android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : બીજા ખોડલધામની જાહેરાત પર અલ્પેશ કથેરિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
calendar_today October 16, 2026

Surat News : બીજા ખોડલધામની જાહેરાત પર અલ્પેશ કથેરિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

પાટીદાર સમાજમાં વધુ એક મોટા ધાર્મિક અને સામાજિક ધામ એવા બીજા 'અન્નપૂર્ણા ખોડલધામ'ની જાહેરાત થતાં જ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આ મહત્વપૂર્ણ જાહેરાત બાદ પાટીદાર નેતા અલ્પેશ કથેરિયાનું મોટું અને હકારાત્મક નિવેદન સામે આવ્યું છે. કથેરિયાએ આ નવનિર્મિત થનારા અન્નપૂર્ણા ખોડલધામને સમગ્ર સમાજ તરફથી શુભકામનાઓ પાઠવી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ નવું ધામ પણ સમાજ માટે પ્રગતિ અને એકતાનું પ્રતીક બનશે.'મંદિર સેવા ભાવનાથી બનશે, સમાજને મળશે વધુ સુવિધાઓ'આ પ્રકલ્પ અંગે વધુ વાત કરતા અલ્પેશ કથેરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મંદિર પૂર્ણપણે સેવા ભાવનાથી જ બનાવવામાં આવી રહ્યું છે. નવા મંદિરના નિર્માણથી લેઉવા પટેલ સમાજ સહિત સમગ્ર શ્રદ્ધાળુ વર્ગને વધુ માત્રામાં સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહેશે. ધાર્મિક આસ્થાની સાથે સમાજના જરૂરિયાતમંદ વર્ગની મદદ કરવી એ જ આ ધામનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે, જેનાથી આવનારા દિવસોમાં સમાજ કલ્યાણના કામોને વધુ વેગ મળશે.પાટીદાર સમાજ માટે વધુ એક સેવાધામઆયોજન અંગે ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે કથેરિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જો આ નિર્ણતમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પૂછવામાં આવ્યું ન હોય, તો તેનો અર્થ એવો ક્યારેય નથી થતો કે તેઓ સમાજથી અલગ થઈ ગયા છે. નરેશ પટેલ હંમેશાં લેઉવા પટેલ સમાજના નેતૃત્વ અને માર્ગદર્શન માટે અગ્રેસર રહ્યા છે અને આગળ પણ રહેશે. કથેરિયાએ સમાજમાં કોઈપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દૂર રહેવા અને એકતા જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી છે.આ પણ વાંચો : Rajkot LCBનો મોટો સપાટો, જેતપુર સોલર પ્લાન્ટ ચોરીનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward
Navratri 2026: સચિવાલયમાં ગરબાની ધમાકેદાર રમઝટ! લંચ ટાઈમમાં કર્મચારીઓ ગરબે ઘૂમ્યા, Video
calendar_today October 16, 2026

Navratri 2026: સચિવાલયમાં ગરબાની ધમાકેદાર રમઝટ! લંચ ટાઈમમાં કર્મચારીઓ ગરબે ઘૂમ્યા, Video

ગાંધીનગર સ્થિત રાજ્યના મુખ્ય વહીવટી મથક એવા સચિવાલયમાં નવરાત્રિ પર્વનો અનોખો રંગ જામ્યો છે. દૈનિક કામકાજના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ કર્મચારીઓમાં મા અંબાની આરાધના અને ગરબા પ્રત્યેનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. સચિવાલયના સંકુલમાં નવરાત્રિના તહેવારને લઈને આહલાદક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.બપોરના લંચ સમયનો કર્મચારીઓએ લીધો અનોખો આનંદઓફિસના કામકાજમાંથી વિરામ લઈને બપોરે લંચ સમય દરમિયાન કર્મચારીઓએ ગરબાની ધૂમ મચાવી હતી. ભોજનના સમયગાળાનો ઉપયોગ કરીને સચિવાલયના તમામ વિભાગોના કર્મચારીઓ એકત્રિત થયા હતા અને ટૂંકા ગાળામાં જ ગરબાનો સૂર અને તાલ જમાવ્યો હતો.ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા મહિલા અને પુરુષ કર્મચારીઓઢોલ અને સંગીતના તાલે મહિલા અને પુરુષ કર્મચારીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. સરકારી કામકાજના માનસિક તાણમાંથી મુક્તિ મેળવીને કર્મચારીઓએ પરંપરાગત શૈલીમાં ગરબા ગાઈને ઉત્સવની ઉજવણી કરી હતી. કર્મચારીઓના આ ઉત્સાહને કારણે સમગ્ર સચિવાલય પરિસર તાલીઓના ગડગડાટ અને ગરબાના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ==કર્મચારી મંડળ અને એસોસિએશનનું સુંદર આયોજનઆ વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન સચિવાલય કર્મચારી મંડળ અને સચિવાલય એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. કર્મચારીઓમાં ભાઈચારો વધે અને તહેવારની સામૂહિક ઉજવણી થઈ શકે તેવા હેતુથી આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને કર્મચારીઓ તરફથી બહોળો અને ભવ્ય પ્રતિસાદ સાંપડ્યો હતો.આ પણ વાંચો: Gandhinagar News : તહેવારોમાં રેશનિંગ કાર્ડધારકો માટે મોટા સમાચાર, 1 લીટર સિંગતેલ અને 2 કિલો ખાંડનું થશે વિતરણ...

Read Full Story arrow_forward
Jamnagar એરપોર્ટ પર સેલિબ્રિટીઝની વધુ એક ઝલક: રિલાયન્સ ગરબામાં આપશે હાજરી
calendar_today October 16, 2026

Jamnagar એરપોર્ટ પર સેલિબ્રિટીઝની વધુ એક ઝલક: રિલાયન્સ ગરબામાં આપશે હાજરી

જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપ ખાતે આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવને પગલે જામનગર એરપોર્ટ પર દેશ અને દુનિયાના જાણીતા સિતારાઓનો જમાવડો યથાવત રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) થી લઈને બોલિવૂડ અને સાઉથ સિનેમાની નામી હસ્તીઓ જામનગરમાં પધારી રહી છે. આ તમામ મહેમાનો રિલાયન્સની નવરાત્રીમાં ગરબાની રોનક વધારશે.MS ધોની, એટલી અને કૃતિ સેનન પહોંચ્યા જામનગરભારતીય ટીમને અનેક આંતરરાષ્ટ્રીય ટ્રોફીઓ અપાવનાર અને દેશભરમાં ચાહકોના દિલ પર રાજ કરનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેમની પત્ની સાક્ષી ધોની સાથે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમની સાથે જ સાઉથ સિનેમા અને બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મોના પ્રખ્યાત ડાયરેક્ટર એટલી કુમાર (Atlee) પણ તેમની પત્ની સાથે જામનગર પધાર્યા છે. એરપોર્ટ પર તેમને જોવા માટે ચાહકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.રિલાયન્સની નવરાત્રીમાં જમાવશે રંગક્રિકેટ અને સાઉથ સિનેમાના સિતારાઓ ઉપરાંત બોલિવૂડની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી કૃતિ સેનન પણ જામનગર એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ તમામ હસ્તીઓ રિલાયન્સ ખાતે યોજાનારા રંગારંગ નવરાત્રી કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે અને ગરબા મહોત્સવમાં રંગ જમાવશે. જામનગરમાં સતત વીઆઈપી સેલિબ્રિટીઝના આગમનને કારણે એરપોર્ટ તેમજ રિલાયન્સ ટાઉનશિપ વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward