android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharadમાં ભારતમાલા હાઇવે પર ટ્રકે મારી પલટી, જુઓ Video
calendar_today January 25, 2026

Tharadમાં ભારતમાલા હાઇવે પર ટ્રકે મારી પલટી, જુઓ Video

અકસ્માત બાદ ટ્રક પલટી જતા ટ્રક ચાલક ફસાયો હતો અને ફાયર ટીમે ભાર જહેમત બાદ ટ્રક ચાલકને બચાવ્યો હતો, ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, ટ્રકમાં કોલસા ભરેલા હતા અને પલટી મારી હતી. થરાદ નજીક અકસ્માતની ઘટના ભારત માલા હાઇવે પર કરછ તરફથી આવી રહેલ કોલસો ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી અને ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારતા કોલસો હાઇવે પર વીર વિખેર થયો હતો અને ટ્રક અકસ્માત બાદ ટ્રક શીર્ષાસન હાલતમાં ટ્રક ચાલક ફસાયો હતો, ઘટના સ્થળે આજુ બાજુના વાહનો ચાલકો અને ફાયર ટીમ દોડી આવ્યા હતા અને 1 કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ પણ વાંચો : Railway News : સાબરમતીમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે 

Read Full Story arrow_forward
Surat ના કામરેજમાં કંપારી છૂટી જાય તેવી ઘટના, શોપિંગ સેન્ટરના 5મા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ
calendar_today January 25, 2026

Surat ના કામરેજમાં કંપારી છૂટી જાય તેવી ઘટના, શોપિંગ સેન્ટરના 5મા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ

સુરતના કામરેજ વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ શોપિંગ સેન્ટરના પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ, મહિલા પોતાના ઘરેથી પિયર જવાનું કહીને નીકળી હતી, પરંતુ તે અચાનક કામરેજ સ્થિત એક શોપિંગ સેન્ટર પર પહોંચી હતી અને ત્યાંથી છલાંગ લગાવી દીધી હતી. આ કંપારી છૂટી જાય તેવી સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં મહિલા ઉપરથી નીચે પટકાતી સ્પષ્ટ જોવા મળે છે.મહિલાને હોસ્પિટલ ખસેડાઈ મહિલા નીચે પટકાતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઊંચાઈ પરથી પડવાને કારણે મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના પગલે તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે કે પિયર જવાનું કહી નીકળેલી મહિલાએ આખરે કયા સંજોગોમાં આવું આત્મઘાતી પગલું ભર્યું. આ પણ વાંચો : Vadodara News : પૂર્વ બુટલેગરનો સનસનીખેજ વીડિયો, વડોદરામાં ખાખી અને ગુનેગારોની મિલીભગતનો પર્દાફાશ

Read Full Story arrow_forward
Vadodara News : પૂર્વ બુટલેગરનો સનસનીખેજ વીડિયો, વડોદરામાં ખાખી અને ગુનેગારોની મિલીભગતનો પર્દાફાશ
calendar_today January 25, 2026

Vadodara News : પૂર્વ બુટલેગરનો સનસનીખેજ વીડિયો, વડોદરામાં ખાખી અને ગુનેગારોની મિલીભગતનો પર્દાફાશ

વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની કામગીરી હાલ ગંભીર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. એક પૂર્વ બુટલેગરે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે પોલીસની મિલીભગતથી જ એક આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગવામાં સફળ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરતા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. જોકે, આ વાયરલ વીડિયોની સત્યતા કે પુષ્ટિ સમાચાર સંસ્થા દ્વારા કરવામાં આવી નથી, પરંતુ આ ઘટનાએ વડોદરા પોલીસની કામગીરી અને શિસ્ત સામે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.ખાખી પર લાગ્યો દાગ આક્ષેપ મુજબ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે સ્ટાફની રહેમનજર હેઠળ આરોપીને છટકી જવામાં મદદ કરવામાં આવી હતી. પૂર્વ બુટલેગર દ્વારા કરવામાં આવેલા આ ધડાકાએ પોલીસ અને ગુનેગારો વચ્ચેના કથિત ગઠબંધનને ખુલ્લું પાડવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર તપાસનું દબાણ વધ્યું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય, તો તે વડોદરા પોલીસ માટે ખૂબ જ શરમજનક સ્થિતિ ગણાશે. હાલ આ મામલે સત્ય શું છે તે જાણવા માટે લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ પણ વાંચો : Ahmedabad માં હૃદયદ્રાવક ઘટના, સાબરમતી નદીમાં ઝંપલાવી માતા-પુત્રનો સામુહિક આપઘાત

Read Full Story arrow_forward