Valsad: સાયબર ક્રાઇમનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ’, છેતરપિંડીના નાણાં સગેવગે કરનાર આરોપી ઝડપાયો
આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ફ્રોડના ગુનાઓને ડામવા માટે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ખાસ ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે છેતરપિંડીથી મેળવેલા નાણાં વિવિધ બેંક ખાતાઓ દ્વારા સગેવગે કરવાનું કામ કરતો હતો.ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કાર્યવાહી સાયબર ગુનેગારો સામાન્ય રીતે લોકો સાથે છેતરપિંડી કરીને નાણાં સીધા પોતાના ખાતામાં મંગાવવાને બદલે અન્ય વ્યક્તિઓના ખાતાનો ઉપયોગ કરતા હોય છે, જેને ટેકનિકલ ભાષામાં 'મની મ્યુલ' કહેવામાં આવે છે. વલસાડ સાયબર ક્રાઇમે તપાસ દરમિયાન રૂ. 7.60 લાખની ફ્રોડ રકમ શોધી કાઢી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ કરી છે.મુખ્ય સૂત્રધારની શોધખોળ તેજપોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી માત્ર એક મહોરું છે. આ સમગ્ર નેટવર્ક પાછળ કોઈ મોટો માસ્ટરમાઈન્ડ હોવાની પૂરેપૂરી શક્યતા છે. સાયબર ક્રાઇમ વિભાગે હવે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીના બેંક ખાતાની વિગતો અને કોન્ટેક્ટ લિસ્ટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Palanpur: ગઠમણ ગામે જોગણી માતાના મંદિરમાં તસ્કરોનો હાથફેરો, 500 ગ્રામ ચાંદીના છત્તરની ચોરી
Read Full Story arrow_forward