android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jetpur: દેરડી રોડ પર બે રિક્ષાઓ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતની લાઈવ ઘટના CCTVમાં કેદ
calendar_today January 1, 2026

Jetpur: દેરડી રોડ પર બે રિક્ષાઓ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતની લાઈવ ઘટના CCTVમાં કેદ

 જેતપુરના દેરડી રોડ પર આવેલા પુલ પાસે આજે બે રિક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક છકડો રિક્ષા અને મુસાફરો ભરેલી પેસેન્જર રિક્ષા વચ્ચે થયેલી આ ટક્કરમાં ત્રણ મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર અકસ્માતની ભયાનકતાના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે.બે રિક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત મળતી માહિતી મુજબ, જેતપુરના દેરડી રોડ પર પુલ પાસેથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષાને સામેથી આવતી છકડો રિક્ષાએ જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે પેસેન્જર રિક્ષામાં સવાર મુસાફરો ફંગોળાઈ ગયા હતા. અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ત્રણ મુસાફરોની હાલત ગંભીરઆ અકસ્માતમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્તોને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે.પોલીસ કાર્યવાહી અને CCTV ફૂટેજઅકસ્માતની જાણ થતા જ ઉદ્યોગનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી રિક્ષાચાલકો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વાયરલ થયેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રિક્ષાની ભૂલ હતી અને કેવી રીતે આ અકસ્માત સર્જાયો હતો. આ ફૂટેજના આધારે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો: કેશોદ નજીક કારનો ભયાનક અકસ્માત, પલટી ગયેલી કારમાંથી દારૂની બોટલો મળી

Read Full Story arrow_forward
Gandhinagar News: રાજ્યના મંત્રીઓના PA અને PSને સોશિયલ મીડિયાનું જ્ઞાન અપાશે
calendar_today January 1, 2026

Gandhinagar News: રાજ્યના મંત્રીઓના PA અને PSને સોશિયલ મીડિયાનું જ્ઞાન અપાશે

ગાંધીનગરમા ગઈ કાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ મંત્રાલયના સોશિયલ મીડિયાને મજબૂત કરવા સૂચના આપવામાં આવી હતી. હવે સરકારની સૂચના પ્રમાણે નવા નિમાયેલા મંત્રીઓના પીએ અને પીએસને સોશિયલ મીડિયાનું જ્ઞાન આપવામાં આવશે. આ મુદ્દે મંત્રીઓના પીએ અને પીએસની બેઠક પણ મળી હતી. મંત્રાલયના સોશિયલ મીડિયા પેજને વધુ મજબૂત કરવા સૂચના રાજ્ય સરકાર દ્વારા વિવિધ મંત્રાલયના સોશિયલ મીડિયા પેજને વધુ મજબૂત કરવા કેબિનેટની બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. આ સૂચના પ્રમાણે મંત્રીઓના પીએ અને પીએસની બેઠક પણ મળી હતી. જેમાં કેવી રીતે સોશિયલ મીડિયા મજબૂત કરી શકાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. હવે મંત્રીઓના પીએ અને પીએસને સોશિયલ મીડિયાનું જ્ઞાન અપાશે. વિભાગની કામગીરીને સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી લઈ જવાશે. મંત્રીઓના પીએ અને પીએસને સોશિયલ મીડિયા અંગે ટાસ્ક અપાશે. આ પણ વાંચોઃ Ahmedabad News: વર્ષ 2025માં 1107 શખ્સોને પાસા હેઠળ જેલ ભેગા કરાયા, 258 સામે તડિપાર કરવાની કાર્યવાહી

Read Full Story arrow_forward
Gandhinagar: પ્રેમ સંબંધમાં બ્લેકમેલિંગનો કરુણ અંજામ, મહિલાની ક્રૂર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ
calendar_today January 1, 2026

Gandhinagar: પ્રેમ સંબંધમાં બ્લેકમેલિંગનો કરુણ અંજામ, મહિલાની ક્રૂર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

ગાંધીનગરની સેશન્સ કોર્ટે એક સનસનાટીભર્યા હત્યાના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં મહિલાની કરપીણ હત્યા કરનાર આરોપી નારાયણસિંગ કુશવાહાને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદ (અંતિમ શ્વાસ સુધી) અને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ગાંધીનગરની કોર્ટે આરોપી આજીવન કેદની સજા ફટકારીઆ લોહીયાળ ઘટના ગાંધીનગરના રકનપુર પાસે આવેલી એક ખાનગી કંપનીના સર્વન્ટ ક્વાર્ટરમાં બની હતી. આરોપી નારાયણસિંગ કુશવાહા અને મૃતક મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, આ સંબંધમાં બ્લેકમેલિંગને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રેમ સંબંધની અદાવતમાં આરોપી આધેડ ભાન ભૂલ્યો હતો અને મહિલાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.કોર્ટનો કડક વલણ અને સજાસાંતેજ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને મજબૂત પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ગાંધીનગર કોર્ટે કેસની ગંભીરતા અને હત્યાની ક્રૂરતાને ધ્યાને રાખીને આરોપીને કોઈ પણ પ્રકારની રહેમ વગર સખ્ત સજા ફટકારી છે.બ્લેકમેલિંગના વિવાદે લીધો મહિલાનો જીવપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અને મહિલા વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. મહિલા દ્વારા બ્લેકમેલ કરવામાં આવતા હોવાની અદાવત રાખીને નારાયણસિંગે આ ખૌફનાક પગલું ભર્યું હતું. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સમાજમાં આવા જઘન્ય અપરાધો કરનારા તત્વો સામે કડક દાખલો બેસાડવો અનિવાર્ય છે.આ પણ વાંચો: દેરડી રોડ પર બે રિક્ષાઓ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતની લાઈવ ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward