android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : પાણીગેટ–બાવામાનપુરામાંથી ચરસના જથ્થા સાથે નામચીન ફૈઝલખાન ઝડપાયો
calendar_today January 1, 2026

Vadodara : પાણીગેટ–બાવામાનપુરામાંથી ચરસના જથ્થા સાથે નામચીન ફૈઝલખાન ઝડપાયો

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા બાવામાનપુરામાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. એક મકાનમાંથી ચરસનો જથ્થો ઝડપી પાડીને એક મહિલા સહિત ચરસ વેચતા નામચીન આરોપી ફૈઝલખાન ઉર્ફે લાલો ચિલ્લર હૈદરખાન પઠાણની ધરપકડ કરી છે.મહિલાના ઘરમાંથી ચરસનો જથ્થો મળ્યો પોલીસને બાવામાનપુરામાં નૂરાની મસ્જિદ પાસે રહેતી હમીદાબીબી એહમદમીયા બેલીમના ઘરમાં ચરસનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી. તેના આધારે દરોડો પાડતા મકાનમાં ટીવી પાછળ રાખેલા એક લેડીઝ પર્સમાંથી રૂ. 51 હજારની કિંમતનો 204 ગ્રામ ચરસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. ચરસનો જથ્થો નજીકમાં રહેતો ફૈઝલખાન મૂકી ગયો પોલીસ પૂછપરછ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે આ ચરસનો જથ્થો નજીકમાં રહેતો ફૈઝલખાન મૂકી ગયો હતો. આ આધારે પોલીસે ફૈઝલખાનને પણ ઝડપી પાડ્યો હતો. વધુ પૂછપરછમાં ફૈઝલે આ ચરસ સુરતના મોહસીન પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું, જેને આધારે પોલીસે મોહસીનને વોન્ટેડ જાહેર કર્યો છે. ફૈઝલખાન સામે 15 ગુના પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ફૈઝલખાન સામે અગાઉ નારકોટિક્સ એક્ટ હેઠળ બે ગુના ઉપરાંત ચોરી, લૂંટ, મારામારી અને હદપાર ભંગ સહિત કુલ 15 ગુના નોંધાયેલા છે. પોલીસે બે મોબાઇલ ફોન પણ કબજે કરી ડ્રગ્સ નેટવર્કની વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો----   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Surat માં હાઈટેક ડ્રગ્સ રેકેટ ઝડપાયું, વોટ્સએપ-ઇન્સ્ટાથી વેચાતું હતું 'મોતનું સસ્તું બળતણ'
calendar_today January 1, 2026

Surat માં હાઈટેક ડ્રગ્સ રેકેટ ઝડપાયું, વોટ્સએપ-ઇન્સ્ટાથી વેચાતું હતું 'મોતનું સસ્તું બળતણ'

સુરતના અમરોલી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે છાપરાભાઠા રોડ પરથી જીલ ઠુમ્મર નામના શખ્સની ધરપકડ કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપી પાસેથી પોલીસે 236.780 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ કબજે કર્યું છે, જેની બજાર કિંમત અને અન્ય સામાન મળી કુલ ₹7.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી જીલ ઠુમ્મર કન્ટ્રક્શન સાઇટના વ્યવસાય સાથે સંકળાયેલો છે, પરંતુ પોતાના મોજશોખ અને વૈભવી જીવન જીવવા માટે છેલ્લા 8 મહિનાથી ડ્રગ્સના વેપારમાં ધકેલાયો હતો.ડ્રગ્સ લેવા આવેલા બે સાગરિતો ફરાર આ ડ્રગ્સ નેટવર્કની ચોંકાવનારી બાબત એ છે કે તે સંપૂર્ણપણે હાઈટેક રીતે ચાલતું હતું. આરોપી ડ્રગ્સના સોદા કરવા માટે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો અને ગ્રાહકો સાથે ખાસ 'કોડવર્ડ'માં વાત કરતો હતો. જ્યારે પોલીસ ત્રાટકી ત્યારે ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા હિતેશ અને ભરત નામના બે શખ્સો પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. હાલમાં SOG પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને તેણે અત્યાર સુધીમાં કેટલા કરોડનું ડ્રગ્સ વેચ્યું છે તથા આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Bhavnagar News : મહુવામાં નવનીત બાલઘીયા પર હુમલો, કોળી સમાજમાં ભારે રોષ, ધારાસભ્યો હોસ્પિટલ દોડ્યા

Read Full Story arrow_forward
Valsad News: વલસાડના અતુલની પાર નદીમાં 20 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ
calendar_today January 1, 2026

Valsad News: વલસાડના અતુલની પાર નદીમાં 20 વર્ષીય યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ

વલસાડ જિલ્લાના અતુલ નજીકથી પસાર થતી પાર નદીમાં એક યુવકે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.યુવકે શા કારણે નદીમાં છલાંગ લગાવી છે. તેની પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.પોલીસે હાલ લાશનો કબજો લઇને વધુ તપાસ હાથ ધરી છે.20 વર્ષીય યુવકે નદીમાં લગાવી છલાંગ મળતી માહિતી મુજબ, વલસાડના અતુલ વિસ્તારમાં આવેલી પાર નદીના પુલ પરથી એક યુવકે અચાનક નદીમાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ તરવૈયાઓએ યુવકના મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ મૃતકની ઓળખ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક યુવકની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. તે વાપીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આટલી નાની ઉંમરે આશાસ્પદ યુવકે આવું અંતિમ પગલું કેમ ભર્યું, તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. હજુ સુધી આત્મહત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ કાર્યવાહી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક ક્યાંનો રહેવાસી હતો અને તેણે કયા માનસિક તણાવ કે મુશ્કેલીમાં આવીને આ પગલું ભર્યું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. યુવકના પરિવારજનોની પૂછપરછ બાદ આ મામલે વધુ ખુલાસો થવાની શક્યતા છે. આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદના મેથોડિસ્ટ ચર્ચ ખાતે કરાઇ નવા વર્ષની ઉજવણી, આકાશ રંગબેરંગી ફુગ્ગાથી સજ્યું

Read Full Story arrow_forward