android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda ના આંત્રોલીમાં યુવકને માર મારવાનો મુદ્દો, MLA રાજેશ ઝાલાના મળતિયાઓ સામે ફરિયાદ દાખલ
calendar_today January 27, 2026

Kheda ના આંત્રોલીમાં યુવકને માર મારવાનો મુદ્દો, MLA રાજેશ ઝાલાના મળતિયાઓ સામે ફરિયાદ દાખલ

ખેડા જિલ્લાના આંત્રોલી ગામમાં એક યુવકને સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરવા બદલ અપહરણ કરી ઢોર માર મારવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ કેસમાં ધારાસભ્ય રાજેશ ઝાલાના નજીકના ગણાતા મળતિયાઓ સામે ગંભીર આક્ષેપો થયા છે. ફરિયાદી યુવકનો આરોપ છે કે દિલીપસિંહ ચૌહાણ, અમિતસિંહ ગોહિલ, અજીતસિંહ સોઢા અને ઇન્દ્રવદન પરમારે તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ નિર્દયતાથી માર માર્યો હતો. શરૂઆતમાં સ્થાનિક પોલીસે આ મામલે ફરિયાદ નોંધવામાં આનાકાની કરતા મામલો ગરમાયો હતો.ન્યાયની જીત પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા પીડિત યુવકે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લઈ ખેડા પોલીસને તાત્કાલિક ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના કડક વલણ બાદ ખેડા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજકીય ઓથ ધરાવતા શખ્સો સામે ફરિયાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસે હવે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે. આ પણ વાંચો : Ahmedabad માં 'સલામતીનું સુરક્ષા કવચ', RTO અને ડ્રાઇવિંગ એસોસિએશન દ્વારા હેલ્મેટ વિતરણ

Read Full Story arrow_forward
Ahmedabad : Gen Z આંદોલન સમયે નેપાળમાં જેલ તોડી ભાગેલો આંતરરાષ્ટ્રીય આરોપી ઝડપાયો, જાણો કેવી રીતે પકડાયો
calendar_today January 27, 2026

Ahmedabad : Gen Z આંદોલન સમયે નેપાળમાં જેલ તોડી ભાગેલો આંતરરાષ્ટ્રીય આરોપી ઝડપાયો, જાણો કેવી રીતે પકડાયો

અમદાવાદના SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને મહત્વની સફળતા મળી છે. નેપાળમાં Gen Z આંદોલનના સમયે જેલ તોડી ભાગેલા એક આંતરરાષ્ટ્રીય આરોપીને અમદાવાદમાંથી ઝડપી લેવાયો છેઘણા કેદીઓ ભાગ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે નેપાળમાં Gen Z આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે જેલોમાંથી ઘણા કેદીઓ પણ હિંસા અને અરાજક્તાનો લાભ લઇને ભાગી છુટ્યા હતા વિવિધ મુદ્દા પર તપાસ શરુ અમદાવાદ એસઓજી પોલીસે બાતમીના આધારે આ આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો છે. નેપાળમાંથી ભાગીને તે ભારતમાં કેવી રીતે અને કોની મદદથી પ્રવેશ્યો અને કેટલા સમયથી તે અમદાવાદમાં રહે છે તે સહિતના મુદ્દા પર પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદમાં તેને કોણે આશરો આપ્યો હતો અમદાવાદમાં તેને કોણે આશરો આપ્યો હતો તે બાબતે પણ તપાસ શરુ કરાઇ છે તો અમદાવાદ ઉપરાંત અન્ય ક્યા શહેરોમાં તે છુપાયો હતો તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસને સફળતા SOGની આ સફળતાને શહેર પોલીસ તંત્ર તરફથી પ્રશંસા મળી રહી છે અને આ ઘટના અમદાવાદમાં કાયદો-સુરક્ષા તંત્રની કાર્યક્ષમતા બતાવે છે.આ પણ વાંચો----    Gandhinagar : ઠાકોર સમાજનું મહાસંમેલન, સમાજે બંધારણ બનાવ્યું છે તે પાળીશું તેવી પ્રતિજ્ઞા લેવાઇ

Read Full Story arrow_forward
Navsari માં ATS નું મોટું ઓપરેશન, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા ફૈઝાન શેખની ધરપકડ
calendar_today January 27, 2026

Navsari માં ATS નું મોટું ઓપરેશન, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા ફૈઝાન શેખની ધરપકડ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદી ગતિવિધિઓ સામે મોટી કાર્યવાહી કરતા નવસારીમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હતો. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં રહીને ગુજરાતમાં ભય અને આતંક ફેલાવવાનું ગંભીર ષડયંત્ર રચી રહ્યો હતો. ATS ની સતર્કતાને કારણે આ લોહિયાળ ખેલ ખેલાય તે પહેલા જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.ATS ના સકંજામાં ફૈઝાન ધરપકડ કરાયેલા આરોપી ફૈઝાન શેખ પાસેથી તપાસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે. હાલમાં ATS ની ટીમ તેની કડક પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે. આ પણ વાંચો : Kheda ના આંત્રોલીમાં યુવકને માર મારવાનો મુદ્દો, MLA રાજેશ ઝાલાના મળતિયાઓ સામે ફરિયાદ દાખલ

Read Full Story arrow_forward