android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : હાર્વેસ્ટર માલિકના પેંતરાનો પર્દાફાશ, વળતર મેળવવા બનાવટી વીમા પોલિસી બનાવી સરકારી કાગળોમાં છેડછાડ કરી કોર્ટને કર્યા ગુમરાહ
calendar_today February 3, 2026

Junagadh : હાર્વેસ્ટર માલિકના પેંતરાનો પર્દાફાશ, વળતર મેળવવા બનાવટી વીમા પોલિસી બનાવી સરકારી કાગળોમાં છેડછાડ કરી કોર્ટને કર્યા ગુમરાહ

જૂનાગઢ શહેરમાં હાર્વેસ્ટર માલિકે કરેલી મોટી ઠગાઈ અને છેતરપિંડી સામે આવી છે. આરોપી વિરેન્દ્રસિંહે વળતર મેળવવા માટે બનાવટી વીમા પોલિસી બનાવી અને સરકારી કાગળોમાં છેડછાડ કરી કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો.આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નામે ખોટી અને બોગસ વીમા પોલિસી તૈયાર કરી તપાસમાં ખબર પડી કે આરોપી એ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નામે ખોટી અને બોગસ વીમા પોલિસી તૈયાર કરી હતી. અકસ્માત ક્લેમ દરમિયાન ખોટા પુરાવા રજૂ કરીને છેતરપિંડી કરી વળતર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.  જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ હરિયાણાના શખ્સે આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન ખોટી પોલિસી સાચી ઠેરવવા માટેના પ્લાનનો પર્દાફાશ કર્યો અને આરોપીને ઝડપી કડક કાયદેસરની કાર્યવાહી શરુ કરાઇ છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : અમદાવાદમાં મનપાની ગંભીર બેદરકારી, રોડ જ નહીં, હવે બમ્પ પર પણ પડી રહ્યા છે ખાડા

Read Full Story arrow_forward
Ahmedabad: દૂર્ગા સ્કૂલમાં ગંભીર બેદરકારી, વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલ ભેળવાયું, પીધા બાદ બાળક બેભાન
calendar_today February 3, 2026

Ahmedabad: દૂર્ગા સ્કૂલમાં ગંભીર બેદરકારી, વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલ ભેળવાયું, પીધા બાદ બાળક બેભાન

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દૂર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના જ મિત્રની પાણીની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દેતા ખળભળાટ મચી ગયો છે. કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયત લથડી હતી, જેને પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અમદાવાદની દુર્ગા સ્કૂલની ગંભીર બેદરકારીસીસીટીવી ફૂટેજ અને સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, રિસેસના સમયે એક વિદ્યાર્થીએ તેના મિત્રની બોટલમાં કેમિકલની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યારે બીજો વિદ્યાર્થી પાણી પીવા ગયો ત્યારે તેને વિચિત્ર ગંધ આવી હતી. તેણે અન્ય મિત્રોને પણ પાણી સૂંઘાડ્યું હતું, પરંતુ થોડું પાણી પી લેતા તેની તબિયત બગડી હતી અને તે બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો.સ્કૂલ પ્રિન્સિપાલ કેતન શાહનું નિવેદનઆ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ કેતન શાહે જણાવ્યું હતું કે, બાળકની તબિયત બગડતા જ સંચાલકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને હાલ તેની તબિયત સ્વસ્થ છે. જે વિદ્યાર્થીએ ગોળીઓ નાખી હતી તેના પિતા પતંગના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેથી શક્ય છે કે બાળક ઘરેથી પતંગના વ્યવસાયમાં વપરાતી કોઈ કેમિકલ ગોળીઓ લઈ આવ્યો હોય.વિદ્યાર્થીને શાળામાંથી રજા પર ઉતારી દેવામાં આવ્યો ગોળીઓ નાખનાર વિદ્યાર્થીને હાલ શાળામાંથી રજા પર ઉતારી દેવામાં આવ્યો છે.બંને વિદ્યાર્થીઓ અગાઉ દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં સાથે હતા. તેમની વચ્ચે કોઈ મોટો ઝઘડો હોવાનું હાલ બહાર આવ્યું નથી. આ ઘટના બાદ શાળાએ વિદ્યાર્થીઓના બેગ ચેક કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ બાળકને દવા લેવાની હોય તો વાલીઓએ હાજર રહેવું પડશે તેવી કડક સૂચના અપાઈ છે.DEO ની કાર્યવાહી બાકીજોકે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં, હજુ સુધી શિક્ષણ વિભાગ (DEO) તરફથી શાળાને કોઈ નોટિસ આપવામાં આવી નથી કે કોઈ સત્તાવાર કાર્યવાહી શરૂ થઈ નથી. વાલીઓમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે કે સ્કૂલ કેમ્પસમાં બાળકો આવી જોખમી વસ્તુઓ કેવી રીતે લાવી શકે છે?આ પણ વાંચો: Ahmedabad: અસારવામાં કેન્સરની બીમારીથી કંટાળી આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ, લોકોએ પાણી છાંટી જીવ બચાવ્યો

Read Full Story arrow_forward
Rajkot: મધ્યરાત્રિએ જિલ્લા પંચાયત ચોકની ખાનગી બેંકમાં ભીષણ આગ, ફાયર ફાઇટરોએ જહેમત બાદ આગ બુઝાવી
calendar_today February 3, 2026

Rajkot: મધ્યરાત્રિએ જિલ્લા પંચાયત ચોકની ખાનગી બેંકમાં ભીષણ આગ, ફાયર ફાઇટરોએ જહેમત બાદ આગ બુઝાવી

શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં મોડી રાત્રે એક ખાનગી બેંકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સદનસીબે, ઘટના સમયે બેંક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે.રાજકોટમાં મોડી રાત્રે ખાનગી બેન્કમાં લાગી આગમળતી માહિતી મુજબ, જિલ્લા પંચાયત ચોક સ્થિત યશ બેંક (Yes Bank) ની શાખામાં મોડી રાત્રે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રિનો સમય હોવાથી રસ્તા પર લોકોની અવરજવર ઓછી હતી, પરંતુ નજીકના સુરક્ષાકર્મીઓએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયોઆગની જાણ થતા જ રાજકોટ ફાયર વિભાગના ફાયર ફાઇટરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે, જોકે સત્તાવાર કારણ હજુ જાણવા મળ્યું નથી.આ પણ વાંચો:Ahmedabad: દૂર્ગા સ્કૂલમાં ગંભીર બેદરકારી, વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલ ભેળવાયું, પીધા બાદ બાળક બેભાન

Read Full Story arrow_forward