android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: કુખ્યાત ખંડણીખોર અભી વોરા ઝડપાયો
calendar_today January 1, 2026

Surat News: કુખ્યાત ખંડણીખોર અભી વોરા ઝડપાયો

સુરત શહેરમાં RTI ના કાયદાનો દુરૂપયોગ કરી ખંડણી માંગવાના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડવામાં ચોકબજાર પોલીસને મોટી સફળતા મળી છે. ઉધના અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના ગુનામાં સંડોવાયેલા આરોપી અભિષેક ઉર્ફે અભી લલિતભાઈ વોરાને સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે.શું હતો સમગ્ર મામલો? મળતી માહિતી અનુસાર, આરોપી અભિષેક વોરા RTI હેઠળ વિવિધ સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોમાં અરજીઓ કરી માહિતી માંગતો હતો. આ માહિતીનો ઉપયોગ તે સંબંધિત વ્યક્તિઓ કે સંસ્થાઓને ડરાવવા અને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં (ખંડણી) પડાવવા માટે કરતો હતો. આ મામલે તેની સામે ઉધના અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ગુના નોંધાયા હતા. ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવી નાસતો ફરતો હતો. ચોકબજાર પોલીસની સફળ કામગીરી સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સક્રિય હતી. ચોકબજાર સર્વેલન્સ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખંડણીના ગુનાનો વોન્ટેડ આરોપી અભિષેક વોરા ચોક્કસ વિસ્તારમાં અવરજવર કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પોલીસ તપાસ તેજ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. RTI ની આડમાં તેણે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે, અને તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. ઉધના પોલીસને પણ આ ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે, જેથી તેઓ પણ પોતાના ગુનાની તપાસ આગળ વધારી શકે.આ પણ વાંચો - Surat પોલીસે15 ગ્રામ MD ડ્રગ્સ સાથે રીઢા ગુનેગારની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Surat: લસકાણા રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, BRTS રૂટમાં કારો ઘૂસી જતાં એમ્બ્યુલન્સ અટવાઈ
calendar_today January 1, 2026

Surat: લસકાણા રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, BRTS રૂટમાં કારો ઘૂસી જતાં એમ્બ્યુલન્સ અટવાઈ

ડાયમંડ સિટી સુરતમાં ટ્રાફિકની સમસ્યા નવી નથી, પરંતુ કેટલાક બેજવાબદાર વાહનચાલકોની જીદ હવે લોકોના જીવ પર જોખમ ઉભું કરી રહી છે. સુરતના લસકાણા રોડ પર પ્રતિબંધિત BRTS રૂટમાં કાર ચાલકો ઘૂસી જતાં ગંભીર દર્દી સાથેની એમ્બ્યુલન્સ અને બસ અટવાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.પ્રતિબંધિત રૂટમાં કાર ચાલકોનો ત્રાસલસકાણા રોડ પર આવેલા BRTS ટ્રેક માત્ર બસ અને ઈમરજન્સી સેવાઓ માટે ફાળવવામાં આવ્યા છે. તેમ છતાં, ટ્રાફિકથી બચવા માટે અનેક કાર ચાલકો રોંગ સાઈડમાં આ પ્રતિબંધિત રૂટમાં ઘૂસી જાય છે. આજે પણ આવી જ એક સ્થિતિ સર્જાઈ હતી, જેમાં એક પછી એક અનેક કારો રોંગ સાઈડમાં ઘૂસી આવતા BRTS રૂટ બ્લોક થઈ ગયો હતો.જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીની એમ્બ્યુલન્સ ફસાઈઆ બેજવાબદારીને કારણે ત્યારે ગંભીર સ્થિતિ સર્જાઈ જ્યારે એક એમ્બ્યુલન્સ, જેમાં ગંભીર હાલતમાં દર્દી હતો, તે આ રૂટ પર ફસાઈ ગઈ હતી. સામેથી આવી રહેલી કારોને કારણે એમ્બ્યુલન્સ આગળ વધી શકી નહોતી. અંતે, એમ્બ્યુલન્સમાં સાયરન વાગતા અને સ્થિતિની ગંભીરતા જોતા, કાર ચાલકોને પોતપોતાની ગાડીઓ રિવર્સ લેવાની ફરજ પડી હતી. આ દરમિયાન કિંમતી સમયનો બગાડ થયો હતો, જે દર્દી માટે ઘાતક સાબિત થઈ શકતો હતો.આ પણ વાંચો:ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકીની હાજરી, તોડબાજ ગેંગને આપ્યો જડબાતોડ જવાબ

Read Full Story arrow_forward
Junagadh: કેશોદ નજીક કારનો ભયાનક અકસ્માત, પલટી ગયેલી કારમાંથી દારૂની બોટલો મળી
calendar_today January 1, 2026

Junagadh: કેશોદ નજીક કારનો ભયાનક અકસ્માત, પલટી ગયેલી કારમાંથી દારૂની બોટલો મળી

જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક વેરાવળ હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દીવથી મોજમસ્તી કરીને પરત ફરી રહેલા પર્યટકોની કારને અકસ્માત નડ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ જ્યારે કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.વેરાવળ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમળતી માહિતી મુજબ, એક કાર દીવથી જૂનાગઢ તરફ આવી રહી હતી. વેરાવળ હાઈવે રોડ પર કેશોદ નજીક કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે કારમાં એક યુવક અને એક યુવતી સવાર હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન થયું હતું અને અંદર સવાર બંને વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.કારમાંથી દારૂ મળતા પોલીસ એક્શનમાંઅકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. જોકે, તપાસ દરમિયાન કારની અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે કારમાં સવાર વ્યક્તિઓ દીવથી દારૂ લઈને જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. અકસ્માત દારૂના નશામાં સર્જાયો છે કે અન્ય કોઈ કારણસર, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.હોસ્પિટલ અને કાયદેસરની કાર્યવાહીઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ૧૦૮ મારફતે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે કારમાંથી મળેલા દારૂના જથ્થાને જપ્ત કરી લીધો છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: લસકાણા રોડ પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, BRTS રૂટમાં કારો ઘૂસી જતાં એમ્બ્યુલન્સ અટવાઈ

Read Full Story arrow_forward