Sabarkantha News: વિજયનગરમાં કમોસમી વરસાદી ઝાપટા, ખેડૂતોની ચિંતા વધી!
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. અણધાર્યા વરસાદી માહોલના કારણે જ્યાં એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ અન્નદાતા ગણાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંઘટનાની મળતી વિગતો, વિજયનગર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અચાનક આકાશમાં વાદળો ઘેરાયા બાદ કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ અણધાર્યા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભીના થયા હતા અને પંથકમાં ઠંડક અનુભવાઈ હતી, પરંતુ આ બદલાયેલો મિજાજ ખેડૂતો માટે મુશ્કેલીરૂપ સાબિત થઈ રહ્યો છે.તૈયાર પાકને લઈને ખેડૂતોની ચિંતામાં મોટો વધારોહાલ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે, અને કેટલાક વિસ્તારોમાં કાપણીની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કમોસમી વરસાદે ખેડૂતોની રાંઝણ વધારી દીધી છે. પાકની કાપણી અને તેની ઉપજ પર સંકટ તોળાઈ રહ્યું હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે કે, જો વધુ વરસાદ પડશે તો તેમનો પાક બગડી શકે છે.ખેડૂતોની આશા, હવે સાનુકૂળ હવામાનની પ્રતીક્ષાઆવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો હવે આગામી દિવસોમાં સાનુકૂળ હવામાન રહે અને મેઘરાજા વિરામ લે તેવી આશા રાખી રહ્યા છે. પાકને સુરક્ષિત રાખવા માટે ખેડૂતો દ્વારા દોડધામ પણ કરવામાં આવી રહી છે, જેથી મહેનત પાણીમાં ન જાય.આ પણ વાંચો: Sabarkantha : પ્રેમલગ્નના વિવાદમાં કડવા પાટીદાર સમાજનો પોલીસ સામે આક્રોશ, ફરિયાદ ન નોંધાતાં પોલીસ મથકનો ઘેરાવો
Read Full Story arrow_forward