android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન એસ્કોર્ટ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી
calendar_today February 1, 2026

Ahmedabad News: ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન એસ્કોર્ટ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરી

ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે 120 જેટલા એકાઉન્ટ હોલ્ડર સામે ફરિયાદ નોંધી છે. યુવતીઓના ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરી પુરુષોને આકર્ષતા અને તેમની સાથે છેતરપિંડી પણ કરતા હોવાનુ સામે આવ્યું છે.જે અંગે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે. ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે કે મકવણાએ કહ્યું હતું કે, ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવતા 120 સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. અલગ અલગ પ્લેટફોર્મ પરથી એસ્કોર્ટ સર્વિસ ચલાવવામાં આવતી હતી. જેમાં યુવતીઓના ફોટા અને મોર્ફ કરેલ ન્યૂડ ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હતો.ક્રાઈમ બ્રાંચની સોશિયલ મીડિયા મોનીટરીંગ ટીમ છેલ્લા 3 મહિનામાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા એક્સોર્ટ સર્વિસ અંગે તપાસ હાથ ધરી હતી.જેમા સામે આવ્યું હતું કે યુવતીના ખોટા ફોટો અને મોર્ફ કરેલા ન્યૂડ ફોટાનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષી યુપીઆઈ આઇડીથી રૂપિયા પડાવવામા આવી રહ્યા છે.જે અંગેની માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે. 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી ક્રાઈમ બ્રાંચે ઈન્સ્ટાગ્રામ,ફેસબુક, ટ્વીટર સહિતમાં 120 જેટલા એકાઉન્ટ સામે ફરિયાદ કરવામાં આવી છે.કેટલાક એકાઉન્ટ પર સર્વિસ ના નામે કલાક દીઠ ભાવ આપીને લોકોને ખોટા ફોટાથી આકર્ષીને UPI આઇડીથી પૈસા પડાવવામા આવી રહ્યા છે.મહત્વનું છે કે મહિલાઓના ડિજિટલ શોષણ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે તપાસમાં આવા 120 જેટલા એકાઉન્ટ સામે આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉપરાંત ભોગ બનનાર વ્યક્તિઓ પણ ફરિયાદ ન કરતા હોવાનું સામે આવતા પોલીસે આ અંગે સરકાર તરફે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.. કલાકથી લઈને નાઈટ સુધીના ભાવ લખવામાં આવે છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર યુવતીઓના ફોટા અને નીચે કલાકથી લઈને નાઈટ સુધીના ભાવ લખવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિ ઇન્કવાયરી કરે ત્યારે તેને તમામ વિગતો મોકલવામાં આવે છે. યુવતીઓના ફોટા જોઈને ગ્રાહકો આકર્ષાઈ જાય જે બાદ એડવાન્સ પેમેન્ટ ના નામે કેટલીક રકમ યુપીઆઈ આઈડી મોકલીને લેવામાં આવે છે.જ્યારે કોઈ વ્યક્તિ પૈસા આપે તે બાદ તે વ્યક્તિને બ્લોક કરી છેતરપિંડી કરવામા આવે છે. જે અંગે ક્રાઈમ બ્રાન્ચે સ્ત્રીની ગરીમાને ઠેસ પહોંચાડી, ઈમ્મોરલ ટ્રાફિક સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવી વગેરેની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચોઃ Gandhinagar: હડકવાથી મહિલાના મોત બાદ આરોગ્ય ટીમની લેકાવાડા સ્થિત શાળામાં તપાસ

Read Full Story arrow_forward
Agra : પોલીસે સાયબર ગેંગની કરી ધરપકડ, વિદેશી આકાઓ સાથે જોડાયેલા છે તાર
calendar_today February 1, 2026

Agra : પોલીસે સાયબર ગેંગની કરી ધરપકડ, વિદેશી આકાઓ સાથે જોડાયેલા છે તાર

ઉત્તરપ્રદેશના આગ્રામાં પોલીસે કરોડો રૂપિયાના સાયબર ઠગાઈનો મોટો ખુલાસો કરતા 4 શાતિર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ લોકોને લલચાવીને તેમના બેન્ક ખાતા ખોલાવતા હતા અને ત્યારબાદ તે બેન્ક ખાતામાં સાયબર ઠગાઈની રકમ મગાવીને એટીએમ દ્વારા ઉપાડી લેતા હતા.પોલીસે સૂચના મળતા જ પાડી રેડ મળતી માહિતી મુજબ સાયબર ક્રાઈમ સિકંદરા અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમને સુચના મળી હતી કે સિંકદરા ક્ષેત્રમાં સાયબર ઠગાઈ સાથે જોડાયેલા 4 આરોપી હાજર છે. સૂચનાના આધારે પોલીસે કાર્યવાહી કરતા ચારેય આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસની તપાસમાં આરોપીઓએ જણાવ્યું કે તે વિદેશમાં બેઠેલા પોતાના આકાઓના ઈશારા પર કામ કરતા હતા. આ ગેંગ લોકોને ઝાંસામાં લઈને તેમના નામ પર બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ તેમની પાસેથી ચેકબુક, પાસબુક અને ડેબિટ કાર્ડ લઈ લેતા હતા. ઠગાઈની રકમ આ ખાતાઓમાં મગાવવામાં આવતી હતી અને ત્યારબાદ એટીએમ કાર્ડથી રકમ ઉપાડી લેતા હતા. 29 ચેકબુક, 37 પાસબુક, 2 લેપટોપ અને લગભગ 2.16 લાખ રૂપિયા રોકડા જપ્ત પોલીસના જણાવ્યા મુજબ ઠગાઈની રકમનો 40 ટકા ભાગ આરોપીઓને મળતો હતો, જ્યારે 60 ટકા ભાગ ફિરોઝાબાદનો રહેવાસી મોનૂને આપવામાં આવતો હતો. મોનૂ હાલમાં ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. પુછપરછમાં એ પણ સામે આવ્યું કે આરોપી સાયબર ઠગાઈ સિવાય લોકોને ઓનલાઈન સટ્ટા રમાડવાનું કામ પણ કરતા હતા. પોલીસે આરોપીઓની પાસેથી 72 ડેબિટ કાર્ડ, 4 આધાર કાર્ડ, 14 મોબાઈલ ફોન, 29 ચેકબુક, 37 પાસબુક, 2 લેપટોપ અને લગભગ 2.16 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. સાથે જ મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે ટીમ સતત કામમાં લાગેલી છે.  આ પણ વાંચો : Manipur : સરકાર બનાવવા માટે અટકળો થઈ શરૂ, NDAના તમામ ધારાસભ્યોને ભાજપ હાઈકમાન્ડનું તેડું

Read Full Story arrow_forward
Bhavnagar News : નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં સંડોવાયેલા PI અને રાજકીય આગેવાનો સામે કાર્યવાહીની માગ
calendar_today February 1, 2026

Bhavnagar News : નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં સંડોવાયેલા PI અને રાજકીય આગેવાનો સામે કાર્યવાહીની માગ

બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના મામલે જયરાજ આહિરને જેલભેગો કરવામાં આવ્યો છે. હવે ભાવનગરમા સમસ્ત કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલી ન્યાય સભામાં સમસ્ત કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આ હુમલા માટે જયરાજ આહિર સહિત 14 આરોપીઓ હાલમાં જેલમાં છે. જ્યારે હજી જે લોકો આ ઘટનામાં સંડોવાયેલા હોય તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. નવનીત બાલધીયાને માર મારવાનો મામલો ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના ગુનામાં જયરાજ આહિર સહિત 14 આરોપીઓ હાલમાં જેલમાં બંધ છે. આ ઘટનાને લઈને સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરના અક્ષર પાર્ક ખાતે ન્યાય સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ન્યાય સભામાં એકઠા થયા હતાં. ઋષિ ભારતી બાપુ પણ હાજર રહ્યાં હતાં. કોળી સમાજ દ્વારા નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માર મારવા મુદ્દે પોલીસ સ્ટેશનના પીઆઈ અને રાજકીય આગેવાનો સહિત જે પણ લોકો સંડોવાયેલા હોય તેમની સામે કાર્યવાહી કરવાની કોળી સમાજે માગ કરી છે. આ પણ વાંચોઃ Morbi: પોલીસનો માનવીય અભિગમ, 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 62.63 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો

Read Full Story arrow_forward