android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : મહુવામાં નવનીત બાલઘીયા પર હુમલો, કોળી સમાજમાં ભારે રોષ, ધારાસભ્યો હોસ્પિટલ દોડ્યા
calendar_today January 1, 2026

Bhavnagar News : મહુવામાં નવનીત બાલઘીયા પર હુમલો, કોળી સમાજમાં ભારે રોષ, ધારાસભ્યો હોસ્પિટલ દોડ્યા

ભાવનગર જિલ્લાના મહુવામાં બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલઘીયા પર થયેલા જીવલેણ હુમલા બાદ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત 29 ડિસેમ્બરના રોજ થયેલા આ હુમલાને પગલે પીડિત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમને મળવા માટે કોળી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા મહુવા, રાજુલા અને તળાજાના ધારાસભ્યોએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિતના ખબર-અંતર પૂછી ન્યાયની ખાતરી આપી હતી. સમાજમાં આક્રોશ હોવાથી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.પીડિતે જયરાજ આહીર સામે નોંધાવ્યો વિરોધ પીડિત નવનીત બાલઘીયાએ આ હુમલા પાછળ માયા આહીરના દીકરા જયરાજ આહીરનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે. પીડિતના જણાવ્યા અનુસાર, જયરાજે હુમલો કરાવી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ મામલે પોલીસની ભૂમિકા સામે પણ શંકાની સોય ચીંધવામાં આવી છે. પીડિત અને તેમના સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર આ મામલે ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. હાલમાં કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

Read Full Story arrow_forward
Vadodara : પાણીગેટ–બાવામાનપુરામાંથી ચરસના જથ્થા સાથે નામચીન ફૈઝલખાન ઝડપાયો
calendar_today January 1, 2026

Vadodara : પાણીગેટ–બાવામાનપુરામાંથી ચરસના જથ્થા સાથે નામચીન ફૈઝલખાન ઝડપાયો

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. એક મકાનમાંથી ચરસનો જથ્થો ઝડપી પાડીને એક મહિલા સહિત ચરસ વેચતા નામચીન આરોપી ફૈઝલખાન ઉર્ફે લાલો ચિલ્લર હૈદરખાન પઠાણની ધરપકડ કરી છે.મહિલાના ઘરમાંથી ચરસનો જથ્થો મળ્યો પોલીસને બાવામાનપુરામાં નૂરાની મસ્જિદ પાસે રહેતી હમીદાબીબી એહમદમીયા બેલીમના ઘરમાં ચરસનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી. તેના આધારે દરોડો પાડતા મકાનમાં ટીવી પાછળ રાખેલા એક લેડીઝ પર્સમાંથી રૂ. 51 હજારની કિંમતનો 204 ગ્રામ ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. ચરસનો જથ્થો નજીકમાં રહેતો ફૈઝલખાન મૂકી ગયો પોલીસ પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે આ ચરસનો જથ્થો નજીકમાં રહેતો ફૈઝલખાન મૂકી ગયો હતો. આ આધારે પોલીસે ફૈઝલખાનને પણ ઝડપી પાડ્યો હતો. વધુ પૂછપરછમાં ફૈઝલે આ ચરસ સુરતના મોહસીન પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું, જેને આધારે પોલીસે મોહસીનને વોન્ટેડ જાહેર કર્યો છે. ફૈઝલખાન સામે 15 ગુના પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ફૈઝલખાન સામે અગાઉ નારકોટિક્સ એક્ટ હેઠળ બે ગુના ઉપરાંત ચોરી, લૂંટ, મારામારી અને હદપાર ભંગ સહિત કુલ 15 ગુના નોંધાયેલા છે. પોલીસે બે મોબાઇલ ફોન પણ કબજે કરી ડ્રગ્સ નેટવર્કની વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Surat માં હાઈટેક ડ્રગ્સ રેકેટ ઝડપાયું, વોટ્સએપ-ઇન્સ્ટાથી વેચાતું હતું 'મોતનું સસ્તું બળતણ'
calendar_today January 1, 2026

Surat માં હાઈટેક ડ્રગ્સ રેકેટ ઝડપાયું, વોટ્સએપ-ઇન્સ્ટાથી વેચાતું હતું 'મોતનું સસ્તું બળતણ'

સુરતના અમરોલી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે છાપરાભાઠા રોડ પરથી જીલ ઠુમ્મર નામના શખ્સની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપી પાસેથી પોલીસે 236.780 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ કબજે કર્યું છે, જેની બજાર કિંમત અને અન્ય સામાન મળી કુલ ₹7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી જીલ ઠુમ્મર કન્ટ્રક્શન સાઇટના વ્યવસાય સાથે સંકળાયેલો છે, પરંતુ પોતાના મોજશોખ અને વૈભવી જીવન જીવવા માટે છેલ્લા 8 મહિનાથી ડ્રગ્સના વેપારમાં ધકેલાયો હતો.ડ્રગ્સ લેવા આવેલા બે સાગરિતો ફરાર આ ડ્રગ્સ નેટવર્કની ચોંકાવનારી બાબત એ છે કે તે સંપૂર્ણપણે હાઈટેક રીતે ચાલતું હતું. આરોપી ડ્રગ્સના સોદા કરવા માટે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો અને ગ્રાહકો સાથે ખાસ 'કોડવર્ડ'માં વાત કરતો હતો. જ્યારે પોલીસ ત્રાટકી ત્યારે ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા હિતેશ અને ભરત નામના બે શખ્સો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. હાલમાં SOG પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને તેણે અત્યાર સુધીમાં કેટલા કરોડનું ડ્રગ્સ વેચ્યું છે તથા આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Bhavnagar News : મહુવામાં નવનીત બાલઘીયા પર હુમલો, કોળી સમાજમાં ભારે રોષ, ધારાસભ્યો હોસ્પિટલ દોડ્યા

Read Full Story arrow_forward