android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર બેફામ દોડતા ટ્રકે સગર્ભા મહિલાનો લીધો જીવ
calendar_today January 1, 2026

Bhavnagar News : ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર બેફામ દોડતા ટ્રકે સગર્ભા મહિલાનો લીધો જીવ

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રક ચાલકો વધુ બેફામ બન્યા છે. ભાવનગર અમદાવાદ હાઇવે ફરી એકવાર લોહીથી ખરડાયો છે. એક તરફ રાજ્ય સરકાર માર્ગ સલામતીના દાવા કરે છે, ત્યારે બીજી તરફ બેફામ દોડતા ભારે વાહનો માસૂમ લોકોનો ભોગ લઈ રહ્યા છે. તાજેતરમાં બનેલી આ ઘટનામાં એક સગર્ભા મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સગર્ભા મહિલા ભોગ બની મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલા સગર્ભા હતી અને તે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના નિયમિત મેડિકલ ચેકઅપ માટે આવી હતી. હોસ્પિટલનું કામ પતાવીને તે પરત ઘરે જવા માટે નીકળી હતી. તે જગ્યા પર વાહનની રાહ જોતી વખતે ફૂટપાઠ પર બેઠી હતી.તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ફુટપાથ પર બેઠેલી મહિલાને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી હતી. આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. માનવતા નેવે મૂકી ડ્રાઈવર ફરાર અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. અકસ્માત સજર્યા બાદ ટ્રાક ચાલકે ઉભા રહીને મહિલાને મદદ કરવાને બદલે માનવતા નેવે મૂકી તે ટ્રક ઘટના સ્થળે જ મૂકી ને ફરાર થઇ ગયો હતો. 'હિટ એન્ડ રન'ની આ ઘટનાઓ ડ્રાઈવરોની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને છતું કરે છે. પોલીસે ફરાર ટ્રક ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં માત્ર એક મહિલાનો જીવ ગયો નથી પરંતુ તેના ગર્ભમાં ઉછરી રહેલા માસૂમનો પણ જીવ ગયો છે.આ પણ વાંચોઃ Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો

Read Full Story arrow_forward
Vadodara: જાંબુઆ બ્રિજ પાસે રહસ્યમય સંજોગોમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ
calendar_today January 1, 2026

Vadodara: જાંબુઆ બ્રિજ પાસે રહસ્યમય સંજોગોમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ

વડોદરા શહેરના જાંબુઆ બ્રિજ પાસે આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જાંબુઆ બ્રિજ પાસે મૃતદેહ મળ્યોજાંબુઆ બ્રિજ પાસેથી પસાર થતા રાહદારીઓને રોડની સાઈડમાં એક પુરુષનો મૃતદેહ દેખાયો હતો. આ અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસને તપાસ દરમિયાન મૃતદેહ પાસેથી એક બેગ અને હેલ્મેટ મળી આવ્યા છે, જે સૂચવે છે કે વ્યક્તિ વાહન ચાલક હોઈ શકે છે.પોલીસે કાર્યવાહી હાથ  ધરીપોલીસે મૃતદેહની ઓળખ કરવા માટે આસપાસના વિસ્તારોમાં અને ગુમ થયેલ વ્યક્તિઓની યાદી સાથે તપાસ શરૂ કરી છે. હાલમાં મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે.આ પણ વાંચો: ધોરાજી રોડ પર દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

Read Full Story arrow_forward
West Bengal Assembly Election 2026: ભાજપનો ભગવો લહેરાવવા Amit Shahએ તૈયાર કરી રણનીતિ, Mamata Banerjeeને કેવી રીતે આપશે ટક્કર? જાણો
calendar_today January 1, 2026

West Bengal Assembly Election 2026: ભાજપનો ભગવો લહેરાવવા Amit Shahએ તૈયાર કરી રણનીતિ, Mamata Banerjeeને કેવી રીતે આપશે ટક્કર? જાણો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની બહુમતવાળી સરકાર બનાવવા માટેનો દાવો વ્યક્ત કર્યો છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે અમિત શાહની રણનીતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં તેઓએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ પુરવા માટે ભાજપની જીતનો દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે આગામી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે રણનીતિ તૈયાર કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, કોલકાતા અને તેની આસપાસની 28માંથી 22 બેઠક ભાજપ જીતશે. 2021માં આ તમામ વિસ્તારોમાં ભાજપની પકડ નબળી હતી. હવે આ તમામ બેઠકો પર અમિત શાહે જીતનું લક્ષ્ય તૈયાર કર્યુ છે. ભૂતકાળમાં કેવી હતી સ્થિતિ ? કોલકાતા જિલ્લા અને આસપાસના શહેરી વિસ્તારોમાં જાદવપુર, દમદમ જેવા ચૂંટણી ક્ષેત્ર અને જોરાસાંકો અને શ્યામપુકુર વિસ્તારમાં 2021માં ભાજપ એકપણ બેઠક મેળવી શક્યુ ન હતુ. પરંતુ 2024માં જોરાસાંકો અને શ્યામપુકુર બેઠક પર ભાજપ આગળ રહી હતી. મમતા બેનર્જીના વિધાનસભાક્ષેત્ર ભવાનીપુરના પાંચ વાર્ડોમાં ભાજપ આગળ રહ્યુ હતુ. પરંતુ જીત મેળવવામાં ભાજપ નિષ્ફળ રહ્યુ હતુ. પશ્ચિમ બંગાળમાં 2014થી સતત વધી રહ્યો છે ભાજપનો ગ્રાફ ભાજપના નેતાઓએ કહ્યુ છે કે, 2014ના લોકસભા ચૂંટણીમાં ભાજપને 17 ટકા મત મળ્યા હતા. અને માત્ર બે બેઠક જીતી હતી. 2016ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 10 ટકા મત મેળવ્યા હતા. અને માત્ર 3 બેઠક પ્રાપ્ત કરી હતી. બાદમાં 2019માં ભાજપે 41 ટકા વોટ મળ્યા હતા. અને 18 બેઠક જીતી હતી. જ્યારે 2021ના વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 38 ટકા વોટ મળ્યા હતા. અને 77 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે, પરિવર્તન મહત્ત્વનું છે. આ પણ વાંચોઃ Osman Hadi Murder Case: બાંગ્લાદેશની રાજનીતિમાં ગતિવિધિ થઈ તેજ, આરોપીઓના ખુલાસા બાદ Mohammad Yunusની સરકાર પર લટકતી તલવાર 

Read Full Story arrow_forward