android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat રેલવે LCB ને મળી મોટી સફળતા, મુસાફરોની ઊંઘનો લાભ લઈ ચોરી કરતો ચોર ઝડપાયો
calendar_today January 29, 2026

Surat રેલવે LCB ને મળી મોટી સફળતા, મુસાફરોની ઊંઘનો લાભ લઈ ચોરી કરતો ચોર ઝડપાયો

સુરત રેલવે પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેનોમાં સતત થઈ રહેલી ચોરીઓને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં એક શંકાસ્પદ ઈસમ ચોરીના મુદ્દામાલ સાથે મુસાફરી કરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને મેહુલ નાનજીભાઈ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. રેલવેનો પૂર્વ અનુભવ ચોરીમાં વાપર્યો આરોપી મેહુલ અગાઉ રેલવેમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે કામ કરી ચૂક્યો છે. આ કારણે તે ટ્રેનની અંદરની વ્યવસ્થા, મુસાફરોની અવરજવર અને કયો સમય ચોરી માટે સાનુકૂળ છે તેનાથી સારી રીતે માહિતગાર હતો. તે પોતાના સાથીદારો સાથે નડિયાદથી મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં મુસાફરી કરતો અને મોડી રાત્રે જ્યારે મુસાફરો ઘોર નિદ્રામાં હોય, ત્યારે તેમના લેપટોપ, મોબાઈલ અને કિંમતી પર્સની ચોરી કરી લેતો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલ પોલીસે મેહુલ પાસેથી રૂ. 80,290 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં: ડેલ કંપનીનું લેપટોપ અને ચાર્જર બે મોંઘા મોબાઈલ ફોન અને સ્માર્ટ વોચ રોકડ રકમ રૂ. 2,290 9 ગુનાઓની ચોંકાવનારી કબૂલાત આરોપીની પૂછપરછમાં છેલ્લા બે વર્ષમાં આચરેલી અનેક ચોરીઓના ભેદ ઉકેલાયા છે. ATM ફ્રોડ: નવસારી પાસે ત્રિવેન્દ્રમ-વેરાવળ એક્સપ્રેસમાંથી બેગ ચોરી કરી, મોબાઈલ ફોન દ્વારા ATM નો પાસવર્ડ બદલીને રૂ. 2,45,000 ઉપાડી લીધા હતા.લોકશક્તિ, લાલકૂવા-બાંદ્રા, હમસફર અને ખાનદેશ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં સુરત, વડોદરા, ભરૂચ અને વાપી વચ્ચે લેપટોપ, સોનાનું મંગળસૂત્ર અને પર્સની ચોરી કરી હતી. વર્ષ 2024 માં સુરતથી મુંબઈ વચ્ચે મોબાઈલ ચોરીના ગુનામાં મહારાષ્ટ્રના વસઈ રોડ રેલવે પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. આ પણ વાંચોઃ Mehsana: DEOની સર્જિકલ સ્ટ્રાઈક, નિયમો નેવે મૂકનાર 4 ખાનગી શાળાઓને ફટકાર્યો લાખોનો દંડ

Read Full Story arrow_forward
Surat: લોનના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું, સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગને દબોચ્યો
calendar_today January 29, 2026

Surat: લોનના બહાને છેતરપિંડી કરતું કોલ સેન્ટર ઝડપાયું, સાયબર ક્રાઇમ પોલીસે એક ઠગને દબોચ્યો

શહેરમાં લોન અપાવવાના બહાને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં ધમધમતા આ ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડી પોલીસે એક મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.પ્રોસેસિંગ ફીના નામે ખેલઝડપાયેલો ઠગબાજ પ્રવીણ ચૌહાણ અને તેનો સાથીદાર લોનની જરૂરિયાતવાળા લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ લોકોને સસ્તી અને સરળ લોન અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લેતા હતા. એકવાર અરજદાર ફસાઈ જાય એટલે 'પ્રોસેસિંગ ફી' અને અન્ય ચાર્જના નામે હજારો રૂપિયા પડાવી લેતા હતા. રૂપિયા મળ્યા બાદ તેઓ લોન આપવાના બદલે સંપર્ક કાપી નાખતા હતા.પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલસુરત સાયબર ક્રાઇમ પોલીસને મળેલી બાતમીના આધારે પર્વત પાટિયા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે મુખ્ય આરોપી પ્રવીણ ચૌહાણની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલ નમન ચૌહાણ નામનો અન્ય એક શખસ હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોબાઈલ ફોન, સિમકાર્ડ અને લેપટોપ સહિત કુલ રૂ. 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ પણ વાંચો: Gir Somnath: તાલાલા પંથકમાંબે સગીર બહેનો પર દુષ્કર્મ, પોલીસે જંગલમાંથી આરોપીઓને દબોચ્યા

Read Full Story arrow_forward
Patan News: રાધનપુરમાં જૂની અદાવાતમાં એડવોકેટ પર હુમલો, ત્રણ લોકો ઘાયલ
calendar_today January 29, 2026

Patan News: રાધનપુરમાં જૂની અદાવાતમાં એડવોકેટ પર હુમલો, ત્રણ લોકો ઘાયલ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ પરા વિસ્તારમાં એક એડવોકેટ અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. જૂની અદાવત રાખીને 10 થી વધુ લોકોના ટોળાએ ઘાતક હથિયારો સાથે ત્રાટકી એડવોકેટના પરિવારને નિશાન બનાવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.લોખંડની પાઇપ અને લાકડીઓથી હુમલો ઘટનાની મળતી માહિતી અનુસાર, રાધનપુરના પરા વિસ્તારમાં રહેતા એડવોકેટ આસિફ ઘાંચી અને તેમના પરિવાર પર અચાનક 10 થી વધુ લોકોએ હુમલો કરી દીધો હતો. હુમલાખોરો લાકડીઓ, લોખંડની પાઇપો અને તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા. આ હુમલામાં એડવોકેટ આસિફ ઘાંચીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના હાથ અને પગમાં ફેક્ચર જેવા ગંભીર ઘા થયા છે. પરિવારના 3 સભ્યોની હાલત ગંભીર માત્ર એડવોકેટ જ નહીં, પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ હુમલાખોરોનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારના 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યા છે. જૂની અદાવતને પગલે આ હિંસક હુમલો કરાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. એક એડવોકેટ પર આ રીતે સરેઆમ હુમલો થતા વકીલ મંડળમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Patan News : સમી-રાધનપુર હાઈવે પર કાળમુખો અકસ્માત, બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત

Read Full Story arrow_forward