android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ONGCના કૂવામાં લાગેલી આગ બેકાબૂ, મુંબઇ અને દિલ્હીથી બોલાવાયા એક્સપર્ટ
calendar_today January 6, 2026

ONGCના કૂવામાં લાગેલી આગ બેકાબૂ, મુંબઇ અને દિલ્હીથી બોલાવાયા એક્સપર્ટ

આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લામાં આવેલા મોરી-5 ગેસ કૂવામાં લાગેલી ભીષણ આગને બુઝાવવા માટે મુંબઈ અને દિલ્હીથી ONGCના નિષ્ણાતોની ટીમો પહોંચી છે. આગની તીવ્રતા સોમવારની સરખામણીમાં થોડી ઓછી થઈ છે, પરંતુ સંપૂર્ણ નિયંત્રણ માટે નિષ્ણાતોનું મૂલ્યાંકન જરૂરી છે.

Read Full Story arrow_forward
Junagadh માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1450 બોટલ નકલી દારૂ અને મશીનરી સાથે એકની ધરપકડ
calendar_today January 6, 2026

Junagadh માં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1450 બોટલ નકલી દારૂ અને મશીનરી સાથે એકની ધરપકડ

જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને કેમિકલયુક્ત નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ગુજસીટોકના આરોપી પ્રતાપ શિવુભા સોલંકીના બંધ મકાનમાં ચાલતા આ કારખાનામાંથી પોલીસે 1450 નકલી દારૂની બોટલો, 450 લીટર જોખમી કેમિકલ, દારૂ પેક કરવાનું મશીન અને 1000થી વધુ નકલી સીલ કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી આરોપીના ભાઈ રઘુવીરસિંહ સોલંકીની ધરપકડ કરી છે. સમગ્ર વિસ્તારમાં કેમિકલની તીવ્ર દુર્ગંધ ફેલાયેલી હતી, જે સાબિત કરે છે કે અહીં મોટા પાયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા.પોલીસે તપાસ હાથ ધરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી બહારના રાજ્યમાંથી સફેદ રંગનું દુર્ગંધ મારતું કેમિકલ મંગાવતી હતી. આ કેમિકલમાં 'ઓલ્ડ મોંક' જેવી બ્રાન્ડેડ ફ્લેવર લાવવા માટે ગોળની ચાસણી અને કૃત્રિમ રંગો ઉમેરવામાં આવતા હતા. ત્યારબાદ આ મિશ્રણને બ્રાન્ડેડ બોટલોમાં ભરી, મશીન દ્વારા નકલી સીલ લગાવી બજારમાં અસલી દારૂ તરીકે વેચવામાં આવતો હતો. હાલ પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ગુજસીટોકના મુખ્ય આરોપી અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ પણ વાંચો : Surat કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ, સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ

Read Full Story arrow_forward
Gandhinagar માં ટાઈફોઈડના કહેર વચ્ચે મેયર સહિતના પદાધિકારીઓ ક્રિકેટ રમવા ભાવનગર પહોંચ્યા, જનતા રામ ભરોસે
calendar_today January 6, 2026

Gandhinagar માં ટાઈફોઈડના કહેર વચ્ચે મેયર સહિતના પદાધિકારીઓ ક્રિકેટ રમવા ભાવનગર પહોંચ્યા, જનતા રામ ભરોસે

ગાંધીનગરમાં ટાઈફોઈડના કહેર વચ્ચે શહેરના પદાધિકારીઓ અને અધિકારીઓ ક્રિકેટ રમવા વ્યસ્ત રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ઉગ્ર વિરોધ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.મેયર સહિત કેટલાક પદાધિકારીઓ ભાન ભૂલી ટાઈફોઈડના વધતા કેસ વચ્ચે રમતગમતમાં મશગૂલ માહિતી અનુસાર, મેયર સહિત કેટલાક પદાધિકારીઓ ભાન ભૂલી ટાઈફોઈડના વધતા કેસ વચ્ચે રમતગમતમાં મશગૂલ રહ્યા. શહેરમાં હાલમાં ટાઈફોઈડના 133 કેસ નોંધાયા છે. જાહેર સ્વાસ્થ્ય અને લોકોને સાવચેત રાખવા માટે યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા હોવાનું નાગરિકો કહે છે. જનતાને રામ ભરોસે છોડીને ભાવનગર ક્રિકેટ રમવા પહોંચી ગયા ગાંધીનગરના મેયર સહિત પદાધિકારીઓને ક્રિકેટમાં રસ હોય તેમ લાગી રહ્યું છે અને જનતાને રામ ભરોસે છોડીને ભાવનગર ક્રિકેટ રમવા પહોંચી ગયા છે. અધિકારીઓ અને પદાધિકારીઓ ક્રિકેટ રમવામાં મશગૂલ છે અને ટાઈફોઈડના કહેર વચ્ચે પદાધિકારીઓ ભાન ભૂલ્યા છે. આ પણ વાંચો-----   Gujarat Latest News Live : સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુક્યાની ધમકી, કોર્ટ પરિસરને ખાલી કરાવાયું

Read Full Story arrow_forward