android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો, 15,000થી વધુ બાળકોએ રચ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
calendar_today February 3, 2026

Vadodara: મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો, 15,000થી વધુ બાળકોએ રચ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

સંસ્કારી નગરી વડોદરા ખાતે બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સહિત લાખો ભક્તોની ઉપસ્થિતિમાં આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચાયો હતો.ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ઐતિહાસિક સિદ્ધિઆ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ બાળકો દ્વારા સ્થાપિત કરવામાં આવેલો વિશ્વવિક્રમ રહ્યો હતો.‘Largest Simultaneous Hindu Text Recital’ (હિન્દુ ગ્રંથનું સૌથી વિરાટ સમૂહગાન). 3 થી 13 વર્ષની વયના કુલ 15,666 બાળકોએ મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 'સત્સંગદીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ આ પૈકી 12,723 બાળકોની સત્તાવાર નોંધણી કરી વૈશ્વિક સન્માન એનાયત કર્યું હતું. કોઈ ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં બાળકોએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ કર્યો હોય તેવી આ વિશ્વની વિરલ ઘટના છે.રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિઆ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન 'જબલપુર' (MP) નો ઉલ્લેખ કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મોકલવામાં આવેલા શુભેચ્છા પત્રનું પણ આ પ્રસંગે વાંચન કરવામાં આવ્યું હતું.મહંત સ્વામી મહારાજના પ્રેરણાદાયી આશીર્વચનપોતાના 92મા જન્મદિને આશીર્વાદ આપતા મહંત સ્વામી મહારાજે જણાવ્યું કે, "આ જે ગિનિસ બુકનું સન્માન મળ્યું છે, તે બાળકોની કઠણ મહેનત, સંતો અને વાલીઓના પુરુષાર્થનું પરિણામ છે. આ સન્માન હું તમામ ગુરુઓને સમર્પિત કરું છું." તેમણે 'બીજાના આનંદમાં આપણો આનંદ'ના સૂત્રને સાર્થક કરવા અને સંપ, સુહૃદભાવ તથા એકતા સાથે જીવન જીવવા પ્રેરણા આપી હતી.મહોત્સવની ઝલક 800થી વધુ સંતો અને અંદાજે 2 લાખ ભક્તોએ સ્થળ પર હાજરી આપી હતી.  14,000 સ્વયંસેવકોએ 34 વિભાગોમાં છેલ્લા ત્રણ મહિનાથી રાત-દિવસ સેવા આપી હતી. કાર્યક્રમના અંતે લાખો દીવડાઓના પ્રકાશમાં થયેલી મહાઆરતીએ દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને સુવ્યવસ્થિત આયોજન સાથે આ મહોત્સવ વિશ્વભરના અસંખ્ય ભક્તોએ ઓનલાઇન માધ્યમથી નિહાળી ધન્યતા અનુભવી હતી.આ પણ વાંચો: Valsad: સાયબર ક્રાઇમનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ’, છેતરપિંડીના નાણાં સગેવગે કરનાર આરોપી ઝડપાયો

Read Full Story arrow_forward
Bardoli:  જેસીબી મશીનથી ખોદકામ વખતે ગેસ લાઈન તૂટતા ભીષણ આગ, મેઈન લાઈન બંધ કરી તંત્રએ મેળવ્યો કાબૂ
calendar_today February 3, 2026

Bardoli: જેસીબી મશીનથી ખોદકામ વખતે ગેસ લાઈન તૂટતા ભીષણ આગ, મેઈન લાઈન બંધ કરી તંત્રએ મેળવ્યો કાબૂ

સુરત જિલ્લાના બારડોલીના રાધબાગ સોસાયટી રોડ પર આજે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. સોસાયટીના માર્ગ પર પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન જેસીબી દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં ભૂગર્ભ ગેસ લાઈન તૂટતા અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ ઊંચે ઉડતા આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.બારડોલીમાં ખોદકામ વખતે ગેસ લાઈન તૂટીરાધબાગ સોસાયટીના રોડ પર પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ સમયે જેસીબી મશીન દ્વારા રસ્તો ખોદતી વખતે તે અકસ્માતે નીચેથી પસાર થતી ગેસ લાઈન સાથે અથડાયું હતું. ગેસ લાઈનમાં પંચર પડતાની સાથે જ પ્રેશર સાથે ગેસ લીક થવા લાગ્યો હતો અને જોતજોતામાં ત્યાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.ફાયર વિભાગ અને પોલીસની કામગીરીઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ બારડોલી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.ગેસ કંપની દ્વારા તાત્કાલિક અસરથી ગેસની મેઈન સપ્લાય લાઈન બંધ કરી દેવામાં આવી હતી, જેથી મોટી જાનહાનિ ટાળી શકાય.બારડોલી ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. લાંબી જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલુમ પડ્યું છે કે ખોદકામ વખતે પૂરતી સાવચેતી ન રાખવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ ગેસ લાઈન રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો:

Read Full Story arrow_forward
Rajkot : સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રમોશન માટે પ્રોફેસરનો મોટો ખેલ, અંગ્રેજી ભવનના ડો.કમલ મહેતાએ જૂની તારીખમાં પેપર છપાવ્યા હોવાનો ગંભીર આરોપ
calendar_today February 3, 2026

Rajkot : સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રમોશન માટે પ્રોફેસરનો મોટો ખેલ, અંગ્રેજી ભવનના ડો.કમલ મહેતાએ જૂની તારીખમાં પેપર છપાવ્યા હોવાનો ગંભીર આરોપ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પ્રોફેસરે પ્રમોશન માટે મોટો ખેલ કર્યો હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીના એજ્યુકેશન વિભાગના સભ્ય ડો. નિદ્દત બારોટે આ મામલે ગંભીર સવાલો ઉભા કર્યા છે જેથી શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે.2015 ના પેપરમાં NEP 2020 નો ઉલ્લેખ કર્યો આરોપો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણલિક લાયકાતના નામે ખેલ ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના ડો. કમલ મહેતાની RTI બાદ જાણવા મળ્યું છે કે તેમણે 2015 ના પેપરમાં NEP 2020 નો ઉલ્લેખ કર્યો છે, જે 2020 માં અમલમાં આવનારી શિક્ષણ નીતિ છે..2020માં આવનારી નીતિ વિશે 2015માં ખબર પડી? જે શિક્ષણ નીતિ અમલવારી 2020 માં થઈ તે શિક્ષણ નીતિ જાણ અને 2015 માં ડો.કમલ મહેતાએ સંશોધન કેવી રીતે કરી નાંખ્યું તેનો મોટો વિવાદ સામે આવ્યો છે.2020માં જ લાગુ થયેલી નીતિ વિશે 2015માં કેવી રીતે જાણ થઇ  આરોપો મુજબ ડો. કમલ મહેતાએ પ્રમોશન મેળવવા જૂની તારીખોમાં પેપર છપાવ્યા છે. 2020માં જ લાગુ થયેલી નીતિ વિશે 2015માં કેવી રીતે જાણ થઇ તે સવાલ પુછાઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ ખુલાસો પુછાયો રાજ્ય સરકાર દ્વારા પણ યુનિવર્સિટીને સમગ્ર મામલે વિગતવાર ખુલાસા આપવા સૂચના આપવામાં આવી છે. આ મામલે ડો. નિદત બારોટે કુલસચિવને લેખિત ફરિયાદ પણ કરી છે.આ પણ વાંચો-----   Gujarat Latest News Live :અમદાવાદમાં વધુ એક સ્કૂલમાં બેદરકારી સામે આવી, વિદ્યાર્થીએ મિત્રની બોટલમાં ઈરાદાપૂર્વક કેમિકલ ભેળવ્યું, વિદ્યાર્થી બેભાન

Read Full Story arrow_forward