android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bangladesh election : ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં હલચલ, યુનુસ સરકારના મંત્રીઓ દેશ છોડવાની તૈયારીમાં?
calendar_today February 5, 2026

Bangladesh election : ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં હલચલ, યુનુસ સરકારના મંત્રીઓ દેશ છોડવાની તૈયારીમાં?

બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય અશાંતિ વધુ તેજ બની રહી છે. ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલાં જ મુહમ્મદ યુનુસ સરકારના અનેક મંત્રીઓ અને સલાહકારો દેશ છોડવાની તૈયારીમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ સમગ્ર મામલો રાજદ્વારી પાસપોર્ટ અને વિઝા અરજી સાથે જોડાયેલો હોવાથી તેને ખૂબ ગંભીર રીતે જોવામાં આવી રહ્યો છે.  એકસાથે પોતાના રાજદ્વારી પાસપોર્ટ સરકાર પાસે જમા અહેવાલો અનુસાર, યુનુસ સરકારના ઘણા સલાહકારોએ એકસાથે પોતાના રાજદ્વારી પાસપોર્ટ સરકાર પાસે જમા કરાવ્યા છે. સામાન્ય રીતે મંત્રીઓ અથવા ઉચ્ચ અધિકારીઓ પદ છોડ્યા પછી જ આવા પાસપોર્ટ સોંપે છે, પરંતુ ચૂંટણી પહેલા આ પગલું ભરવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ મંત્રીઓ “સલામત બહાર નીકળવા” માટે તૈયારી કરી રહ્યા છે. મંત્રીઓ હજી પણ પાસપોર્ટ જમા કરાવ્યા નથી એક અહેવાલ મુજબ, કેટલાક મંત્રીઓ વિદેશ પ્રવાસ માટે સરળતાથી વિઝા મેળવવા માટે પોતાના રાજદ્વારી પાસપોર્ટ સબમિટ કરી રહ્યા છે. વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે વિઝા અરજી માટે રાજદ્વારી પાસપોર્ટ જમા કરાવવો ફરજિયાત છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તમામ મંત્રીઓએ હજુ સુધી પોતાના પાસપોર્ટ જમા કરાવ્યા નથી. 15 ફેબ્રુઆરી સુધી ચૂંટણી પરિણામો જાહેર થવાની સંભાવના હાલ સુધીમાં નાણાં સલાહકાર ડૉ. સલેહુદ્દીન અહેમદ એ પોતાનો પાસપોર્ટ સબમિટ કર્યો હોવાની ખુલ્લેઆમ સ્વીકાર્યું છે. તેમના ઉપરાંત સલાહકાર મોહમ્મદ ફૌઝુલ કબીર ખાન પણ આ પ્રક્રિયામાં સામેલ હોવાનું કહેવાય છે. જોકે, વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું નથી કે કોણ રાજીનામું આપવા તૈયાર છે અને કોણ નહીં. બાંગ્લાદેશમાં 15 ફેબ્રુઆરી સુધી ચૂંટણી પરિણામો જાહેર થવાની સંભાવના છે. તે પછી નવી સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થશે. આવી સ્થિતિમાં મંત્રીઓ દ્વારા લેવામાં આવતાં આ પગલાં એ શંકા મજબૂત કરે છે કે તેઓ ચૂંટણી પરિણામો પછી ઉભી થનારી પરિસ્થિતિથી બચવા માંગે છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના નિશાન પર રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે યુનુસ સરકારના ઘણા સલાહકારો તારિક રહેમાનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના નિશાન પર છે. મોટાભાગના સર્વેક્ષણોમાં BNPની જીતની આગાહી થઈ રહી છે. પરિણામે, યુનુસ સરકારના જે સલાહકારો BNPના કટ્ટર વિરોધી રહ્યા છે, તેઓ હવે પોતાની સુરક્ષા અંગે ચિંતિત છે. આ સલાહકારોને નિશાન બનાવવામાં આવ્યા BNP દ્વારા મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ, સંરક્ષણ સલાહકાર ખલીલુર રહેમાન, નાણાં સલાહકાર સલેહુદ્દીન અહેમદ, આયોજન સલાહકાર વાહિદુદ્દીન મહમૂદ અને કાનૂની સલાહકાર આસિફ નજરુલને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે 2024માં રચાયેલી યુનુસ સરકારના ચાર સલાહકારોને પહેલાથી જ પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.આ પણ વાંચો : India Russia oil : શું ટ્રમ્પના દાવા છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે? વિદેશ મંત્રાલયે શું આપ્યો જવાબ જાણો

Read Full Story arrow_forward
UGC NET 2025 રિઝલ્ટ થયું જાહેર: જાણો આ પરીક્ષા પાસ કર્યા બાદ કરિયરના કયા-કયા દ્વાર ખુલે છે?
calendar_today February 5, 2026

UGC NET 2025 રિઝલ્ટ થયું જાહેર: જાણો આ પરીક્ષા પાસ કર્યા બાદ કરિયરના કયા-કયા દ્વાર ખુલે છે?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી નેટ (UGC NET) ડિસેમ્બર સેશનનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ હજારો ઉમેદવારો માટે કરિયરના અનેક નવા રસ્તાઓ ખૂલી ગયા છે. આ સત્રમાં 5108 ઉમેદવારોએ JRF અને આસિસ્ટન્ટ પ્રોફેસર બંને માટે ક્વોલિફાય કર્યું છે, જ્યારે 54,713 ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર અને પીએચડી પ્રવેશ માટે સફળ જાહેર થયા છે.JRF અને SRF: રિસર્ચમાં શ્રેષ્ઠ તક જે ઉમેદવારો શૈક્ષણિક ક્ષેત્રે સંશોધન (Research) કરવા માંગે છે તેમના માટે JRF (Junior Research Fellowship) શ્રેષ્ઠ વિકલ્પ છે. સ્ટાઇપેન્ડ: JRF પાસ કરનારને પીએચડી દરમિયાન દર મહિને આશરે રૂ.37,000 સ્ટાઇપેન્ડ મળે છે. SRF: બે વર્ષના સંશોધન બાદ ઉમેદવાર SRF (Senior Research Fellowship) માટે પાત્ર બને છે, જેમાં આગામી ત્રણ વર્ષ માટે દર મહિને આશરે રૂ.42,000ની સહાય મળે છે. કન્ટિજન્સી ગ્રાન્ટ: સ્ટાઇપેન્ડ ઉપરાંત સંશોધન માટે વાર્ષિક રૂ.10,000થી રૂ.25,000 સુધીની વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. ટીચિંગ અને સરકારી ક્ષેત્રે તકો યુજીસી નેટ પાસ કર્યા પછી ઉમેદવારો માટે માત્ર સંશોધન જ નહીં, પણ રોજગારીના અન્ય માર્ગો પણ છે: આસિસ્ટન્ટ પ્રોફેસર: દેશની નામાંકિત કોલેજો અને યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર કે લેક્ચરર તરીકે જોડાઈ શકાય છે. સરકારી સંસ્થાઓમાં શરૂઆતી પગાર રૂ.57,000થી લઈને રૂ.1 લાખ સુધી હોઈ શકે છે. જાહેર ક્ષેત્રના એકમો (PSU): ONGC, NTPC, IOCL અને BHEL જેવી મોટી સરકારી કંપનીઓ નેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપે છે. સંશોધન સંસ્થાઓ: ક્વોલિફાઈડ ઉમેદવારો CSIR, DRDO, ICMR અને ICAR જેવી સંસ્થાઓમાં રિસર્ચ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Blast in Coal Mine : મેઘાલયમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 10 શ્રમિકોના મોત
calendar_today February 5, 2026

Blast in Coal Mine : મેઘાલયમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ, 10 શ્રમિકોના મોત

મેઘાયલમાં કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતા 10 શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.  મેઘાલયના તાશ્ખાઈ વિસ્તારમાં કોલસાની ખાણમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયાના અહેવાલ છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ કામગીરી તેજ અહેવાલો અનુસાર, તાશ્ખાઈ કોલસા ખાણમાં અચાનક એક શક્તિશાળી વિસ્ફોટ થયો, જેના કારણે કામદારો ખાણમાં ફસાઈ ગયા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે અંદર કામદારો બહાર નીકળી શક્યા નહીં. એવી શંકા છે કે મૃતકોમાંના બધા કામદારો આસામના હતા, જોકે વહીવટીતંત્ર હજુ પણ સત્તાવાર પુષ્ટિ શોધી રહ્યું છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી એક કામદાર આસામના કટીગરા વિસ્તારના બિહારા ગામના રહેવાસી હોવાનું માનવામાં આવે છે. અકસ્માતની માહિતી મળતાં, મેઘાલય પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. ખાણમાં ફસાયેલા અન્ય કામદારોને શોધવા માટે સઘન શોધખોળ ચાલી રહી છે.

Read Full Story arrow_forward