Ahmedabadના ઠક્કરનગરમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર પથ્થરમારો
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઠક્કરનગર હાઈવે પર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી દરમિયાન આજે ભારે હોબાળો મચી ગયો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કર્મચારીઓ અને સ્થાનિક લારી-ગલ્લા ધારકો સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઠક્કરનગર હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી.મનપા કર્મીઓ અને લારી-ગલ્લાંવાળા વચ્ચે ઘર્ષણઆ અંગેની ફરિયાદોને આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવા પહોંચી હતી. જ્યારે તંત્ર દ્વારા લારી-ગલ્લાઓ જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે રોષે ભરાયેલા લારી ધારકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ ઉગ્ર બનતા દબાણ વિભાગના કર્મચારીઓ સાથે ઝપાઝપી થઈ હતી અને ઉશ્કેરાયેલા ટોળાએ મનપાની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. ઠક્કરનગર હાઇવે પર ઘણાં સમયથી દબાણની સમસ્યાસ્થાનિકોના જણાવ્યા મુજબ ઠક્કરનગર હાઈવે પર દબાણ એટલું વધી ગયું છે કે રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવું મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ, લારી-ગલ્લા ધારકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ તેમને હેરાન કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward