android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Union Budget 2026: તમિલનાડુની કાંજીવરમ સાડીમાં નિર્મલા સીતારમણ, જુઓ ફર્સ્ટ લુક
calendar_today February 1, 2026

Union Budget 2026: તમિલનાડુની કાંજીવરમ સાડીમાં નિર્મલા સીતારમણ, જુઓ ફર્સ્ટ લુક

નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું ત્રીજું બજેટ રજૂ કરવાના છે. આ તેમનું સતત નવમું બજેટ ભાષણ હશે. દર વર્ષે, બજેટની સાથે, નિર્મલા સીતારમણની સાડીઓ પણ સમાચારમાં રહે છે. તેમની સાડીઓ ભારતીય કાપડની કળાને પ્રતિબિંબિત કરે છે. તેમની સાડીઓના રંગોમાં ઊંડા મનોવૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંદેશાઓ પણ છે.રાની પિંક ચેક્સ સાડીમાં નિર્મલા સીતારમણ ત્યારે આજે નિર્મલા સીતારમણનો સાડી લુક સામે આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડી દર વર્ષે કેન્દ્રીય બજેટ દરમિયાન સૌ કોઇનું ધ્યાન આકર્ષે છે. બજેટ રજૂ કરતી વખતે તેઓ જે સાડી પહેરે છે તે હંમેશા હાથથી વણેલી હોય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાડી દરેક વખતે મુખ્ય આકર્ષણ ઉભુ કરે છે. ત્યારે આ વખતે નિર્મલા સીતારમણે બ્લેક બોર્ડર વાળી ડાર્ક પિંક કલરની સાડી પહેરી છે. જેમાં તેમણે યલો બ્લાઉઝ પહેર્યો છે. https://x.com/ANI/status/2017804914031006134તમિલનાડુની સાડી નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના રેકોર્ડ નવમા બજેટ માટે એક અદભુત કાંજીવરમ સાડી પસંદ કરી. આ સાડી તમિલનાડુની છે, જ્યાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે અને જ્યાં ભાજપ લાંબા સમયથી સફળતા માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ હવે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને તેમને બજેટ વિશે માહિતી આપશે. ત્યારબાદ તેઓ સંસદમાં પાછા ફરશે.

Read Full Story arrow_forward
Nirmala Sitharaman Saree : નિર્મલા સીતારમણનો બજેટ અને સાડીનો ટ્રેન્ડ, સંયોગ કે સંદેશ?
calendar_today February 1, 2026

Nirmala Sitharaman Saree : નિર્મલા સીતારમણનો બજેટ અને સાડીનો ટ્રેન્ડ, સંયોગ કે સંદેશ?

કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ સતત નવમી વાર બજેટ રજૂ કરનાર ભારતના પ્રથમ નાણામંત્રી બનશે. વર્ષ 2019થી શરૂ થયેલી તેમની બજેટ યાત્રા ભારતીય રાજકીય અને આર્થિક ઇતિહાસમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, જેમાં એક રસપ્રદ સંયોગ પણ ચર્ચાનો વિષય બન્યો છે, બજેટના દિવસે તેમની સાડી.નિર્મલા સીતારમણની સાડી અને બજેટ નિર્મલા સીતારમણ દર વર્ષે બજેટ રજૂ કરતી વખતે દેશના અલગ-અલગ રાજ્યોની હસ્તકલા અથવા પરંપરાગત સાડી પહેરે છે. વર્ષ 2019માં તેમણે આંધ્ર પ્રદેશની મંગલગીરી સાડી પહેરી હતી. ત્યારબાદ 2020માં તમિલનાડુની કાંચીપુરમ સાડી, 2021માં પશ્ચિમ બંગાળની લાલ-સફેદ બોર્ડરવાળી સાડી, 2022માં કર્ણાટકની ઈલકલ સાડી, 2023માં કર્ણાટકની કસૂતી વર્કવાળી સાડી અને 2024માં મણિપુરની પરંપરાગત સાડી પહેરી હતી. 2025માં પણ તેમણે હસ્તકલા આધારિત ભારતીય સાડી પસંદ કરી હતી.સાડીઓમાં છુપાયેલો બજેટ સંદેશ રસપ્રદ વાત એ છે કે ઘણા લોકોનું માનવું છે કે જે રાજ્યની સાડી નાણામંત્રી બજેટના દિવસે પહેરે છે, તે રાજ્યને તે વર્ષે કોઈને કોઈ રીતે કેન્દ્ર સરકાર તરફથી ખાસ યોજનાઓ, ફાળવણી અથવા પ્રોજેક્ટ્સ રૂપે ભેટ મળે છે. જો કે આને સત્તાવાર રીતે કોઈ નીતિ કે નિર્ણય સાથે જોડવામાં આવ્યો નથી અને તેને માત્ર એક સંયોગ તરીકે જ જોવામાં આવે છે. તેમ છતાં, આ ટ્રેન્ડએ લોકોમાં ઉત્સુકતા જગાવી છે. હવે વર્ષ 2026-27ના બજેટમાં નાણામંત્રી કઈ રાજ્યની સાડી પહેરે છે અને શું તે રાજ્ય માટે બજેટમાં કોઈ ખાસ જાહેરાત થાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. સંયોગ હોય કે પ્રતીકાત્મક સંદેશ નિર્મલા સીતારમણની સાડી હવે માત્ર વસ્ત્ર નહીં, પરંતુ બજેટ દિવસની એક ઓળખ બની ગઈ છે.આ પણ વાંચો- Union Budget 2026: 9મી વખત રજૂ કરશે બજેટ, જુઓ નિર્મલા સીતારમણનો સાડી લુક

Read Full Story arrow_forward
Gujarat Weather : રાજ્યમાં ઠંડીમાં નોંધાયો ઘટાડો, વેસ્ટર્ન ડિસ્ટરબન્સથી ધૂંધળું વાતાવરણ, લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો
calendar_today February 1, 2026

Gujarat Weather : રાજ્યમાં ઠંડીમાં નોંધાયો ઘટાડો, વેસ્ટર્ન ડિસ્ટરબન્સથી ધૂંધળું વાતાવરણ, લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો

ગુજરાતમાં આજે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે વાતાવરણમાં ધૂંધળાશ વધી છે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. આ ફેરફારથી લોકોને મોસમની ઠંડીમાં થોડી રાહત મળી છેઅમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી મૌસમ વિભાગના અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો વધારો નોંધાયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 18.2 ડિગ્રી રહેવું નોંધાયું છે. સુરતમાં તાપમાન 20.0 ડિગ્રી, ભુજમાં 14.6 ડિગ્રી અને ડીસામાં 16.8 ડિગ્રી રેકોર્ડ થયું છે. આ તાપમાન સામાન્ય રીતે ઠંડીના દિવસોમાં કરતા વધુ છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સથી ધૂંધળું વાતાવરણ  વેસ્ટર્ન ડિસ્ટરબન્સના પરિણામે રાજ્યના ઉત્તરી અને દક્ષિણ વિસ્તારોમાં મોસમને અસર થતી દેખાઈ છે. વાતાવરણ ધૂંધળું જોવા મળી રહ્યું છે જેનાથી સવારમાં વિઝિબિલિટી ઘટી ગયેલી જોવા મળી હતી આ પણ વાંચો----    Botad: રાણપુરની કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત, 3 શ્રમિકોના કરુણ મોત

Read Full Story arrow_forward