Ahmedabad એરપોર્ટ પર DRIનો મોટો સપાટો: રૂ.8 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત
ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ને મોટી સફળતા મળી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી એક મુસાફર પાસેથી અંદાજે રૂ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) ઝડપી પાડ્યો છે. આ મુસાફર થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને આધારે અધિકારીઓએ તેને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી.8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયોજ્યારે તેના બેગેજનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી પ્રોફેશનલી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટ્સ મળી આવ્યા હતા. આ પેકેટ્સ ખોલીને તપાસતા તેમાંથી 7.71 કિલોગ્રામ હાઈગ્રેડ કેનાબીસ (ગાંજો) મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 8 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. કસ્ટમ અધિકારીઓએ ગાંજો જપ્ત કરી તપાસ હાથ ધરીહાઈબ્રિડ ગાંજો સામાન્ય ગાંજા કરતા વધુ નશીલો અને મોંઘો હોય છે, જેની વિદેશોમાં મોટી માંગ હોય છે. કસ્ટમ અધિકારીઓએ હાલ તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને મુસાફરની ધરપકડ કરીને આ ડ્રગ્સ નેટવર્ક પાછળ કોણ છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ હવે વધુ સતર્ક બની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward