android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: કુડાસણમાં બોસ્કી ધ એમ્પાયરનું રજિસ્ટ્રેશન રદ, રેરાએ તમામ બાંધકામ અને બુકિંગ અટકાવ્યા
calendar_today October 21, 2026

Gandhinagar: કુડાસણમાં બોસ્કી ધ એમ્પાયરનું રજિસ્ટ્રેશન રદ, રેરાએ તમામ બાંધકામ અને બુકિંગ અટકાવ્યા

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ રેરા દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે રેરાએ બોસ્કી ધ એમ્પાયર પ્રોજેક્ટ સામે લાલ આંખ કરીને તેનું રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા આ નિર્માણાધીન પ્રોજેક્ટની વિકાસ પરવાનગી પણ રદ કરી દેવામાં આવી છે.બોસ્કી ધ એમ્પાયર દુર્ઘટના મામલે રેરાએ કડક વલણ અપનાવ્યું ગાંધીનગરના કુડાસણમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ રેરા સત્તામંડળ એક્શનમાં આવ્યું છે. કુડાસણ ખાતે નિર્માણાધીન બોસ્કી ધ એમ્પાયર દુર્ઘટના મામલે રેરાએ કડક વલણ અપનાવ્યું છે.બોસ્કી ધ એમ્પાયરનું રેરા રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી રદ રેરા તંત્ર દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત બોસ્કી ધ એમ્પાયરનું રેરા રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટની માન્યતા રદ થતાં નિર્માણ કાર્ય કાયદાકીય રીતે અટકી પડ્યું છે. વિકાસ પરવાનગી પણ રદઆ સાથે રેરાએ પ્રોજેક્ટની અગાઉ અપાયેલી વિકાસ પરવાનગી પણ રદ કરી દીધી છે. વિકાસ પરવાનગી રદ થવાથી હવે પ્રોજેક્ટનું કોઈપણ કાર્ય કાયદેસર ગણાશે નહીં. નિર્માણાધીન બિલ્ડિંગ મામલે રેરાનો આ આદેશ અત્યંત મોટો અને કડક નિર્ણય સાબિત થયો છે.તમામ બાંધકામ કામગીરી તાત્કાલિક બંધ કરવાનો આદેશરેરાએ પ્રોજેક્ટ સ્થળ પર ચાલી રહેલી તમામ બાંધકામ કામગીરી તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રોજેક્ટના માર્કેટિંગ તેમજ પ્રચાર-પ્રસાર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે. પ્રમોશનલ પ્રવૃત્તિઓ બંધ કરી પ્રોજેક્ટનું કોઈપણ પ્રદર્શન ન કરવા આદેશ અપાયો છે. પ્રોજેક્ટ હેઠળ તમામ પ્રકારનું બુકિંગ તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવ્યું છે. કુડાસણ ખાતે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ રેરાએ સર્વાંગી પ્રતિબંધ લાદી દીધો છે. નિયમનકારી તંત્રની આ આકરી કાર્યવાહીથી કડક સંકેત આપવામાં આવ્યો છે. આ પણ વાંચો :    Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..                                

Read Full Story arrow_forward
Gandhinagar News : મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગુજરાત સરકારે મહેસૂલી તલાટીઓનો જોબચાર્ટ જાહેર કર્યો
calendar_today October 21, 2026

Gandhinagar News : મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, ગુજરાત સરકારે મહેસૂલી તલાટીઓનો જોબચાર્ટ જાહેર કર્યો

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના મહેસૂલી તલાટીઓની વિવિધ કામગીરી અને જવાબદારીઓ અંગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નવા જોબચાર્ટ દ્વારા મહેસૂલી તલાટીઓએ કયા કામો કરવાના રહેશે અને કયા કામો અન્ય વિભાગો હસ્તક રહેશે તે અંગેની સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી કામગીરીમાં પારદર્શિતા આવશે અને તલાટીઓ વચ્ચે ચાલતી દ્વિધાનો અંત આવશે.કૃષિ રાહત પેકેજ, આપત્તિ સરવે અને ફાર્મર રજિસ્ટ્રીની જવાબદારીસરકારના નવા પરિપત્ર અનુસાર, કોઈપણ કુદરતી આપત્તિ સમયે કે કૃષિ રાહત પેકેજની જાહેરાત વખતે રચવામાં આવતી સરવે ટીમમાં મહેસૂલી તલાટી સભ્ય તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત, કુદરતી આપત્તિ સમયે વાવેતર અંગેના દાખલાઓ પણ તલાટી દ્વારા જ આપવામાં આવશે. ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત લાભાર્થીઓની વિગતો ચકાસીને તેને માન્ય રાખવાના (એપ્રુવર તરીકેના) અધિકારો પણ મહેસૂલી તલાટીને જ સોંપવામાં આવ્યા છે.જમીન માપણી અને પાક કાપણીની કામગીરી અન્ય વિભાગોને સોંપાઈઆ જોબચાર્ટમાં એક મોટો ફેરફાર કરતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખેતરોમાં પાક કાપણીના અખતરાઓની કામગીરી હવેથી ગ્રામ સેવકો દ્વારા કરવામાં આવશે. આ સિવાય, જમીન માપણી સંબંધિત તમામ ટેકનિકલ અને ક્ષેત્રીય કામગીરી જમીન માપણી તંત્ર દ્વારા જ હાથ ધરવામાં આવશે. આ સ્પષ્ટતાઓને કારણે તલાટીઓ પરથી વધારાનું ભારણ ઘટશે અને તેઓ પોતાની મહેસૂલી તથા લોકકલ્યાણની સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.આ પણ વાંચો : Ahmedabad News : CTM ના પરિવારે ઉત્સાહભેર ખોલ્યું નમકીનનું પેકેટ, અંદરથી એવું શું નીકળ્યું કે આખો પરિવાર ચોંકી ઉઠ્યો?

Read Full Story arrow_forward
Ahmedabad : દાણાપીઠ ફાયર સ્ટેશનનું 24 મહિનાનું કામ 50 મહિને પૂર્ણ થયુ, રોડ કમિટીએ અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો
calendar_today October 21, 2026

Ahmedabad : દાણાપીઠ ફાયર સ્ટેશનનું 24 મહિનાનું કામ 50 મહિને પૂર્ણ થયુ, રોડ કમિટીએ અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો

અમદાવાદના દાણાપીઠ ફાયર સ્ટેશનની કામગીરી નિર્ધારિત સમય કરતાં બમણાથી વધુ સમય લંબાતાં મોટો વિવાદ ઊભો થયો છે. જે કામગીરી 24 મહિનામાં પૂર્ણ કરવાની હતી તે આખરે 50 મહિને પૂરી થઈ હતી. આ વિલંબ બાદ અધિકારીઓએ ભાવવધારો આપવા માટે માગણી કરી હતી. રોડ કમિટી ચેરમેને આ મામલે ગંભીર સવાલો ઉઠાવી ખુલાસો માગ્યો છે.કામગીરી સમયસર પૂર્ણ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકના દાણાપીઠ ફાયર સ્ટેશનના નવીનીકરણ અને બાંધકામની કામગીરી સમયસર પૂર્ણ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. નિર્ધારિત સમયમર્યાદા અનુસાર આ પ્રોજેક્ટ ફક્ત 24 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આ સમગ્ર કામગીરી પૂર્ણ થતાં પૂરા 50 મહિના જેટલો લાંબો સમય લાગી ગયો હતો.26 મહિના જેટલો અસાધારણ સમય વધુ વીતી ગયો નિર્ધારિત મુદત કરતાં 26 મહિના જેટલો અસાધારણ સમય વધુ વીતી ગયો હોવા છતાં પ્રોજેક્ટ સાથે જોડાયેલા તંત્રના અધિકારીઓ દ્વારા આ મામલે સમયવધારો મંજૂર કરવા તથા વધારાનો ભાવવધારો આપવા માટેની માગણી સામે લાવવામાં આવી હતી. મહત્વનું છે કે સંબંધિત અધિકારીઓએ કન્સલ્ટન્ટના અભિપ્રાયને આગળ ધરીને સમયવધારો આપવાની ભલામણ કરી હતી.અધિકારીઓ સામે આકરા સવાલો પ્રોજેક્ટમાં થયેલા આ આંધળા વિલંબ અને ખર્ચ વધારાની દરખાસ્ત સામે આવતાં જ રોડ કમિટીની બેઠકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. રોડ કમિટી ચેરમેને આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને અધિકારીઓ સામે આકરા સવાલો કર્યા હતા કે આખરે કોની બેદરકારી કે ભૂલના કારણે કામગીરીમાં આટલો મોટો સમય વધારે ગયો છે. ભાવમાં થયેલો વધારો કોની ભૂલઆ ઉપરાંત પ્રોજેક્ટ દરમિયાન થયેલા સમયના વિલંબને કારણે સ્ટીલ અને લોખંડના ભાવમાં થયેલો વધારો કોની ભૂલના કારણે ચૂકવવાનો થાય છે તે અંગે પણ સ્પષ્ટ ખુલાસો માંગવામાં આવ્યો હતો. કમિટીએ આ મામલે કન્સલ્ટન્ટના અભિપ્રાયને ફગાવી દઈને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે હવે કન્સલ્ટન્ટનો નહીં પરંતુ જવાબદાર DYMCનો જ સત્તાવાર અભિપ્રાય રજૂ કરવામાં આવે, જેથી જવાબદારી નક્કી કરી શકાય અને જવાબદાર સામે યોગ્ય પગલાં ભરી શકાય. આ પણ વાંચો    :   Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..                                

Read Full Story arrow_forward