દીધી છે. જે કારણે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આવા ટ્રક-ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને બ્રિજની સાઈડ બંધ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.ભારે વાહનોની અવરજવર પુનઃશરૂ થતા મોટા અકસ્માતનું જોખમ સાદોલિયા બ્રિજના બીજા છેડે હાઇટ બેરિયર ટ્રક ચાલકોએ તોડી નાંખી છે. ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સાદોલિયા બ્રિજ પણ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. ભારે વાહનોની અવરજવર પુનઃશરૂ થતા મોટા અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. બંને છેડે પોલીસ પોઈન્ટ પણ ગાયબ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. હાઈટ બેરિયરની સાઈડમાં રસ્તો કરીને પુલ પર ચાલી રહ્યા છે ભારે વાહનો પ્રાંતિજ નજીક સાદોલિયા ગામના સાબરમતી બ્રિજ પર ઓવરલોડ ટ્રકો બેફામ બની અવરજવર કરતા નજરે પડી રહ્યા છે. આ ઓવરલોડ ટ્રક-ડમ્પરોના ચાલકો હાઈટ બેરિયરની સાઈડમાં રસ્તો કરી પુલનો ઉપયોગ કરી રહ્યા છે. સાદોલિયા પુલને ઈજનેર ટીમ દ્વારા નિરીક્ષણ કરીને ભારે વાહનો માટે પ્રતિબંધ કર્યો હતો. જે બાદ ભારે વાહનોની અવરજવર પુનઃ શરૂ થતા અકસ્માતનું જોખમ ઉભું થયું છે. આ પણ વાંચો - Sabarkantha News: વિદેશી દારૂની 900 બોટલ સાથે આરોપીની ધરપકડ

Read Full Story arrow_forward
Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો
calendar_today January 1, 2026

Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો

આ કામના આરોપીએ ફરીયાદીના ફળીયાના લાભાર્થીનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ-૨૦૨૪-૨૫ માં આવાસ મંજૂર થયેલ અને લીંટલ લેવલ સુધીનુ કામ થયેલ છે. જેનો પ્રથમ હપ્તો રૂ.૩૦,૦૦૦/-તેઓને મળી ગયેલ છે. અને બીજો હપ્તો મંજુર થવાનો બાકી હોય અને લાભાર્થીને બીજો હપ્તો મળેલ ન હોવાની વાત કરેલી જેથી ડેટાબુક મુજબનુ ફોટા સાથેનુ જરૂરી ફોર્મ ભરી તલાટી અને ગ્રામ સેવકના સહી સિકકા કરાવી ફોર્મ તાલુકા પંચાયત કચેરી ઘોઘંબામા જઇ બીજા હપ્તા માટે જમા કરાવવા આ કચેરીમા કામ કરતા કર્મચારીને આપ્યું હતુ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તા માટે માગી લાંચ તેમણે ડેટાબુક જોઇ ઓફીસના કોમ્પ્યુટરમાં ચકાસણી કરી સાહેબ માટે વહેવાર પેટે બે હજાર આપવા પડશે તેમ કહી આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૨૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચના છટકા દરમ્યાન નાણાં સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યો હતો. આરોપી : સોબાન S/O સિરાજ મજીદ બાગવાલા ઉ.વ.૩૩ ધંધોઃ કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારીત PMAY(G) આવાસ યોજના) તાલુકા પંચાયત કચેરી ધોંધબા તા.ઘોંઘબા જી.પંચમહાલ લાંચની માંગણીની રકમ: રૂ.૨,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૨,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨,૦૦૦/- *ટ્રેપની તારીખ* : તા.૦૧/૦૧/૨૦૨૬ ટ્રેપનું સ્થળ : મોજે તાલુકા પંચાયત કચેરી ધોંધબાના પ્રથમ માળે ખુલ્લી અગાસી તા. ધોંધબા જી.પંચમહાલ ટ્રેપ કરનાર અધિકારી: એચ.પી.કરેણ,પો.ઈન્સ. પંચમહાલ એ.સી.બી.પો.સ્ટે. ગોધરા તથા ટીમ સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ એકમ ગોધરા ઇન્ચાજૅ અધિકારીઃ બળદેવ દેસાઇ IPS નાયબ નિયામક, વડોદરા રેન્જ વડોદરા આ પણ વાંચો : Bharuch News : ભરૂચના જંબુસરમાં 12 બાળકો પર રખડતા શ્વાને કર્યો હુમલો, ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Read Full Story arrow_forward