android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal Assembly Election 2026: ભાજપનો ભગવો લહેરાવવા Amit Shahએ તૈયાર કરી રણનીતિ, Mamata Banerjeeને કેવી રીતે આપશે ટક્કર? જાણો
calendar_today January 1, 2026

West Bengal Assembly Election 2026: ભાજપનો ભગવો લહેરાવવા Amit Shahએ તૈયાર કરી રણનીતિ, Mamata Banerjeeને કેવી રીતે આપશે ટક્કર? જાણો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપની બહુમતવાળી સરકાર બનાવવા માટેનો દાવો વ્યક્ત કર્યો છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે અમિત શાહની રણનીતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. અહીં તેઓએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ પુરવા માટે ભાજપની જીતનો દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન અમિત શાહે આગામી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે રણનીતિ તૈયાર કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, કોલકાતા અને તેની આસપાસની 28માંથી 22 બેઠક ભાજપ જીતશે. 2021માં આ તમામ વિસ્તારોમાં ભાજપની પકડ નબળી હતી. હવે આ તમામ બેઠકો પર અમિત શાહે જીતનું લક્ષ્ય તૈયાર કર્યુ છે. ભૂતકાળમાં કેવી હતી સ્થિતિ ? કોલકાતા જિલ્લા અને આસપાસના શહેરી વિસ્તારોમાં જાદવપુર, દમદમ જેવા ચૂંટણી ક્ષેત્ર અને જોરાસાંકો અને શ્યામપુકુર વિસ્તારમાં 2021માં ભાજપ એકપણ બેઠક મેળવી શક્યુ ન હતુ. પરંતુ 2024માં જોરાસાંકો અને શ્યામપુકુર બેઠક પર ભાજપ આગળ રહી હતી. મમતા બેનર્જીના વિધાનસભાક્ષેત્ર ભવાનીપુરના પાંચ વાર્ડોમાં ભાજપ આગળ રહ્યુ હતુ. પરંતુ જીત મેળવવામાં ભાજપ નિષ્ફળ રહ્યુ હતુ. પશ્ચિમ બંગાળમાં 2014થી સતત વધી રહ્યો છે ભાજપનો ગ્રાફ ભાજપના નેતાઓએ કહ્યુ છે કે, 2014ના લોકસભા ચૂંટણીમાં ભાજપને 17 ટકા મત મળ્યા હતા. અને માત્ર બે બેઠક જીતી હતી. 2016ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 10 ટકા મત મેળવ્યા હતા. અને માત્ર 3 બેઠક પ્રાપ્ત કરી હતી. બાદમાં 2019માં ભાજપે 41 ટકા વોટ મળ્યા હતા. અને 18 બેઠક જીતી હતી. જ્યારે 2021ના વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 38 ટકા વોટ મળ્યા હતા. અને 77 બેઠકો પર જીત મેળવી હતી. ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે, પરિવર્તન મહત્ત્વનું છે. આ પણ વાંચોઃ Osman Hadi Murder Case: બાંગ્લાદેશની રાજનીતિમાં ગતિવિધિ થઈ તેજ, આરોપીઓના ખુલાસા બાદ Mohammad Yunusની સરકાર પર લટકતી તલવાર 

Read Full Story arrow_forward
Stock Market Closing: શેરબજાર મિશ્ર પ્રતિસાદ સાથે બંધ, સેન્સેક્સ 85,172 અંકે
calendar_today January 1, 2026

Stock Market Closing: શેરબજાર મિશ્ર પ્રતિસાદ સાથે બંધ, સેન્સેક્સ 85,172 અંકે

2026ની શરૂઆત શેરબજારમાં તેજી સાથે થઇ છે. પરંતુ બપોરે 3.30 કલાકે શેર માર્કેટ મિશ્ર પ્રતિસાદ સાથે બંધ થયું છે. સેન્સેક્સ 48.02 પોઇન્ટના ઘટાડા સાથે 85,172.58 અંકે બંધ થયું જ્યારે નિફ્ટી +10.60 પોઇન્ટના વધારા સાથે 26,140 અંકે બંધ થયું. લીલા નિશાનમાં થઇ હતી શરૂઆત નબળા વૈશ્વિક બજાર સેન્ટિમેન્ટ વચ્ચે ભારતીય શેરબજારો ગુરુવારે (1 જાન્યુઆરી) 2026 ના પહેલા ટ્રેડિંગ સત્રમાં લીલા નિશાને ખૂલ્યા. સવારે 8 વાગ્યે નિફ્ટી ફ્યુચર્સ 55 પોઈન્ટ વધીને 26,330 પર બંધ થયા હતા, જે મુખ્ય બેન્ચમાર્ક નિફ્ટી 50 માટે ગ્રીન ઓપનિંગ સૂચવ્યુ હતું. ત્યારે સવારે 9.30 કલાકે ભારતીય શેરબજારે લીલા નિશાનમાં શરૂઆત કરી. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 180.24 પોઇન્ટના વધારા સાથે 85,400.84 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 50.05 પોઇન્ટના વધારા સાથે 26,179.65 અંકે ખૂલ્યો. વૈશ્વિક બજારોમાં શું છે સ્થિતિ?એશિયાના મોટાભાગના મુખ્ય શેરબજારો ગુરુવારે નવા વર્ષ માટે બંધ રહેશે. વોલ સ્ટ્રીટ પરના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નીચા સ્તરે બંધ થયા. S&P 500 અને Nasdaq અનુક્રમે 0.74 ટકા અને 0.76 ટકા ઘટીને બંધ થયા. આમ છતાં, તેઓએ સતત ત્રીજા વર્ષે બે આંકડાનો વધારો નોંધાવ્યો, જે 2021 પછીનો તેમનો સૌથી લાંબો વધારો છે. 2025 ઊંચા સ્તરે બંધ2025નો છેલ્લો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે મજબૂત અને સકારાત્મક સાબિત થયો. અસ્થિર વર્ષ હોવા છતાં, બજાર આખરે હકારાત્મક નોંધ પર બંધ થયું, નિફ્ટી અને સેન્સેક્સ બંને મજબૂત નોંધ પર વર્ષનો અંત કર્યો. નોંધનીય છે કે, નિફ્ટીએ સતત 10મા વર્ષે વાર્ષિક વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે સેન્સેક્સે પણ તેની જીતની ગતિ જાળવી રાખી છે. 2025 માં, સેન્સેક્સ 7,081.59 પોઈન્ટ અથવા 9 ટકા વધ્યો હતો, અને નિફ્ટી 2,484.8 પોઈન્ટ અથવા 10.50 ટકા વધ્યો હતો. IPO અપડેટમુખ્ય બોર્ડ IPO સેગમેન્ટમાં હાલમાં કોઈ સક્રિય સમસ્યાઓ નથી. SME સેગમેન્ટમાં, મોર્ડન ડાયગ્નોસ્ટિક્સ એન્ડ રિસર્ચ સેન્ટરનો IPO આજે તેના બીજા દિવસમાં પ્રવેશ કરશે.આ પણ વાંચો- Rahu Gochar 2026: નવા વર્ષમાં પાપી ગ્રહ બદલશે ચાલ, અચ્છે દિન થશે શરૂ

Read Full Story arrow_forward
DGCAએ એર ઈન્ડિયાના પાયલટને ફટકારી નોટિસ, 14 દિવસમાં માગ્યો જવાબ, જાણો કારણ
calendar_today January 1, 2026

DGCAએ એર ઈન્ડિયાના પાયલટને ફટકારી નોટિસ, 14 દિવસમાં માગ્યો જવાબ, જાણો કારણ

DGCAએ એર ઈન્ડિયાના એક પાયલને ફ્લાઈટ AI-358 અને AI-357માં એરક્રાફ્ટ ડિસ્પેચ, મિનિમમ ઈક્વિપમેન્ટ લિસ્ટ કમ્પ્લાયન્સ અને ફ્લાઈટ ક્રૂના નિર્ણય લેવામાં જોડાયેલી સુરક્ષા ચિંતાઓની વચ્ચે કારણ દર્શક નોટિસ જાહેર કરી છે. DGCAએ પોતાની નોટિસમાં કહ્યું કે પાયલટે વારંવાર મુશ્કેલી અને સિસ્ટમમાં આવેલી ખરાબી છતાં પણ એરક્રાફ્ટ લીધું, સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે AI-358 ફ્લાઈટમાં એક દરવાજાની પાસે ધુમાડાની ગંધ આવી રહી હતી.DGCAએ કારણ દર્શક નોટિસમાં કહ્યું કે જોવામાં આવ્યું કે મેસર્સ એર ઈન્ડિયા લિમિટેડને ફ્લાઈટ AI-358 દરમિયાન એરક્રાફ્ટ ડિસ્પેચ, મિનિમમ ઈક્વિપમેન્ટ લિસ્ટ કમ્પ્લાયન્સ અને ફ્લાઈટ ક્રૂના નિર્ણય લેવા સાથે જોડાયેલી ગંભીર સુરક્ષા ચિંતાઓ ઉભી થઈ છે. કેમ નોટિસ આપવામાં આવી? નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું કે જ્યારે ફ્લાઈટ AI-358ના ઓપરેશન દરમિયાન ઓપરેટિંગ ક્રૂને PACK ACM L અને પેક મોડ એડવાઈઝરી મળી અને R2 દરવાજાની પાસે ધુમાડાની ગંધની સુચના મળી. છેલ્લા 5 સેક્ટરમાં તેમને સિસ્ટમ સાથે જોડાયેલી વારંવારની મુશ્કેલીઓની નોંધ લેવામાં આવી હતી. સિસ્ટમ ખરાબ હોવા છતાં એરક્રાફ્ટનો ઓપરેશન માટે સ્વીકાર કરી લીધો DGCA મુજબ AI-358માં ઓપરેટિંગ ક્રૂએ MEL લિમિટેશનની સમજ વગર જ એરક્રાફ્ટનો સ્વીકાર કરી લીધો, કારણ કે 28 ડિસેમ્બરે નીચલા જમણા રીસર્ક્યુલેશન ફેનની કંડીશન MEL 'O' કંડીશનની સાથે અલાઈન નહતી. નોટિસમાં કહેવામાં આવ્યું કે જ્યારે એરક્રાફ્ટ VT-ANIને CAR સેક્શન 2, સિરિઝ બી, પાર્ટ 1, પેરા 2.2 અને 2.3ના ઉલ્લંઘનમાં ઈનકમ્પેટિબલ MEL આઈટમની સાથે મોકલવામાં આવ્યું હતું, જ્યારે જણાવેલી વાતો છતાં ફ્લાઈટ AI-358 અને AI-357ના પાયલટે જેમાં તે પોતે પણ સામેલ હતા, વારંવાર મુશ્કેલી અને ખરાબ સિસ્ટમની અગાઉથી જાણકારી હોવા છતાં એરક્રાફ્ટનો ઓપરેશન માટે સ્વીકાર કરી લીધો. આ નિયમોનું કર્યું ઉલ્લંઘન એવિએશન બોડીએ કહ્યું કે 28 જૂન 2025એ ફ્લાઈટ AI-358 પર નીચલા જમણા રીસર્ક્યુલેશન ફેન સાથે જોડાયેલી MEL 'O' શરતનું પાલન ના કરવામાં આવ્યું, જે CAR સેક્શન 2, સિરિઝ બી, પાર્ટ 1, પેરા 5.3નું ઉલ્લંઘન છે, જ્યારે ઓપરેટિંગ ક્રૂએ MELની મર્યાદાઓ અને સિસ્ટમ ઈન્ટરડિપેન્ડેન્સીની સમજ વગર એરક્રાફ્ટનો સ્વીકાર કરી લીધો, જે CAR સેક્શન 8, સિરિઝ O, પાર્ટ 2, પેરા 3.1.2ના નિયમોની વિરૂદ્ધ છે. નોટિસમાં કહેવામાં આવ્યું કે તમને આ નોટિસ મળવાના 14 દિવસની અંદર કારણ જણાવવા માટે નિર્દેશ આપવામાં આવે છે કે ઉપર જણાવેલા ઉલ્લંઘનો માટે એરક્રાફ્ટ રૂલ્સ અને સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટસ સંબંધિત પ્રોવિઝન્સ હેઠળ તમારી વિરૂદ્ધ યોગ્ય એનફોર્સમેન્ટ એક્શન કેમ શરૂ કરવામાં ના આવે, નક્કી કરેલા સમયમાં પોતાનો જવાન નહીં રજૂ કરવામાં આવે તો રેકોર્ડમાં હાજર રહેલા પૂરાવાના આધાર પર કેસ પર એકતરફી નિર્ણય કરવામાં આવશે. ફ્લાઈટને તાત્કાલિક ટેક ઓફ બાદ પરત લેન્ડ કરાઈ આ પહેલા 22 ડિસેમ્બરે મુંબઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટને રવિવારે નીકળ્યા પછી તરત દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું. ફ્લાઈટ AI-887ના પાયલટે હવામાં ટેક્નિકલ ખામીની જાણ થયા બાદ સાવધાનીથી પરત ફરવાનો વિકલ્પ પસંદ કર્યો. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ AI-887ને ઓપરેટ કરનારા ક્રૂ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર મુજબ ટેક્નિકલ સમસ્યાના કારણે ટેક ઓફના તરત બાદ જ દિલ્હી પરત ફર્યું.   આ પણ વાંચો: 8 major expressways by 2026: અમદાવાદ, જામનગરા, દિલ્હી અને...2026માં દેશને મળશે મોટા 8 એક્સપ્રેસ વે

Read Full Story arrow_forward