android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
GST Collection : જીએસટીથી સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં થયું 1.74 લાખ કરોડનું કલેક્શન
calendar_today January 1, 2026

GST Collection : જીએસટીથી સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં થયું 1.74 લાખ કરોડનું કલેક્શન

દેશના ગુડસ એન્ડ સર્વિસ ટેક્સનું કલેક્શન ડિસેમ્બર 2025માં ગયા વર્ષની તુલનામાં 6.1 ટકાનો વધારો થઈને 1.74 ટ્રિલિયન થઈ ગયું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ડિસેમ્બર 2025માં ગ્રોસ જીએસટી કલેક્શન 6.1 ટકા વધીને 1.74 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે. જો મોટા ટેક્સ ઘટાડા બાદ જ ઘરેલુ વેચાણથી રેવેન્યુમાં ધીમી ગ્રોથનું કારણ બન્યું.ડિસેમ્બર 2024માં જીએસટી રેવેન્યુ 1.64 લાખ કરોડરથી વધારેનું થયું હતું. ઘરેલુ ટ્રાન્ઝેક્શનથી ગ્રોસ રેવેન્યુ 1.2 ટકા વધીને 1.22 લાખ કરોડ રૂપિયાથી વધારેનું થઈ ગયું, જ્યારે ડિસેમ્બર 2025 દરમિયાન ઈમ્પોર્ટેડ સામાનથી રેવેન્યુ 19.7 ટકા વધીને 51,977 કરોડ રૂપિયા થઈ ગયું.375 વસ્તુઓ પર જીએસટી દર ઓછા કરવામાં આવ્યા ડિસેમ્બરમાં રિફંડ 31 ટકા વધીને 28,980 કરોડ રૂપિયા થઈ ગયું છે. નેટ જીએસટી રેવન્યુ રિફંડ એડજસ્ટ કર્યા બાદ 1.45 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું, જે દર વર્ષે 2.2 ટકા વધારે છે. ગયા મહિને સેસ કલેક્શન ઘટીને 4,238 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે ડિસેમ્બર 2024માં આ 12,003 કરોડ રૂપિયા હતું. 22 સપ્ટેમ્બર 2025થી લગભગ 375 વસ્તુઓ પર જીએસટી દર ઓછા કરવામાં આવ્યા, જેનાથી સામાન સસ્યો થઈ ગયો, સાથે જ હવે કમ્પેનસેશન સેસ માત્ર તમાકુ અને સંબંધિત પ્રોડક્ટસ પર લગાવવામાં આવે છે, જ્યારે પહેલા આ લગ્ઝરી, સિન અને ડીમેરિટ ગુડ્સ પર લાગતો હતો. GST દરમાં ઘટાડાની અસર રેવેન્યુ કલેક્શન પર પડી છે. નવેમ્બરમાં ઘણા રાજ્યના કલેક્શનમાં થયો હતો વધારો દેશમાં નવેમ્બર મહિનામાં જીએસટી રેટ કટમાં પોઝિટિવ પ્રભાવ જોવા મળ્યો છે. નવેમ્બરેમાં ગ્રોસ જીએસટી કલેક્શન 0.7 ટકાથી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. નવેમ્બર 2024માં ગ્રોસ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 1.69 લાખ કરોડ રૂપિયા હતું. જો કે આ વર્ષે તેમાં વધારો થયો છે. નવેમ્બર મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં ના માત્ર દેશના ઓવર ઓલ કલેક્શનમાં વધારો થયો હતો પણ દેશના મોટા રાજ્યોના પણ કલેક્શનમા વધારો થયો હતો. હરિયાણાનું કલેક્શન 17 ટકા, કેરળનું કલેક્શન 8 ટકા અને અસમનું કલેક્શન 18 ટકા વધ્યું હતું. આ સિવાય ગુજરાત, તમિલનાડુનું કલેકશન 1-2 ટકા વધ્યું હતું. આ પણ વાંચો: જયશંકરના હાથ મિલાવવાથી PAK ઉત્સાહિત,પોતાની જ પીઠ થપથપાવી

Read Full Story arrow_forward
Cigarette price hike: મોંઘી થશે સિગારેટ! એક્સાઇઝ ડ્યુટીમાં વધારો, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર
calendar_today January 1, 2026

Cigarette price hike: મોંઘી થશે સિગારેટ! એક્સાઇઝ ડ્યુટીમાં વધારો, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર

આ સમાચાર સિગારેટ પીનારાઓ અને પાન મસાલા ખાનારાઓ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2026થી સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. સરકારે બુધવારે એટલે કે 31 ડિસેમ્બર 2025ની રાત્રે આ સંદર્ભમાં એક સત્તાવાર આદેશ જારી કર્યો હતો. અગાઉ, ડિસેમ્બર 2025માં સરકારે સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ, 2020ને મંજૂરી આપી હતી, જેણે તમાકુ ઉત્પાદનો પર કર વ્યવસ્થા કડક બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. તમાકુ ઉત્પાદનો પર તગડો ટેક્સ નવી સિસ્ટમ હેઠળ, સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટી તેની લંબાઈના આધારે નક્કી કરવામાં આવશે. આ ડ્યુટી 2,050 રૂપિયાથી 8,500 રૂપિયા પ્રતિ હજાર સ્ટીક સુધીની હશે. આનો અર્થ એ થયો કે સિગારેટ જેટલી લાંબી હશે, તેટલો ટેક્સ વધારે લાગશે. આ નિર્ણય પછી, સિગારેટના ભાવમાં વધારો નિશ્ચિત માનવામાં આવે છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર આવક વધારવાનો જ નથી, પરંતુ તમાકુ ઉત્પાદનોના વ્યસનને અટકાવવાનો અને જાહેર આરોગ્ય અંગે કડક પગલાં લેવાનો પણ છે. સૂચના અનુસાર, તમાકુ અને પાન મસાલા પરના નવા કર (વસુલી) લાગુ GST દરો ઉપરાંત હશે. આ નવી જોગવાઈઓ હાલના GST વળતર ઉપકરનું સ્થાન લેશે, જે હાલમાં 'સિન પ્રોડક્ટ્સ' પર અલગ અલગ દરે વસૂલવામાં આવે છે. 1 ફેબ્રુઆરીથી, પાન મસાલા, સિગારેટ, તમાકુ અને અન્ય સંબંધિત ઉત્પાદનો પર GST હેઠળ 40 ટકા ટેક્સ લાગશે, જ્યારે બીડી પર 18 ટકા ટેક્સ લાગશે. સરકારે જાહેર કર્યું નોટિફિકેશન GST ઉપરાંત, પાન મસાલા પર હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ પણ લાગશે. નાણા મંત્રાલયની એક સૂચના મુજબ, તમાકુ અને તમાકુ સંબંધિત ઉત્પાદનો પર પણ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાગશે. આ ફેરફારોથી તમાકુ ઉત્પાદનો પર એકંદરે ટેક્સનો બોજ વધવાની અપેક્ષા છે, જેના કારણે કિંમતો વધી શકે છે.

Read Full Story arrow_forward
Khambhat : પિતાના પ્રેમ પ્રકરણથી નારાજ પુત્રએ પિતાની પ્રેમીકાની હત્યા કરી નાખી, વાંચો સનસનીખેજ બનાવ
calendar_today January 1, 2026

Khambhat : પિતાના પ્રેમ પ્રકરણથી નારાજ પુત્રએ પિતાની પ્રેમીકાની હત્યા કરી નાખી, વાંચો સનસનીખેજ બનાવ

ખંભાત તાલુકાના વત્રા ગામે પરિણીતાની બોથડ પદાર્થના ફટકા મારી હત્યા કરાયેલ મૃતદેહ તમાકુના ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી પરિણિતાની હત્યાનો ભેદ ખોલી નાખ્યો હતો પરિણીતાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો ખંભાતના વત્રા ગામે ગત તારીખ 28મી તારીખના રોજ સવારે ખોરીયાકુવા નજીકના ખેતરમાંથી તમાકુના પાક વચ્ચેથી દરબાર ફળીયામાં રહેતી એક પરિણીતાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ખેતરમાં જતા ખેડૂતે લોહીલુહાણ હાલતમાં લાશ જોતા ગામના અગ્રણીઓને જાણ કરી હતી અને આ મામલે ખંભાત પોલીસને જાણ કરવામાં આવી હતી સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલનો મૃતદેહ મળ્યો ઘટનાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક,પોલીસ ઇન્સ્પેકટર સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટના સ્થળે તપાસ કરતા તમાકુના ખેતર વચ્ચે ઊંધા માથે મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. આ મહિલાનું નામ ગામમાં જ રહેતી 38 વર્ષીય સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર પોલીસે લાશને કબ્જે કરી પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યાં પેનલ ડોકટરો દ્વારા પી.એમ કરવામાં આવ્યું હતું. જેમાં સારિકા બેન પટેલની હત્યા કરાયાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે હત્યારા સુધી પહોંચવા ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી.એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે જેને લઇ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે પ્રેમ પ્રકરણની દિશામાં તપાસ કરી હતી.જેમાં પરિણીતાના પ્રેમી અને તેના દીકરાઓને પોલીસે રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરી હતી. રણજીત અને સારિકા વચ્ચે પ્રેમસબંધ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર,ખંભાતના વત્રા ગામના દરબાર ફળિયામાં રહેતી 38 વર્ષીય સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલના ફળિયામાં 52 વર્ષીય રણજીતભાઈ તખતસિંહ પરમાર રહે છે. છેલ્લા 15 વર્ષથી રણજીત અને સારિકાબેન સાથે પ્રેમસબંધ ચાલતો હતો.જે બાબતને લઈ રણજીતભાઈ પરમારના ઘરમાં દીકરાઓ સાથે ઘર કંકાસ પણ ચાલતો હતો .પ્રેમ પ્રકરણમાં ચાલતા ઝઘડાઓને લઈ પિતા અને પરિણીતાને દીકરાઓએ વારંવાર સમજાવ્યા બાદ પણ બે માંથી એક પણ માન્યા હતા.પ્રેમ પ્રકરણ અને ઘરકંકાસથી કંટાળેલ પ્રેમી રણજીતભાઈ પરમારના સૌથી નાના દીકરા સુનિલકુમાર પરમારે પરણીતાની હત્યા કરી નાખી હતી. સારિકાબેન પ્રેમી રણજીતભાઈને મળવા માટે ખેતરમાં ગઈ  ખોરીયા કુવા નજીકના ખેતરમાં બંને જણા અવારનવાર મળતા હોવાની જાણ પણ હત્યા કરનારને હતી.ગત 27મી તારીખના રોજ રાત્રીના સુમારે સારિકાબેન પ્રેમી રણજીતભાઈને મળવા માટે ખેતરમાં ગઈ હતી.ત્યાં પ્રેમી રણજીતભાઈ નો સૌથી નાનો પુત્ર સુનિલ પરમાર આવી પહોંચ્યો હતો.અને રસ્તામાં જ સારીકાને માથામાં પાછળના ભાગે ઉપરાછાપરી લાકડાના ડંડાના ફટકા મારી દીધા હતા જેને લઇ સારિકા લોહીલુહાણ હાલતમાં ખેતરમાં ફસડાઈ પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું હત્યા કર્યા બાદ આરોપી સુનિલે લાશને ઢસેડીને લઈ જઈ બાજુના તમાકુના ખેતરમાં ખસેડી દીધી હતી.અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો પોલીસે મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો ખંભાત પોલીસે મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યાના સ્થળ પર આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપીને રિમાન્ડ અર્થે ખંભાત કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા આ પણ વાંચો----    LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward